Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બૉલીવુડ હસીનાઓની કમાણી : શું સાચે જ હીરો કરતાં ઓછુ મહેનતાણુ છે આ?

મુંબઈ, 26 જૂન : બૉલીવુડમાં અભિનેતાઓના ભાવ વધુ હોય છે અને અભિનેત્રીઓના ઓછા. આ વાત તો સૌ જાણે છે. જોકે અભિનેત્રીઓના ભાવ પણ કેટલા હોય છે, તે અંગે ચોક્કસ ન કહી શકાય, પરંતુ જો સૂત્રોની માનીએ, તો તાજેતરમાં જ દરેક અભિનેત્રીની ફિલ્મ દીઠ ફીસની રકમનો ખુલાસો થયો છે.

મોટાભાગની હૉટ હસીનાઓ એમ માને છે કે અભિનેત્રીઓને તેમના કામ અને મહેનતના હિસાબે મહેનતાણુ નથી અપાતું. આવવુ માનનારાઓમાં વિદ્યા બાલનનો પણ સમાવેશ થાય છે કે જેઓ મહિલા કેન્દ્રિત ફિલ્મ કહાની અને ધ ડર્ટી પિક્ચર માટે ખૂબ જ લોકપ્રિય થયા હતાં.

ચાલો તસવીરો સાથે જોઇએ બૉલીવુડ હસીનાઓનું ફિલ્મ દીઠ મહેનતાણુ :

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ કથિત રીતે 8થી 15 કરોડ રુપિયા ફિલ્મ દીઠ લે છે. કૅટની બ્લૉક બસ્ટર ફિલ્મોમાં એક થા ટાઇગર, જબ તક હૈ જાન, ધૂમ 3નો સમાવેશ થાય છે.

કરીના કપૂર

કરીના કપૂર

કહે છે કે કરીના કપૂર દરેક ફિલ્મ માટે 10થી 14 કરોડની રકમ લે છે. તેમની છેલ્લી ફિલ્મ ગોરી તેરે પ્યાર મેં હતી.

વિદ્યા બાલન

વિદ્યા બાલન

વિદ્યા બાલનની પરફિલ્મ ફીસ છે 5થી 9 કરોડ રુપિયા. તેઓ કહાની અને ધ ડર્ટી પિક્ચર દ્વારા ખૂબ જ લોકપ્રિય થયાં. તેમની છેલ્લી ફિલ્મ શાદી કે સાઇડ ઇફેક્ટ્સ હતી, તો આવનાર ફિલ્મ બૉબી જાસૂસ છે.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

કહે છે કે પ્રિયંકા ચોપરા ફિલ્મ દીઠ 5થી 9 કરોડ રુપિયા લે છે. તેમની ખાસ ફિલ્મો છે અંદાઝ, ફૅશન, ક્રિશ 3 અને ગુન્ડે.

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણેનુ ફિલ્મ દીઠ મહેનતાણુ 5થી 8 કરોડ રુપિયા છે. કૉકટેલ, રેસ 2, યે જવાની હૈ દીવાની, ચેન્નઈ એક્સપ્રેસ અને રામલીલા જેવી ફિલ્મો આપનાર દીપિકા હવે પછી હૅપ્પી ન્યુ ઈયરમાં ચમકવાનાં છે.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્માનુ મહેનતાણુ ફિલ્મ દીઠ 3થી 8 કરોડ રુપિયા છે. તેમની છેલ્લી ફિલ્મ જબ તક હૈ જાન હતી અને આગામી ફિલ્મોમાં બૉમ્બે વેલ્વેટ, એનએચ 10, દિલ ધડકને દોનો સમાવેશ થાય છે.

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

દબંગ ગર્લ સોનાક્ષી સિન્હાનું ફિલ્મદીઠ મહેનતાણુ છે 3થી 7 કરોડ રુપિયા. દબંગ, રાઉડી રાઠોડ, જોકર, બુલેટ રાજા, હૉલીડે તેમની વિશેષ ફિલ્મો છે, તો આગામી ફિલ્મોમાં એક્શન જૅક્સનનો સમાવેશ થાય છે.

બિપાશા બાસુ

બિપાશા બાસુ

બિપાશા બાસુની ફીસ દરેક ફિલ્મની 4થી 5 કરોડ રુપિયા છે. રેસ, સિંગ્યુલરિટી, મોસ્ટ વેલકમ, નો એન્ટ્રી મેં એન્ટ્રી, રાઝ 3 અને હમશકલ્સ છે તેમની ફિલ્મોના નામ.

સોનમ કપૂર

સોનમ કપૂર

સોનમ કપૂર કથિત રીતે 2.5 કરોડ રુપિયા લે છે ફિલ્મદીઠ. તેમની ફિલ્મોમાં રાંઝણા, ભાગ મિલ્ખા ભાગ અને બેવકૂફિયાંનો સમાવેશ થાય છે.

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવતનુ ફિલ્મ દીઠ મહેનતાણુ 3થી 4.5 કરોડ રુપિયા છે. ક્વીન અને રિવૉલ્વર રાણી તેમની છેલ્લી ફિલ્મ હતી.

જૅકલીન ફર્નાન્ડીઝ

જૅકલીન ફર્નાન્ડીઝ

જૅકલીન ફર્નાન્ડીઝનો ફિલ્મ દીઠ ભાવ 3-4 કરોડ રુપિયા છે. હાઉસફુલ 2, રેસ 2 અને મર્ડર 2 તેમની છેલ્લી ફિલ્મો હતી, તો આગામી ફિલ્મ કિક છે.

અસીન

અસીન

અસીનનો ફિલ્મ દીઠ ભાવ 3-4 કરોડ રુપિયા છે. ગઝની, ખિલાડી 786, રેડી, બોલ બચ્ચન અને હાઉસફુલ 2માં કામ કરી ચુક્યાં છે અસીન.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X