રિવ્યૂ : અર્થસભર કૉમેડી ફિલ્મ છે સ્પેશિયલ 26
આજના ધડ-માથા વગરની કૉમેડીના દોરમાં જો આપને કોઈ એવી ફિલ્મ જોવાની તક મળે કે જેમાં કૉમેડી પણ હોય, અને તે કૉમેડી મેં સેંસ પણ હોય, તો સાચે જ આ એક વખાણવા લાયક બાબત કહેવાય. ઍ વેડ્નસડે દ્વારા સેંસેબલ દિગ્દર્શક તરીકે બૉલીવુડમાં પોતાની શરુઆત કરનાર નીરજ પાન્ડેની ગઈકાલે રિલીઝ થયેલી ફિલ્મ સ્પેશિયલ 26 એવી જ ફિલ્મ છે. કૉમેડી સાથે સેં પણ છે અને સાથે જ બૉક્સ ઑફિસે ચાલવાની તમામ ખૂબીઓ પણ છે આ ફિલ્મમાં. અક્ષય કુમાર, મનોજ બાજપાઈ, જિમી શેરગિલ, કાજલ અગ્રવાલ તથા અનુપમ ખેર અભિનીત સ્પેશિયલ 26 એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે.
વાર્તા : સ્પેશિયલ 26 ફિલ્મની વાર્તા 1980ના દશકાના એક કૉન આર્ટિસ્ટ પર આધારિત છે કે જે બિઝનેસમૅન તથા પૉલિટિશિયન્સને ઇનકમટૅક્સ ઑફિસર બની ઠગે છે. વાર્તા 19મી માર્ચ, 1987ના રોજ બનેલા એક બનાવ પર આધારિત છે કે જ્યારે આ ગઠિયાના ગ્રુપે દિવસમાં મુંબઈના ત્રિભુવનદાસ ભીમજી ઝવેરીની ઑપેરા હાઉસ બ્રાંચમાં ઇનકમટૅક્સ રેડ કરી લાખોના દાગીના ચોરી લીધા હતાં. ફિલ્મમાં અક્ષય કુમારે ગઠિયાની ભૂમિકા ભજવી છે અને જિમી શેરગિલ તથા મનોજ બાજપાઈ પોલીસના પાત્રમાં છે.
અભિનય : સ્પેશિયલ 26ની ખાસ વાત એ છે કે ફિલ્મમાં દરેક એક્ટરે બહેતરીન પરફૉર્મન્સ આપી છે. જો આપ અક્ષય કુમારની કૉમેડી ફિલ્મોથી કંટાળી ગયા હોવ, તો આ ફિલ્મમાં અક્ષયની પરફૉર્મન્સ જુઓ. હાઉસફુલ 2 તથા ખિલાડી 786 બાદ આખરે અક્ષયે સ્પેશિયલ 26 માટે એક ઇંટેલિજંટ મેકઓવર કર્યું છે. મનોજ બાજપાઈએ હંમેશા મુજબ બહેતરીન અભિનય કર્યો છે અને ઇંટેલિજંસ ઑફિસર વસીમ ખાનના પાત્રમાં તેઓ બહેતરીન છે. બીજી બાજુ અનુપમ ખેરે પણ જાનદાર એક્ટિંગ કરી છે. તેમણે સાબિત કરી આપ્યું કે તેઓ એક બહેતરીન એક્ટર છે. નીરજ પાન્ડે સ્પેશિયલ 26થી એક કૉમન મૅનની તાકાત સામે લાવ્યા છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?







Click it and Unblock the Notifications
