Review : જીવનમાં કંટાળો હોય, તો જરૂર જોવા જેવી છે બેવકૂફિયાં!
મુંબઈ, 14 માર્ચ : સોનમ કપૂર અને આયુષ્માન ખુરાના અભિનીત બેવકૂફિયાં ફિલ્મ આજે રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મનું નામ જ એટલું ઇંટરેસ્ટિંગ છે કે ક્યાંકને ક્યાંક યંગસ્ટર્સના દિલમાં ઇચ્છા છે કે એક વાર તો ફિલ્મ જોવી જ જોઇએ. ફિલ્મના દિગ્દર્શક નૂપુર અસ્થાનાનું કહેવું છે કે પહેલા તો તેમની ફિલ્મનું નામ કોઈ બીજુ હતું, પણજ્યારે ફિલ્મનું ટાઇટલ સૉંગ બેવકૂફિયાં... લખવામાં આવ્યું, ત્યારે સના મોઢે આ શબ્દ એટલુ રુચી ગયું કે તેમણે ફિલ્મનું ટાઇટલ બદલીને બેવકૂફિયાં જ રાખી દીધું.
એમ પણ બેવકૂફિયાં ટાઇટલ યંગહ જનરેશનને વધુ એક્સાઇટેડ કરી રહ્યું છે. વળી, ફિલ્મમાં સોનમ કપૂર અને આયુષ્માન ખુરાનાની યંગ તથા હૅપ્પનિંગ જોડી પણ લોકોને પસંદ પડી રહી છે. સોનમ કપૂરે ભાગ મિલ્ખા ભાગ અને રાંઝણા બાદ હવે બેવકૂફિયાં ફિલ્મમાં પણ કોઈ હૉટ રોલ નથી કર્યો, પણ તેઓ એક સામાન્ય કૉર્પોરેટ વર્લ્ડમાં કામ કરનાર યુવતીના રોલમાં છે. આયુષ્માન ખુરાના આજના યંગ યુવાનોની વિચારસરણી તથા તેમની જિંદગીને પડદે ઉતારતાં દેખાયાં છે.
ચાલો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

માર્કેટિંગ એક્ઝીક્યૂટિવ આયુષ્માન
બેવકૂફિયાં ફિલ્મમાં આયુષ્માન ખુરાનાએ મોહિત ચડ્ઢા તરીકે એક એવા યુવાનનો રોલ કર્યો છે કે જે એક સામાન્ય માર્કેટિંગ એક્ઝીક્યૂટિવની નોકરી કરે છે અને એક દિવસ તેની નોકરી છુટી જાય છે.

ગર્લફ્રેન્ડ સોનમ કપૂર
મોહિતની ગર્લફ્રેન્ડ બની છે માયરા સહેગલ (સોનમ કપૂર) કે જે એક બૅંકર છે અને માસિક લાખો રુપિયા કમાય છે.

પરેશાન મોહિત
નોકરી છુટી જતાં મોહિત કઈ રીતે પોતાની ગર્લફ્રેન્ડ માયરાના પિતા વી કે સહેગલ (ઋષિ કપૂર)ને વિશ્વાસ અપાવી શકે કે તે તેમની દીકરીને પ્રેમ કરે છે, જવાબદારી ઉપાડવા તૈયાર છે અને લગ્ન બાદ તેને ખુશ રાખશે.

અને શરૂ થાય છે બેવકૂફિયાં
હવે માયરાને પામવા માટેની ઝુંબેશ શરૂ થાય છે અને તે સાથે જ શરૂ થાય છે બેવકૂફિયાં. મોહિતે કેવા-કેવા પાપડ વણવા પડે છે? આ જ છે ફિલ્મની વાર્તા.

કૉર્પોરેટના રંગે રંગાયાં સોનમ
સોનમ કપૂરે બેવકૂફિયાં ફિલ્મમાં એક કૉર્પોરેટ કર્મચારીનો રોલ કર્યો છે અને તેવા જ ડ્રેસિંગ સેન્સ, તેવી જ વિચારસરણી તથા તેવી જ લાઇફસ્ટાઇલ પડદા ઉપર જીવી બતાવી છે. એક બૅંકરની ઝિંદગી કેવી હોય છે, તે બાબતનુ પુરતુ ધ્યાન રાખ્યું છે સોનમે.

યંગસ્ટર્સ માટે મજાની ફિલ્મ
બેવકૂફિયાં યંગસ્ટર્સ માટે ઘણી ઇંટરેસ્ટિંગ અને મજાની ફિલ્મ છે.

ઋષિનો દમદાર અભિનય
ઋષિ કપૂરે વી કે સહેગલ તરીકે સોનમના પિતાની ભૂમિકામાં પ્રાણ ફૂંકી દીધાં છે. રીયલ લાઇફમાં ઋષિ કપૂર એક ખૂબ જ હૅપ્પનિંગ પિતા છે, પણ ફિલ્મમાં તેમણે એક ગુસ્સા વાળા અને પોતાની દીકરી અંગે ખૂબ જ પસેસિવ પિતાનો રોલ ભજવ્યો છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
