રવીના ટંડને દીકરી ઈશા સાથે સોમનાથ મંદિરમાં કર્યા મહાદેવના દર્શન, જુઓ Video
Raveena Tandon Somnath Temple: બૉલિવુડ અભિનેત્રી રવિના ટંડન હાલમાં તેની આગામી વેબ સીરિઝ 'કર્મા કોલિંગ' માટે સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે. તેમની આ વેબ સીરિઝ 26 જાન્યુઆરી, 2024ના રોજ OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થઈ રહી છે.
તેની વેબ સિરીઝની રિલીઝ પહેલા અભિનેત્રી મહાદેવના આશીર્વાદ લેવા સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર પહોંચી હતી. આ દરમિયાન તેની પુત્રી રાશા થડાની પણ તેની સાથે જોવા મળી હતી.

રવિના ટંડને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી અને તેની પુત્રી રાશા સોમનાથ મંદિરમાં ભોલેનાથના દર્શન કરતી જોવા મળે છે. વીડિયોમાં રવિના ટંડન સાડી પહેરેલી જોવા મળી રહી છે.
રવિના ટંડને ગળાનો હાર, કાનની બુટ્ટી અને ખુલ્લા વાળ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. આ અવસર પર પુત્રી રાશા થડાની ગુલાબી સૂટ પહેરેલી જોવા મળી હતી જેને તેણે પીળા દુપટ્ટા સાથે પેર કરી હતી.
રવિના ટંડન દ્વારા શેર કરવામાં આવેલ વીડિયોમાં મંદિર સંકુલની અંદરની એક ઝલકથી લઈને સ્થાનિક બજારમાં ફરવા સુધીની વસ્તુઓનો સમાવેશ થાય છે. આ પ્રસંગે માતા રવિના ટંડન અને પુત્રી રાશા બંનેએ કપાળ પર શિવનું તિલક લગાવ્યું હતું. સોમનાથ મંદિરની મુલાકાત લેતી વખતે આ વીડિયો શેર કરતા રવિના ટંડને કેપ્શનમાં લખ્યું છે - હર હર મહાદેવ.
રવિના ટંડન ટૂંક સમયમાં વેબ સીરિઝ 'કર્મા કોલિંગ'માં જોવા મળશે. આ સિવાય તે વેલકમ ફ્રેન્ચાઈઝીની ત્રીજી સિક્વલ 'વેલકમ ટુ ધ જંગલ'માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, દિશા પટણી, અરશદ વારસી, શ્રેયસ તલપડે, સંજય દત્ત, જેકલીન ફર્નાન્ડીઝ, જોની લીવર, રાજપાલ યાદવ જેવા ઘણા કલાકારો કામ કરી રહ્યા છે. રવિના ટંડનની દીકરી રાશા થડાની પણ આ વર્ષે બૉલિવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.












Click it and Unblock the Notifications
