દબંગ 2 રિવ્યૂ : એક્શનમાં ગોથું ખાઈ ગયા ચુલબુલ પાન્ડે
ફિલ્મ : દબંગ 2
કલાકાર : સલમાન ખાન, સોનાક્ષી સિન્હા, વિનોદ ખન્ના, પ્રકાશ રાજ.
દિગ્દર્શક : અરબાઝ ખાન
સમીક્ષા : સલમાન ખાનની બહુચર્ચિત ફિલ્મ દબંગ 2 આજે થિયેટરોમાં પહોંચી ચુકી છે. ફિલ્મ અંગે જેટલું વિચારાતું હતું તેટલી સારી તો નથી, પણ હા, મનોરંજક ખૂબ ઝે. ફિલ્મમાં ફરી એક વાર સલમાન મિયાએ પૂરી તાકત લગાવી દીધી છે. ફિલ્મ જોઈ પોલીસ વાળા જ સૌથી વધુ ખુશ થશે. હંમેશ મુજબ સલ્લુ મિયા શ્રેષ્ઠ છે.

અરબાઝ ખાને સારું દિગ્દર્શન કર્યું છે. ફિલ્મ ઉપર તેમની પક્કડ છે, તો સોનાક્ષી સિન્હા દબંગ કરતાં વધુ સુંદર અને બોલ્ડ નજરે પડે છે. ફિલ્મમાં આ વખતે તેમને કામ પણ સારૂં અપાયું છે. મલાઇકા અરોરા ખાન આગળ કરીના કપૂર ચાલી ગયાં છે. તેમનું ફેવીકૉલ સૉંગ... સીટી બજાયે... ને પાછળ પાડે છે, તો દગાબાજ નૈના... ખૂબ સુરીલું પણ છે. સંગીત ઠીક છે. સલમાન ખાનની ફિલ્મ પાસે આપ માત્ર મનોરંજનની આશા સેવતા હોવ, તો સલમાને તે જ આપની સમક્ષ પિરસ્યું છે. હા આ વખતે તેઓ એક્શનમાં થોડાંક ગોથું ખાઈ ગયાં છે કે જેથી ફિલ્મનું સેકેંડ હાફ થોડુંક નબળુ પડી જાય છે. વિનોદ ખન્નાએ રાજ બબ્બરનું સ્થાન લીધું છે કે જે હંમેશની જેમ તેમની ઉપર ભારે પડે છે, તો સોનૂ સૂદનું સ્થાન પ્રકાશ રાજ લઈ શક્યા નથી. તેમનું અભિનય પણ સરેરાશ જ છે. સરવાળે ફિલ્મ મસ્ત છે કે જે સલમાનના પ્રશંસકોને ગમશે.
વાર્તા : કારણ કે ફિલ્મ દબંગ 2 દબંગની સિક્વલ છે, તેથી ફિલ્મની વાર્તા પણ ત્યાંથી જ શરૂ થાય છે કે જ્યાં દબંગ સમાપ્ત થઈ હતી. ચુલબુલ પાન્ડેને બહાદુરી માટે ઇનામ મળે છે અને તેમને કાનપુર મોકલવામાં આવે છે. ત્યાં તેઓ પોતાની પત્ની સોનાક્ષી ઉર્ફે રજ્જો સાથે પહોંચે છે. ફિલ્મમાં સલ્લુ અને સોનાની અનેક અંતરંગ પળો દર્શાવાઈ છે. ચુલબુલ પાન્ડેની મુલાકાત ત્યાંના દબંગ ધારાસભ્ય (એમએલએ) પ્રકાશ રાજ સાથે થાય છે. બસ અહીંથી જ શરૂ થાય છે સારાઈ અને નરસાઈ વચ્ચેની રમત કે જેમાં વિજય રૉબિન હુડ એટલે કે ચુલબુલ પાન્ડેનો જ થાય છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
