REASONS: "યે જવાની હૈ દિવાની" કરતા બિલકુલ અલગ છે, "તમાશા"
ઇમ્તિયાઝ અલીની આગામી ફિલ્મ "તમાશા"નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. અને અમે એ વિશ્વાસથી કહી રહ્યાં છેકે આ ફિલ્મ બાકીની બધી જ ફિલ્મો કરતા અલગ છે. દિપીકા પાદુકોણ અને રણબીર કપૂરની જોડીની સાથે ઇમ્તીયાઝ અલીનું પરફેક્ટ ડાયરેક્શન. એક બોલીવુડ ફેનને આનાથી વધુ શું જોઇએ.
વેલ, વાત એમ છેકે ટ્રેલર રિલીઝ થતાની સાથે જ લોકોએ "તમાશા"ની સરખામણી "યે જવાની હૈ દિવાની" સાથે કરવાની શરૂઆત કરી દીધી હતી. તમને જણાવી દઇએ કે બંને ફિલ્મોમાં રણબીર અને દિપીકાની જોડીને છોડીને કઇ જ સરખુ નથી.
અહીં જાણો એ 10 કારણ કે "યે જવાની હૈ દિવાની" કરતા "તમાશા" કેમ અલગ છે.

રણબીર કપૂર
જી હા, "તમાશા"નો રણબીર એટલે કે વેદ.."યે જવાની હૈ દિવાની"ના બિંદાસ બન્ની કરતા ઘણો અલગ છે. ટ્રેલર જોઇને કહી શકાય કે રણબીર ફિલ્મમાં બે પ્રકારનો રોલ કરી રહ્યો છે. એક બિંદાસ અને એક ગંભીર.....

દિપીકા પાદુકોણ
જી હા, "યે જવાની હૈ દિવાની"ની નૈનાને યાદ કરો....અને આ છે, તારા..બોલ્ડ એન્ડ બ્યુટીફુલ....

ઇન્ટીમેટ સીન્સ
તૈયાર થઇ જાઓ..દિપીકા અને રણબીરના હોટ ઇન્ટીમેટ સીન્સ જોવા માટે. તમને યાદ અપાવી દઇકે કે યે જવાની હૈ દિવાનીમાં આવુ કઇ ન હતુ.

ડાયલોગ્સ
ઝંડ ફકીર, સુઅર કી ઓલાદ, મર જા સાલે, થેક્યું...આ છે "તમાશા"માં દિપીકાના ડાયલોગ્ઝ...શું નૈનાએ આમાંથી કઇ કહ્યું હતુ.

ઇમોશનલ
ઇમોશનલ તો "યે જવાની હૈ દિવાની" પણ હતી. પરંતુ આ ફિલ્મમાં તમે તેના કરતા પણ વધુ ઇમોશનલ થવાના છો. જી હા, જો ટ્રેલર જોઇને આંખો ભરાઇ આવે તો ફિલ્મ જોઇને શું થશે.

નો ફ્રેન્ડશીપ
જ્યાં "યે જવાની હૈ દિવાની"માં ફ્રેન્ડશીપના ઘણાં રૂલ્સ શીખવા મળ્યાં હતા. ત્યાં જ "તમાશા"માં કદાચ એવું કાઇ નથી.

નો કૉ-સ્ટાર્સ
"યે જવાની હૈ દિવાની"માં રણબીર અને દિપીકાની સાથે આદિત્ય અને કલ્કીના પાત્રો પણ એટલા જ જરૂરી હતા, પણ અહીં માત્ર રણબીર અને દિપીકા જ છે.

તમાશા
"તમાશા"માં તમને જોવા મળશે અઢળક તમાશો.....

લવ સ્ટોરી અલગ અલગ
ફિલ્મની ટેગ લાઇન છે, " Why always the same story"? તમે એવી આશા ચોક્કસ રાખી શકો છો કે ઇમ્તીયાઝ અલી આ વખતે કઇંક અલગ જ લઇને આવ્યાં છે.

ઇમ્તીયાઝ અલી
ઇમ્તીયાઝ અલી, એક એવા ડાયરેક્ટર છેકે જેમની મહેનત અને ટેલેન્ટ તેમની ફિલ્મોથી જ સમજી શકાય છે. તેમા કોઇ શક નથી કે ઇમ્તીયાઝ અલી સારા નિર્દેશકોમાંથી છે.
તમાશા
અહીં જુઓ રણબીર-દિપીકાના "તમાશા"નું ટ્રેલર....












Click it and Unblock the Notifications
