રશ્મિકા અને વિજય લગ્ન પહેલા જ લિવ-ઈનમાં રહે છે? સગાઈ ક્યારે કરશે? શું છે તેમના રિલેશનની સચ્ચાઈ?
Rashmika Mandanna-Vijay Deverakonda: સાઉથ ઈન્ડસ્ટ્રીના ફેમસ કપલ રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડા ઘણીવાર તેમના સંબંધોના કારણે ચર્ચામાં રહે છે. આ કપલે ભલે પોતાના રિલેશનને ઓફિશિયલ જાહેર ન કર્યું હોય, પરંતુ આ કપલ ઘણીવાર વેકેશન પર સાથે જોવા મળે છે.
રિપોર્ટસ અનુસાર, રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા આ વર્ષે ફેબ્રુઆરીમાં સગાઈ કરવા જઈ રહ્યા છે. જોકે, બાદમાં તેમના નજીકના સંબંધીઓએ આ સમાચારને માત્ર અફવા ગણાવી હતી. હવે હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, કપલની નજીકના એક વ્યક્તિએ ખુલાસો કર્યો કે તે બંને લિવ-ઈન રિલેશનશિપમાં છે અને સાથે ખૂબ જ ખુશ છે.

એવું પણ સામે આવ્યું છે કે બંને ફેબ્રુઆરીમાં સગાઈ કરવાના નથી. બંને પાસે ઘણા પ્રોજેક્ટ છે અને તેઓ પોતાના કામમાં ખૂબ વ્યસ્ત છે. હાલમાં આ કપલ પોતાની કારકિર્દી પર ધ્યાન આપવા માંગે છે અને તેથી તેમની સગાઈ કરવાની કોઈ યોજના નથી. જોકે, અત્યાર સુધી રશ્મિકા અને વિજય દેવરકોંડાએ તેમના સંબંધો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.
માહિતી આપતાં સૂત્રએ જણાવ્યું હતું કે, "હાલ આ અહેવાલોમાં કોઈ સત્ય નથી. રશ્મિકા અને વિજય હજુ સુધી તેમના સંબંધોને સત્તાવાર બનાવવા માંગતા નથી. બંને એકબીજા સાથે ખૂબ જ ખુશ છે અને એકબીજાને સમજે છે. હાલમાં બંને તેમની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે અને તેમને સગાઈ કરવાની જરૂર નથી લાગતી."
રશ્મિકા મંદાનાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તે તાજેતરમાં સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ એનિમલમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં અભિનેત્રીએ પહેલીવાર રણબીર કપૂર સાથે સ્ક્રીન શેર કરી હતી. એનિમલ ફિલ્મે બૉક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. આમાં રશ્મિકાની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ પછી, તે ટૂંક સમયમાં અલ્લુ અર્જુન સાથે ફિલ્મ પુષ્પાઃ ધ રૂલમાં જોવા મળશે. વિજય દેવરકોંડા ફેમિલી સ્ટાર અને વીડી 12માં જોવા મળશે.












Click it and Unblock the Notifications
