‘એક ચૂમ્મા તુ હમકો ઉધાર દે દે' વિવાદમાં ગોવિંદા અને શિલ્પાને હાઈકોર્ટમાંથી મોટી રાહત

ફિલ્મ અભિનેચા ગોવિંદા અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીને ફિલ્મ છોટે સરકારના ગીત ‘એક ચૂમ્મા તુ હમકો ઉધાર દે દે, બદલેમાં યુપી - બિહાર લે લે' મામલે રાહત મળ ગઈ છે.

ફિલ્મ અભિનેતા ગોવિંદા અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીને ફિલ્મ છોટે સરકારના ગીત 'એક ચૂમ્મા તુ હમકો ઉધાર દે દે, બદલેમે યુપી - બિહાર લે લે' મામલે રાહત મળી ગઈ છે. તેમની સામે ચાલી રહેલ કેસમાં ઝારખંડ હાઈકોર્ટે પાકુડ જિલ્લા અદાલતમાં ચાલી રહેલી કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. આ કેસની આગામી સુનાવણી માર્ચમાં નિર્ધારિત કરવામાં આવી છે.

શિલ્પા શેટ્ટી અને ગોવિંદાને હાઈકોર્ટમાંથી રાહત

શિલ્પા શેટ્ટી અને ગોવિંદાને હાઈકોર્ટમાંથી રાહત

ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને અભિનેતા ગોવિંદાની ફિલ્મ છોટે સરકારના એક ગીત ‘એક ચૂમ્મા તુ હમકો ઉધાર દે દે, બદલેમે યુપી - બિહાર લે લે' ના વિરોધમાં વકીલ મોહિની મોહન તિવારી દ્વારા ન્યાયાલયમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેના આધારે અદાલતે બંનેને સમન પાઠવ્યા હતા. પરંતુ સમન છતાં ગોવિંદા અને શિલ્પા શેટ્ટી હાજર નહોતા થયા. ત્યારબાદ અદાલતે બંને સામે વોરન્ટ જારી કર્યુ હતુ.

ગોવિંદાએ નિચલી અદાલતના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો

ગોવિંદાએ નિચલી અદાલતના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો

ગોવિંદા અને શિલ્પાએ પાકુડ જિલ્લા અદાલતના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને નીચલી અદાલતના આદેશને રદ કરવાની અપીલ કરી હતી. આ મામલે સુનાવણી દરમિયાન ગોવિંદાના વકીલે પક્ષ રાખ્યો અને કહ્યુ કે આ ગીત માત્ર મનોરંજનના ઉદ્દેશથી છે અને ગીતને માત્ર બંનેએ પડદા પર ફિલ્માવ્યુ છે. આ ગીત બંનેએ ના તો ગાયુ છે અને ના લખ્યુ છે.

હાઈકોર્ટે નિચલી અદાલતના આદેશ પર લગાવી રોક

હાઈકોર્ટે નિચલી અદાલતના આદેશ પર લગાવી રોક

ફિલ્મ સાથે જોડાયેલા ડિસ્ક્લેમરનો પણ વકીલે ઉલ્લેક કર્યો જેમાં કહેવામાં આવ્યુ હતુ કે આ ફિલ્મમાં બતાવેલા દ્રશ્ય, સંવાદથી કોઈનો કોઈ સંબંધ નથી અને આ માત્ર મનોરંજન માટે છે. વકીલે નિચલી અદાલતના નિર્ણયને રદ કરવાની માંગ કરી હતી. બંને તરફથી દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટે નિચલી અદાલતના ચુકાદા પર રોક લગાવી દીધી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X