For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જુઓ બર્થ ડે ગર્લ બિપાશાની વણજોયેલી તસવીરો

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 7 જાન્યુઆરી : બૉલીવુડના બંગાળી બાળા બિપાશા બાસુનો આજે 34મો જન્મ દિવસ છે. બિપાશા બાસુ 7મી જાન્યુઆરી, 1979ના રોજ નવી દિલ્હી ખાતે જન્મ્યા હતાં.

બિપાશા બાસુ મૂળત્વે પશ્ચિમ બંગાળના છે અને તેઓ બાળપણથી ખૂબ જ મસ્તીખોર છે. બિપાશા બાસુ બૉલીવુડમાં બ્લૅક બ્યુટી તરીકે પણ ઓળખાય છે, તો લોકો તેમને બિલ્લી પણ કહે છે.

આવો અહીં આપને બતાવીએ બિપાશા બાસુની વણજોયેલી અને દુર્લભ તસવીરો.

પાંત્રીસના થયાં બિપાશા

પાંત્રીસના થયાં બિપાશા

બૉલીવુડના બંગાળી બાળા બિપાશા બાસુનો આજે 35મો જન્મ દિવસ છે. તેઓ બૉલીવુડમાં સુંદર અને બિંદાસ્ત અભિનેત્રી તરીકે જાણીતા છે. તેમણે બૉલીવુડમાં પોતાની શરુઆતની ફિલ્મો દ્વારા સનસનાટી મચાવી દીધી હતી.

દિલ્હીમાં જન્મ

દિલ્હીમાં જન્મ

7મી જાન્યુઆરી, 1979ના રોજ એક બંગાળી પરિવારમા જન્મેલા બિપાશા બાસુ થોડાક વર્ષો દિલ્હીમાં રહ્યા બાદ પરિવાર સાથે કોલકાતા જતા રહ્યા હતાં.

મૉડેલિંગથી શરુઆત

મૉડેલિંગથી શરુઆત

બિપાશાએ પોતાના કૅરિયરની શરુઆત મૉડેલિંગ સાથે કરી હતી. વર્ષ 1996માં તેમણે ગોદરેજ સિંથૉલ સુપર મૉડેલ કૉન્ટેસ્ટ જીતી હતી.

ચર્ચાસ્પદ અંગત જીવન

ચર્ચાસ્પદ અંગત જીવન

બિપાશા બાસુનું અંગત જીવન હંમેશા ચર્ચામાં રહ્યું છે. બિપાશાનો સંબંધ રાઝ ફિલ્મમાં તેમના કો-સ્ટાર ડીનો મોરિયા સાથે 1996થી 2002 સુધી રહ્યો. પછી બિપાશાનું નામ જ્હૉન અબ્રાહમ સાથે જોડાયુ હતું.

અજનબી પહેલી ફિલ્મ

અજનબી પહેલી ફિલ્મ

બિપાશાએ 2001માં સુપર સ્ટાર અક્ષય કુમાર સાથે અબ્બાસ-મસ્તાનની ફિલ્મ અજનબી દ્વારા પ્રવેશ કર્યો હતો કે જે બહુ સફળ રહી હતી.

રાઝ-જિસ્મ હિટ

રાઝ-જિસ્મ હિટ

અજનબી પછી બિપાશાએ વિક્રમ ભટ્ટની રાઝ અને પૂજા ભટ્ટની જિસ્મ ફિલ્મમાં કામ કરી બૉલીવુડમાં અલગ ઓળખ ઉભી કરી.

સફળ ફિલ્મો

સફળ ફિલ્મો

તેમણે નો એન્ટ્રી, કૉર્પોરેટ, ધૂમ 2, ફિર હેરાફેરી અને ઓમકારા જેવી સફળ ફિલ્મો પણ કરી છે.

ફિટનેસ ડીવીડી

ફિટનેસ ડીવીડી

બિપાશાએ પોતાની એક ફિટનેસ ડીવીડી લવ યોરસેલ્ફ પણ કાઢી હતી.

આત્મા

આત્મા

બિપાશા બાસુએ રાઝ 3માં કામ કર્યુ હતું અને છેલ્લે તેઓ આત્મા ફિલ્મમાં દેખાયા હતાં.

નવા મિત્ર હરમન

નવા મિત્ર હરમન

એક વખતે જ્હૉન અબ્રાહમ સાથેના અફૅરના પગલે ચર્ચામાં રહેનાર બિપાશા આજકાલ હરમન બાવેજા સાથેની મૈત્રીના પગલે ચર્ચામાં રહે છે.

દિગ્દર્શક પુત્ર

દિગ્દર્શક પુત્ર

હરમન બાવેજાએ પોતાનું બૉલીવુડ કૅરિયર લવસ્ટોરી 2050થી કરી હતી. પછી તેઓ વિક્ટ્રી તેમજ વાટ્સ યોર રાશિમાં દેખાયાં, પણ તમામ ફિલ્મો નિષ્ફળ નિવડી. જોકે દિગ્દર્શક હૅરી બાવેજાના પુત્ર હોવાના નાતે તેમને સતત કામ મળતું રહ્યું છે.

English summary
Bipasha Basu turns 35 today. Here are some rare anu unseen pictures of birthday girl Bipasha Basu.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X