બાપ રે... એમપીના માર્ગો તો કેડ ભાંગી નાંખે : રવીના
મુંબઈ, 1 જાન્યુઆરી : અત્યાર સુધી તો માત્ર કોંગ્રેસ નેતાઓ જ મધ્ય પ્રદેશના માર્ગો માટે ભાજપ વિરુદ્ધ નિવેદનો કરતા હતાં, પરંતુ હવે તો ફિલ્મી સિતારાઓ પણ ભાજપને એમપીના માર્ગો અંગે ટોકવા લાગ્યાં છે. રવિવારે ગ્વાલિયર કાર્નિવલ માટે એમપીના માર્ગોની સહેલગાહ અભિનેત્રી રવીના ટંડનને ભારી પડી ગઈ.

ગાડીમાંથી ઉતર્યા બાદ રવીનાએ જણાવ્યું કે આ પ્રવાસ બાદ તેમની કેડ ભાંગી ગઈ. તેઓ પાતાના આ કષ્ટદાયક પ્રવાસને ક્યારેય નહીં ભુલી શકશે. રવીનાએ જણાવ્યું કે તેમને ખજુહારો જોવાની ઇચ્છા હતી કે જેના માટે તેઓ ઝાંસીથી અહીં સુધી મોટર માર્ગે આવ્યાં, પરંતુ રોડની ખખડધજ હાલતના કારણે તેમના આખા શરીરે પીડા થઈ રહી છે. ખખડધજ માર્ગોએ તેમની મજા બગાડી નાંખી.
રવીના ટંડન અગાઉ હેમા માલિનીએ પણ એમપીના રસ્તાઓ અંગે કંઇક આવા જ વિચારો રજુ કર્યા હતાં. પછી કોંગ્રેસે રાજ્યની ભાજપ સરકાર વિરુદ્ધ મોર્ચો માંડ્યો હતો. જોઇએ આ વખતે રવીનાના આવા અનુભવથી કયા પ્રકારનો હોબાળો ઊભો થાય છે. રવીના ટંડને જણાવ્યું કે રસ્તાઓની ખરાબીની સીધી અસર રાજ્યના પ્રવાસન ઉદ્યોગ પર પડશે કે જેના કારણે લોકો અહીં આવવાનું ટાળશે. તેથી આ સમસ્યાનો ઉકેલ જરૂરી છે.












Click it and Unblock the Notifications
