Interesting : આ 6 કારણો બનાવે છે જૅકલીનને બૉલીવુડની Next કૅટરીના
મુંબઈ, 29 જુલાઈ : બૉલીવુડમાં હાલમાં સૌથી ચર્ચિત અભિનેત્રી કોઈ હોય, તો તે શ્રીલંકન બ્યૂટી જૅકલીન ફર્નાન્ડીઝ છે. સલમાન ખાન સાથે પહેલી વાર સ્ક્રીન શૅર કરનાર જૅકલીન કિક ફિલ્મના પ્રદર્શનથી ખૂબ જ ખુશ છે. ફિલ્મમાં જૅકલીનના અભિનયના પણ વખાણ થતાં તેઓ હવામાં ઉડી રહ્યાં છે.
જૅકલીન ફર્નાન્ડીઝની આ ઝળહળતી સફળતા બૉલીવુડની અનેક અભિનેત્રીઓની ઉંઘ ઉડાડી દેશે. જૅકલીન કિકના ટ્રેલર રિલીઝથી જ સતત લાઇમલાઇટમાં છે.
જૅકલીન ફર્નાન્ડીઝ અગાઉ મલ્ટી-સ્ટારર ફિલ્મોમાં જ દેખાયા હતાં કે જેમાંની અમુક હિટ પણ થઈ હતી, પરંતુ કિક એવી પહેલી ફિલ્મ છે કે જેમાં તેઓ લીડ રોલમાં છે અને જે બૉક્સ ઑફિસે બૉમ્બ સાબિત થઈ છે. એક રીતે જોવા જઇએ તો સલમાન ખાને સાજિદ નડિયાદવાલાની દિગ્દર્શન ડેબ્યુ વાળી ફિલ્મ કિક દ્વારા જૅકલીનને રિ-લૉન્ચ જ કરી છે.
કિક ફિલ્મમાં જૅકલીનની એક્ટિંગ જોયા બાદ લોકો આપણે કહી શકીએ કે જૅકલીન ફર્નાન્ડીઝ બૉલીવુડની આગામી કૅટરીના કૈફ છે અને તેની પાછળના અનેક કારણો પણ છે. પહેલુ કારણ તો એ છે કે સલમાને જૅકલીનની જેમ કૅટરીનાને પણ પોતાની ફિલ્મમાં રિ-લૉન્ચ કરી હતી. બૂમથી બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર કૅટને ઓળખ મળી સલમાનની ફિલ્મ મૈંને પ્યાર ક્યોં કિયા ફિલ્મથી. જૅકલીનની બાબતમાં પણ આવુ જ છે. જૅકલીને અલાદીન અને ના જાને કહાં સે આયી હૈ જેવી ફ્લૉપ ફિલ્મોથી શરુઆત કર્યા બાદ રેસ 2 અને હાઉસફુલ 2 જેવી સફળ, પણ મલ્ટી-સ્ટારર ફિલ્મ કરી કે જેમાં તેમના ખાસ ઓળખ ન મળી. આમ, સલમાને કૅટની જેમ જૅકને કિક ફિલ્મ વડે રિ-લૉન્ચ કરી.
ચાલો તસવીરો સાથે જાણીએ કે શા માટે જૅકલીન ફર્નાન્ડીઝ બૉલીવુડની નવી કૅટરીના કૈફ છે?

કૅટની નિષ્ફળ શરુઆત
કૅટરીના કૈફે બૉલીવુડમાં બૂમ ફિલ્મ સાથે કૅરિયર શરૂ કર્યુ હતું કે જે ફ્લૉપ રહી હતી.

જૅક પણ નિષ્ફળ
જૅકલીન ફર્નાન્ડીઝ પણ અલાદીન જેવી ફ્લૉપ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં એન્ટર થયાં.

સલમાને કૅટને કરી રિ-લૉન્ચ
કૅટરીના કૈફને ઓળખ મળી સલમાન ખાનની ફિલ્મ મૈંને પ્યાર ક્યોં કિયાથી. આ ફિલ્મ દ્વારા સલમાને કૅટને બૉલીવુડમાં રિ-લૉન્ચ કરી હતી.

જૅક પણ રિ-લૉન્ચ્ડ
કૅટની જેમ જૅકલીન ફર્નાન્ડીઝ માટે પણ સલમાનની ફિલ્મ રિ-લૉન્ચિંગ જેવી સાબિત થઈ છે. કિક સાથે જ જૅકલીનને બૉલીવુડમાં ઓળખ મળી ગઈ છે.

સલમાન-કૅટ
મૈંને પ્યાર ક્યોં કિયા બાદ પણ કૅટરીના કૈફ અને સલમાન ખાન વચ્ચે લિંક-અપના સમાચારો સામાન્ય થઈ ગયા હતાં. સલમાને કૅટ સાથે એક થા ટાઇગર અને પાર્ટનર જેવી ફિલ્મો પણ કરી હતી.

સલમાન-જૅકલીન
કિક ફિલ્મના શૂટિંગ અને પ્રમોટિંગના લાંબા સમયગાળા દરમિયાન સલમાનનું જૅકલીન ફર્નાન્ડીઝ સાથે લિંક-અપ પણ ચર્ચામાં રહ્યું. પ્રમોશન દરમિયાન પણ સલમાન-જૅક ઘણી વખત કોઝી બન્યા હતાં. એટલુ જ નહીં, સલમાને જૅકલીનને જેકેએફ તરીકે પણ સંબોધી હતી કે જેનો મીડિયામાં અર્થ ગયો હતો જૅકલીન ફર્નાન્ડીઝ ખાન.

કૅટને કારનો ઉપહાર
સલમાન ખાને કૅટ સાથેના લિંક-અપ દરમિયાન તેમને કાર સહિત અનેક પ્રકારના ઉપહારો આપ્યા હતાં.

જૅકને પણ ઉપહાર
સલમાને જૅકલીન ઉપર પણ ઉપહારોનો વરસાદ શરૂ કર્યો છે. સલમાને જૅકલીનને એક પેંટિંગ ગિફ્ટ કરી છે કે જે તેમણે બે રાત જાગીને બનાવી છે. એટલુ જ નહીં, સલમાને જૅકલીનને થોડાક દિવસ પહેલા જ ઑડી કાર પણ ભેંટ કરી છે.

કૅટ ફિરંગી
સલમાન સાથે લિંક-અપ ધરાવતાં કૅટરીના કૈફનો લુક ફિરંગી છે. કૅટને હિન્દી પણ બરાબર નથી આવડતી અને સલમાને જ તેમને આ ભાષા શીખવાડી હતી.

જૅક પણ ફિરંગી
કૅટની જેમ જૅક પણ ફિરંગી લુક ધરાવે છે. જૅકલીનને પણ હિન્દી નથી આવડતી. જૅકલીને જણાવ્યુ પણ હતું કે કિકના શૂટિંગ દરમિયાન હિન્દી શીખવામાં સલમાને તેમની ખૂબ મદદ કરી.

બ્યુટી વિથ નો એક્ટિંગ
કૅટરીના કૈફને બૉલીવુડમાં બ્યુટી વિથ નો એક્ટિંગ અભિનેત્રી તરીકે ઓળખવામાં આવે

જૅક પણ...
જૅકલીન ફર્નાન્ડીઝ પણ સુંદર છે, પરંતુ તેમની એક્ટિંગના અત્યાર સુધી ભારોભાર વખાણ ક્યારેય નથી થયાં.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
