KGF Chapter 2થી રવીના ટંડનનો ધમાકેદાર ફર્સ્ટ લુક
KGF Chapter 2થી રવીના ટંડનનો ધમાકેદાર ફર્સ્ટ લુક
યશ, સંજય દત્ત અને રવીના ટંડનની ફિલ્મ કેજીએફ ચેપ્ટર 2 ચર્ચામાં છે. ફિલ્મની ધમાકેદાર સ્ટારકાસ્ટ આનું એક મોટું કારણ છે. હાલમાં જ ફિલ્મમેકર્સે KGF 2થી રવીના ટંડનનો લુક જાહેર કર્યો છે. રવીનાના જન્મદિવસના અવસર પર કેજીએફ તરફથી તેમનો ધમાકેદાર લુક જોવા મળ્યો છે. જેને ખુદ રવીના ટંડને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ તસવીરોમાં તેઓ ખુબ નિડર અને ગંભીર જણાઈ રહ્યાં છે.
રવીના ટંડને KGF 2થી પોતાના ફર્સ્ટ લુકને શેર કરતા લખ્યું, ક્રૂરતાનો જવાબ, હાજર છે KGF ચેપ્ટર 2થી રામિકા સેન. સાથે જ રવીના ટંડને ફિલ્મમેકર્સને પોતાના જન્મદિવસ પર આ શાનદાર ગિફ્ટ આપવા માટે આભાર વ્યક્ત કર્યો. આ પોસ્ટરમાં રવીના ટંડન મહરૂન સાડી પહેરી, કપાળે બિંદી લગાવી જબરદસ્ત એક્સપ્રેશન આપતી જોવા મળી રહી છે. આ લુકથી અંદાજો લગાવી શકાય છે કે રવીનાનો રોલ જબરદસ્ત હશે.

KGF 2ની સ્ટારકાસ્ટ
રવીના ટંડન ઉપરાંત KGF 2માં યશ, સંજય દત્ત, અનંત નાગ, પ્રકાશ રાજ, બાલાકૃષ્ણા, માલવિકા અવિનાશ જેવા કેટલાય સ્ટાર્સ છે જે બધા મહત્વની ભૂમિકા નિભાવતા જોવા મળશે. હાલ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. યશના ફેન્સ આતુરતાથી ફિલ્મનો ઈંતેજાર કરી રહ્યા છે. ઉમ્મીદ કરવામાં આવી રહી છે કે આગલા વર્ષે જાન્યુઆરી સુધી આ ફિલ્મ રિલીઝ થઈ જશે.

સંજય દત્ત
કેટલાક દિવસ પહેલા જ KGF 2થી સંજય દત્તનો લુક પણ ફિલ્મ નિર્માતાઓએ શેર કર્યો હતો. આ ફિલ્મમાં તેઓ અધીરાના રોલમાં જોવા મ્યા છે. સંજય દત્તના ફર્સ્ટ લુકને પહેલેથી જ ખુબ પસંદ કરવામા આવ્યો છે.

KGF 2
KGF 2ની વાત કરીએ તો આ એક એક્શન ફિલ્મ છે જેને પરેશનાથ નીલ નિર્દેશિત કરી રહ્યા છે. આ ફિલ્મ વર્ષ 2018માં આવેલી કેજીએફ ચેપ્ટર વનની સીક્વલ છે જેને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી હતી.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ?









Click it and Unblock the Notifications
