Rasha Thadani Boyfriend : ક્રિકેટરના પ્રેમમાં ઘાયલ થઈ રવિના ટંડનની લાડલી રાશા? જાણો કોણ છે આ લક્કી વ્યક્તિ?
Rasha Thadani Boyfriend : બોલિવૂડની જાણીતી અભિનેત્રી રવિના ટંડનની દિકરી રાશા થડાની યુવાન થઈ ગઈ છે અને બહુ જલ્દી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે.
રાશા થડાની પણ તેની માતા રવિનાની જેમ જ કમાલની ખૂબસૂરત છે. તે ઘણી વખત તેના ફોટોથી સોશિયલ મીડિયા પર ગ્લેમરનો તડકો મારતી રહે છે.

હાલમાં જ રાશા થડાનીની ડેબ્યુ ફિલ્મ આઝાદનું ટ્રેલર રિલીઝ થયુ છે. આ ટ્રેલર બાદ તેના સોંગમાં રાશાને ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે. હાલ રાશા ચર્ચામાં હોવાનું કારણ માત્ર તેની ફિલ્મ જ નહીં તેની લવ લાઈફ પણ છે.
અહેવાલો પર વિશ્વાસ કરીએ તો રાશા થડાની એક ભારતીય ક્રિકેટને ડેડ તકી કરી રહી છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ તે ડેટિંગને લઈને ચર્ચામાં છે. તમામ લોકો એ જાણવા માંગે છે કે આખરે આ ક્રિકેટર કોણ છે?
જણાવી દઈએ કે, આ ચર્ચા ત્યારે જરૂ થઈ જ્યારે ટીમ ઈન્ડિયાના એક ક્રિકેટરે તેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરી અને તેના દરેક ફોટાને લાઈક કર્યા. જો કે બંનેએ અત્યાર સુધી આ સમાચાર અંગે મૌન જાળવી રાખ્યું છે.
જે ક્રિકેટરનું નામ અભિનેત્રી રાશા થડાની સાથે જોડાઈ રહ્યું છે તે ભારતીય ટીમના સ્પિનર ગૌતમ યાદવ છે. બંને ગુપ્ત રીતે એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાના અહેવાલ છે. બન્નેએ એકબીજાને ફોટો કરતા આ ચર્ચા જોરો પર છે.જો કે બન્નેમાંથી કોઈએ આ મુદ્દે કંઈ કહ્યું નંથી.
જણાવી દઈએ કે, રાશા થડાની ટૂંક સમયમાં અજય દેવગનના ભત્રીજા અમન દેવગન સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. શૂટિંગ દરમિયાનના રાશાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં તે સેટ જોવા મળી રહી છે.
રાશા હાલ 12th માટે બોર્ડ પરીક્ષાની તૈયારી કરી રહી છે. અભિનેત્રીએ જણાવ્યું કે તેની બોર્ડ પરીક્ષાઓ 10 દિવસમાં શરૂ થવા જઈ રહી છે અને તેનું પહેલું પેપર ભૂગોળનું છે.
રાશા થડાનીની ડેબ્યુ ફિલ્મ આઝાદ 17 જાન્યુઆરી 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ દિવસોમાં અભિનેત્રી પોતાની ફિલ્મના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત છે. આ એક લવ સ્ટોરી ફિલ્મ છે.












Click it and Unblock the Notifications
