વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ ‘દોબારા’માંથી અક્ષય આઉટ!
મુંબઈ, 28 જૂન : ફિલ્મ દિગ્દર્શક મિલન લુથરિયાની ફિલ્મ વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ અગેન હવે વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા તરીકે રિલીઝ થવાની છે અને આ નવા શીર્ષક સાથેનું નવું પોસ્ટર લૉન્ચ થઈ ગયું છે, પરંતુ મહત્વની બાબત એ છે કે નવા પોસ્ટરમાં માત્ર સોનાક્ષી-ઇમરાન દેખાઈ રહ્યાં છે, જ્યારે અક્ષય કુમાર ગાયબ થઈ ગયાં છે. ફિલ્મ હવે 15મી ઑગસ્ટે રિલીઝ કરવામાં આવશે.

માફિયા ગૅંગ પર આધારિત 2010ની ફિલ્મ વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈની આ સિક્વલનું નામ વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ અગેન હતું, પરંતુ તાજેતરમાં જ ફિલ્મનું નિર્માણ કરનાર કમ્પની બાલાજી મોશન પિક્ચર્સે નામ બદલી તેમાં અંગેનના સ્થાને દોબારા કરી નાંખ્યું અને હવે તાજેતરમાં જ નવા નામ સાથે પોસ્ટર પણ લૉન્ચ કરી દેવાયું.
જોકે આ પોસ્ટરમાંથી અક્ષય કુમાર ગાયબ છે. અગેન ધરાવતા પોસ્ટરમાં ઇમરાન ખાન અને અક્ષય કુમાર વચ્ચે સોનાક્ષી સિન્હા દેખાતા હતાં, જ્યારે નવા પોસ્ટરમાં સોનાક્ષી સિન્હા અને ઇમરાન ખાન ડાન્સ કરતાં નજરે પડી રહ્યાં છે. કહે છે કે અમર અકબર એન્થૉની ફિલ્મના તૈયબ અલી... ગીત ઉપર સોનાક્ષી-ઇમરાને ડાન્સ કર્યો છે, પરંતુ નવા પોસ્ટરમાં અક્ષય કુમાર નથી.
નોંધનીય છે કે વન્સ અપૉન ઍ ટાઇન ઇન મુંબઈ દોબારા એટલે કે ઓયૂટીએમડી હવે 15મી ઑગસ્ટે રિલીઝ થશે. અગાઉ તેની રિલીઝ ડેટ 8મી ઑગસ્ટ હતી કે જે દિવસે શાહરુખ ખાન તથા દીપિકા પાદુકોણે અભિનીત ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. તેથી ઓયૂટીએમડીની રિલીઝ ડેટ એક સપ્તાહ આગળ વધારી દેવાઈ છે.












Click it and Unblock the Notifications
