For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિવ્યૂ : છેલ્લે સુધી જકડી રાખે છે એબીસીડી

|
Google Oneindia Gujarati News

રેમો ડિસૂઝાના દિગ્દર્શન હેઠળની એની બડી કૅન ડાંસ એટલે કે એબીસીડી ફિલ્મ આ સપ્તાહે રિલીઝ થયેલી ફિલ્મો વચ્ચે કોઈ સરપ્રાઇઝ કરતાં ઓછી નથી. ગઈકાલે જ અક્ષય કુમારની સ્પેશિયલ 26 પણ રિલીઝ થઈ. એક બાજુ લોકોએ સ્પેશિયલ 26 પાસે ઘણી આશાઓ સેવી હતી, તો બીજી બાજુ રેમોની ફિલ્મ અંગે કોઈ ખાસ આશા નહોતી, પરંતુ રેમો ડિસૂઝાએ પોતાના હટકે પ્લૉટ અને બહેતરીન ડાંસ મૂવ્સ દ્વારા સૌને આશ્ચર્યમાં નાંખી દીધાં.

એબીસીડી ભારતની પ્રથમ 3ડી ડાંસ ફિલ્મ છે. એક ડાંસ સ્પર્ધા ઉપર આધારિત ફિલ્મ એબીસીડી દર્શકોને છેલ્લે સુધી જકડી રાખે છે અને અંતે દર્શકોના હૃદયમાં એક જીત અને ખુશીનો અહેસાસ છોડી જાય છે. આ એક એવી ફિલ્મ છે કે જેની સાથે દરેક ભારતીય પોતાને જોડાયેલુ પામશે.

પ્રભુ દેવા તમેજ ગણેશ આચાર્યનો ડાંસ લોકો માટે કોઇક ટ્રીટ કરતાં ઓછા નથી. અનેક ડાંસ સ્ટાઇલ્સ તો એવી છે કે જે જોઈ કદાચ આપની આંખો પહોળી થઈ જશે. ફિલ્મનો પ્લૉટ થોડોક નબળો છે કે જે તેનો માયનસ પૉઇન્ટ છે, બાકી ફિલ્મ ખૂબ બહેતરીન છે. બીજા ભાગમાં ફિલ્મની એડિટિંગ તથા ફિલ્મનું 2ડી ઇફેક્ટ થોડોક નબળો પડી ગયો. ફિલ્મનો ડાંસ ફિનાલે જાણે ભારત-પાકિસ્તાન ક્રિકેટ મૅચ જેટલો રોમાંચક છે. તે જોતા આપના હૃદયમાં કંઈક એવો જ રોમાંચ પેદા થઈ જશે.

વાર્તા : વિષ્ણુ (પ્રભુ દેવા) ડાંસ માટે ખૂબ પૅશનેટ છે. તે પોતાના પાર્ટનર (કે. કે. મેનન) સાથે મળી એક ડાંસ એકેડેમી શરૂ કરે છે. બાદમાં કે. કે. મેનન મૈનુપુલેટ કરવાનું શરૂ કરી દે છે અને વિષ્ણુ ખૂબ જ નિરાશ થઈ જાય છે. તે મુંબઈ છોડી પાછો પોતાના શહેર જવાનો નિર્ણય કરે છે અને ત્યારે જ તેની મુલાકાત એક ટૅલેંટેડ ડાંસિંગ ગ્રુપ સાથે થાય છે કે જે એક ડાંસ કૉમ્પીટિશનની તૈયારી કરતો હોય છે. વિષ્ણુ નક્કી કરે છે કે તે તેમને બહેતરીન ડાંસર્સ માટે ટ્રેન કરશે. ફિલ્મમાં કે. કે. મેનનની પરફૉર્મન્સ હંમેશા મુજબ બહેતરીન છે. તેમણે પોતાના પાત્ર સાથે પુરતો ન્યાય કર્યો છે. પ્રભુ દેવા પોતાના ડાંસમાં પરફેક્ટ દેખાય છે. એક્ટર તરીકે તેઓ ખાસ નથી, પણ ડાંસિંગમાં તેમને કોઈ હરાવી ન શકે. ફિલ્મના બાકીના તમામ પાત્રો સરેરાશ છે.

English summary
ABCD - Any Body Can Dance, directed by Remo D'Souza is one of the biggest surprises this weekend. While some of us expected Special Chabbis to be a good film, not many have high expectation from this Prabhu Deva, Kay Kay Menon, Ganesh Acharya and Lauren Gottlieb starrer film.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X