રવીના ટંડનની દીકરી છે ખૂબ જ સુંદર, લેટેસ્ટ વીડિયોમાં બતાવ્યુ ગ્લેમર
રવીના ટંડન પોતાની દીકરી રશા સાથે પણ મઝાના સોંગ વીડિયો શેર કરતી રહે છે. જુઓ લેટેસ્ટ વીડિયો.
મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી રવીના ટંડન ફિલ્મોથી તો દૂર છે પરંતુ સોશિયલ મીડિયા પર પણ ઘણી સક્રિય છે. રવીના ટંડન પોતાના ફેન્સ માટે રોજ કોઈને કોઈ વીડિયો અને ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. રવીના ટંડન પોતાની દીકરી રશા સાથે પણ મઝાના સોંગ વીડિયો શેર કરતી રહે છે. રવીના ટંડન અને રશા એક સાથે એક જેવા ડ્રેસમાં જોવા મળે છે. આ વીડિયોમાં રવીના ટંડનનો તેની દીકરી સાથેનો પ્રેમ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આ નવા વીડિયોમમાં રશા અને રવીના ટંડને રેડ સ્વિમ વેર પહેર્યુ છે. મા-દીકરી કરતા વધુ બંને એક સાથે દોસ્ત જેવા દેખાઈ રહ્યા છે. રવીના ટંડનની જેમ તેની દીકરી પણ ખૂબ જ સુંદર છે પરંતુ ખુદને લાઈમલાઈટથી દૂર રાખવાનુ પસંદ કરે છે.

રશા ટંડન પોતાની માની જેમ ડાંસમાં માહિર છે. રશાનુ ફોકસ ફિલ્મો પર છે કે નહિ એ તો દૂરની વાત છે પરંતુ એક્શન સાથે જોડાયેલ ટ્રેનિંગ રશા લઈ ચૂકી છે. રશા ટંડને માર્શલ આર્ટસના ફૉર્મ તાઈક્વાંડોમાં બ્લેક બેલ્ટ મેળવ્યો છે. રવીનાએ દીકરીની પ્રશંસા પણ કરી હતી. તમને જણાવી દઈએ કે અનિલ થડાની વર્ષ 2004માં લગ્નના એક વર્ષ બાદ જુલાઈ 2005માં રવીના ટંડનની દીકરીનો જન્મ થયો હતો. રાશા થડાનીની ઉંમર 16 વર્ષની છે. તે રવીનાની જેમ કેમેરા ફ્રેન્ડલી છે.
બાકીની સ્ટાર કિડ્ઝની જેમ રશા પોતાનો બૉલિવુડ પાર્ટીઝથી દૂર રાખે છે. તેનુ ફોકસ અભ્યાસ પર વધુ રહે છે. હાલમાં જ દીકરી માટે રવીના ટંડને એક પોસ્ટ કરીને લખ્યુ હતુ કે મારી દીકરી એ સ્ટાર રાશા થડાની. તમને જણાવી દઈએ કે રવીના ટંડને 8 વર્ષની છાયા અને 11 વર્ષની પૂજાને પણ અડૉપ્ટ કરી હતી. રવીનાને એક દીકરો પણ છે જેનુ નામ રણબીર છે. છાયા અને પૂજાના લગ્ન થઈ ચૂક્યા છે.












Click it and Unblock the Notifications
