• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2 States Review : શાદી કે લિયે પ્યાર જરૂરી હૈ, લેકિન ભારત મેં ઔર ભી સ્ટેપ્સ હૈં!

|

ફિલ્મ : 2 સ્ટેટ્સ

બૅનર : નડિયાદવાલા ગ્રાન્ડસન એંટરટેનમેંટ, ધર્મા પ્રોડક્શન્સ, યૂટીવી મોશન પિક્ચર્સ

નિર્માતા : સાજિદ નડિયાદવાલા, કરણ જૌહર

દિગ્દર્શક : અભિષેક વર્મન

સંગીત : શંકર-અહેસાન-લૉય

કલાકાર : આલિયા ભટ્ટ, અર્જુન કપૂર, રોનિત રૉય, અમૃતા સિંહ, શિવ સુબ્રહ્મણ્યમ, રેવતી

સ્ટાર : ***

‘હમેં લગતા હૈ કિ શાદી કે લિયે પ્યાર હોના બેહદ જરૂરી હૈ, લેકિન હમારે ઇન્ડિયા મેં ઔર ભી કઈ સ્ટેપ્સ હૈં। લડકી કે પરિવાર કો લડકે કે પરિવાર સે પ્યાર હોના ચાહિયે, લડકે કે પરિવાર કો લડકી કે પરિવાર સે પ્યાર હોના ચાહિયે। લડકી કે પરિવાર કો લડકે સે પ્યાર હોના ચાહિયે, લડકે કે પરિવાર કો લડકી સે પ્યાર હોના ચાહિયે ઔર ઇન સબકે બાદ અગર થોડા પ્યાર બચ જાય, તો લડકા ઔર લડકી શાદી કર લેતે હૈં।'

કરણ જૌહર અને સાજિદ નડિયાદવાલા નિર્મિત અને અભિષેક વર્મન દિગ્દર્શિત 2 સ્ટેટ્સ ફિલ્મનો આ ડાયલૉ ભલે બહુ લાંબો છે, પરંતુ તેમાં એક ભારતીય પરિવારમાં લગ્ન અંગે ઊભી થતી મુશ્કેલીઓ તેમજ લોકોની અપેક્ષાઓને ખૂબીપૂર્વક વ્યક્ત કરવામાં આવ્યાં છે. 2 સ્ટેટ્સ ફિલ્મ ચેતન ભગતની હિટ નવલકથા 2 સ્ટેટ્સ પર આધારિત છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ અને અર્જુન કપૂર મુખ્ય ભૂમિકામાં છે.

વાર્તા : 2 સ્ટેટ્સ ફિલ્મની વાર્તા છે એક તામિળ યુવતી અનન્યા (આલિયા ભટ્ટ) તેમજ ક્રિશ મલ્હોત્રા (અર્જુન કપૂર)ના પ્રેમની. બંનેની મુલાકાત ભારતીય પ્રબંધ સંસ્થાન-અમદાવાદ એટલે કે આઈઆઈએમએ ખાતે થાય છે અને તેમને એક-બીજા સાથે પ્રેમ થઈ જાય છે. ત્રણ વર્ષ સુધી એક-બીજાના પ્રેમમાં રહ્યા બાદ અંતે ક્રિશ અને અનન્યા એક-બીજાને પરણી જવાનો નિર્ણય કરે છે અને અહીંથી જ શરૂ થાય છે ક્રિશ-અનન્યાના પ્રેમની મુશ્કેલીભરી સફર. ક્રિશની નોકરી દિલ્હીમાં લાગે છે અને તે ટ્રાંસફર લઈ ચેન્નઈ જતો રહે છે. ત્યાં તે અનન્યાના માતા-પિતાને ઇમ્પ્રેસ કરવાની પુરતી કોશિશ કરે છે. અનન્યાને પણ ક્રિશના પરિવારને રિઝવવા બહુ મહેનત કરવી પડે છે. ફિલ્મમાં અનેક ઇંટરેસ્ટિંગ પૉઇંટ્સ છે કે જ્યાં આપની આંખોમાંથી આંસૂ સરી પડશે, તો કેટલીક એવી પળો પણ છે કે જ્યાં આપના ચહેરે સ્મિત ફરકી જશે.

ચાલો તસવીરો સાથે કરીએ 2 સ્ટેટ્સ ફિલ્મની સમીક્ષા :

અર્જુન કપૂર

અર્જુન કપૂર

અર્જુન કપૂરે પહેલી વાર એક સિમ્પલ અને પ્રેમાળ લવ-સ્ટોરી ધરાવતી ફિલ્મ કરી છે. 2 સ્ટેટ્સમાં ક્રિશ તરીકે અર્જુન ખૂબ જ ગંભીર અને એક એવા યુવાન તરીકે નજરે પડ્યા છે કે જેનાથી કોઈને પણ પ્રેમ થઈ જાય. તેનો પ્રેમ કરવાનો અંદાજ જ કંઈક એવો છે કે જે યુવતીઓને તેનુ ઘેલુ લગાડી દેશે.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટે ફિલ્મમાં એક તામિળ યુવતી અનન્યાનો રોલ કર્યો છે. અનન્યાના પાત્રમાં આલિયા પણ ગઝબના નજરે ચઢ્યાં છે. અનન્યાના પાત્રમાં પ્રાણ ફૂંકવા માટે આલિયાએ પોતાની જાતને અનન્યા જ સમજી અને તેના જ સ્થાને પોતાને મૂકીને તેમણે આ પાત્ર ભજવ્યું.

અમૃતા-રોનિત

અમૃતા-રોનિત

ખાસ તો અર્જુના પિતા તરીકે રોનિત રૉય અને માતા તરીકે અમૃતા સિંહનું જે અપનત્વ, અંડરસ્ટૅન્ડિંગ, માતા-પિતાના જે અહેસાસ ફિલ્મમાં નંખાયા છે, તો ઘણા ઇમ્પ્રેસિવ છે. અર્જુન કપૂર અને રોનિત રૉયના પિતા-પુત્રાના સીન્સ એટલા ઇમોશનલ તેમજ સુંદર છે કે લોકોની આંખો ભિંજાઈ જશે. બીજી બાજુ અમૃતા સિંહે અર્જુનના માતા તરીકે કરેલી અદાકારી બૉલીવુડની અત્યાર સુધીની તમામ હિટ માતાઓ કરતા જુદી અને હૃદયસ્પર્શી છે.

રેવતી-શિવકુમાર

રેવતી-શિવકુમાર

અનન્યાના માતા-પિતા તરીકે રેવતી તથા શિવકુમાર સુબ્રહ્મણ્યમે બેહતરીન અભિનય કર્યો છે. અનેક સીન્સમાં રેવતી-અનન્યા વચ્ચે કેટલાંક ઇમોશનલ સીન્સ દર્શકોને માતા-પુત્રી વચ્ચે એક સુંદર સંબંધ સાથે સંકળાયેલા અહેસાસનો અનુભવ કરાવશે.

કેમ જોવી જોઇએ 2 સ્ટેટ્સ?

કેમ જોવી જોઇએ 2 સ્ટેટ્સ?

2 સ્ટેટ્સ નવલકથા જો આપે વાંચી હોય, તો ફિલ્મ પાસે આપની અપેક્ષાઓ બહુ વધુ હશે, પણ ફિલ્મ તે અપેક્ષાઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેશે, પરંતુ એક ફિલ્મ તરીકે 2 સ્ટેટ્સ એક પરફેક્ટ લવ-સ્ટોરી છે. જોકે આખી લવ-સ્ટોરી તો ફર્સ્ટ હાફમાં જ ખતમ થઈ જાય છે અને સેકેંડ હાફમાં ફૅમિલી ડ્રામા જ છે.

English summary
2 states movie is based on Chetan Bhagat novel 2 States. Arun Kapoor and Alia Bhatt staring 2 States is releasing today worldwide. 2 States is a love story of Ananya and Krish, IIM graduate who wants to marry but face so much difficulties to convince their parents.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more