For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક્ટર બનવાં એંજીનિયરિંગ છોડી દેતાં ‘વિવેકાનંદ’

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 13 ઑગસ્ટ : સ્વામી વિવેકાનંદના જીવન પર નિર્મિત ફિલ્મ ધ લાઇટ સ્વામી વિવેકાનંદ આગામી 23મી ઑગસ્ટના રોજ રિલીઝ થઈ રહી છે. થિયેટર અભિનેતા દીપ ભટ્ટાચાર્યે ફિલ્મમાં સ્વામી વિવેકાનંદની ભૂમિકા ભજવી છે. દીપ કહે છે કે તેમને પોતાની પ્રથમ ફિલ્મનો આતુરતાપૂર્વક ઇંતેજાર છે.

thelightswamivivekananda

ઉત્પલ સિન્હા દિગ્દર્શિત ધ લાઇટ સ્વામી વિવેકાનંદ ફિલ્મમાં સ્વામી વિવેકાનંદના જીવનના વિવિધ તબક્કાઓ અને પાસાઓ રજૂ કરવામાં આવ્યાં છે. દીપ ભટ્ટાચાર્યે જણાવ્યું - ગુજરાતમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાઈ ગયું. મોદીને ફિલ્મ બહુ ગમી છે. ફિલ્મ 23મી ઑગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે.

દીપ ભટ્ટાચ્રાયે જણાવ્યું - મેં ધ લાઇટ સ્વામી વિવેકાનંદ ફિલ્મની મુખ્ય ભૂમિકા માટે ઑડિશન આપ્યુ હતું. મને આ સુંદરફિલ્મનો ભાગ બનવાની તક મળી. હું વ્યવસાયે કૉમ્પ્યુટર એંજીનિયર છું અને થિયેટર સાથે સમ્બંધ ધરાવુ છું, પણ અભિનય માટે મેં બધુંય છોડી દીધું. મને આશા છે કે ફિલ્મ સફળ રહેશે. મારા માટે ભાગ્યશાળી સાબિત થશે.

English summary
A biopic on Swami Vivekananda will come out on Aug 23, said theatre actor Deep Bhattacharya who plays the title role in it and added that he is a computer engineer by profession, but he has sacrificed everything to be an actor. he hope the film works well (for him).
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X