• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડ્રીમ ગર્લ રિવ્યુ: આયુષ્યમાન ખુરાનાનો એન્ટરટેઈનમેન્ટ ઓવરડોઝ

સોશ્યલ મિડિયાના આ યુગમાં વ્યકિત પાસે હજારો ઓનલાઈન ફ્રેન્ઝ છે પણ સાચા મિત્રો તો એકાદ જ હોય છે. આ સબક સાથે જ ડ્રીમ ગર્લને લઈ આવ્યા છે
|
Google Oneindia Gujarati News
Rating:
4.0/5
Star Cast: આયુષ્માન ખુરાના, નુસરત ભરૂચા, અન્નુ કપૂર
Director: રાજ શાંડિલ્ય

સોશ્યલ મિડિયાના આ યુગમાં વ્યકિત પાસે હજારો ઓનલાઈન ફ્રેન્ઝ છે પણ સાચા મિત્રો તો એકાદ જ હોય છે. આ સબક સાથે જ ડ્રીમ ગર્લને લઈ આવ્યા છે આ ફિલ્મના લેખક અને નિર્દેશક રાજ શાંડિલ્ય. પૂજા ઉર્ફ આયુષ્યમાન ખુરાના અને નુસરત ભરુચાની આ ફિલ્મમાં ભરપૂર મનોરંજન છે. કહેવું જરાય ખોટુ નથી કે આયુષ્યમાન ખુરાના પોતાની તમામ ફિલ્મોની પસંદગી સમજી-વિચારીને કરે છે. ફિલ્મની વાર્તા, હાસ્ય અને વ્યંગથી ભરપૂર સંવાદ અને દમદાર કલાકારો આ ફિલ્મને વધુ મજબૂત બનાવે છે. ફિલ્મની દરેક ક્ષણ તમને ગલગલીયા કરી જાય છે. જો કે સાથે સાથે જીવનની કેટલીક સત્યતાને પણ સમજાવી જાય છે.

ફિલ્મની કહાની

ફિલ્મની કહાની

બાળપણથી જ કરમવીર સિંહ (આયુષ્યમાન ખુરાના) સ્ત્રીઓના અવાજમાં વાત કરવામાં એક્સપર્ટ હોય છે. તે મોહલ્લાની રામલીલામાં સીતા બને છે અને જન્માષ્ટમીમાં કૃષ્મની રાધા. તેની આ કળાથી બધા જ પ્રભાવિત હોય છે. મોહલ્લાના લોકો તેને જોતા જ સીતામાતા કહી તેના ચરણ સ્પર્શ કરવા લાગે છે. જો કે તેના પિતા (અન્નુ કપૂર)ના માથે લોનનો ભાર હોય છે. જેને ચૂકવવા માટે કરમ નોકરીની શોધમાં હોય છે. તેને એક 'ફ્રેન્ડશિપ કોલ સેન્ટર' પર નોકરી મળે છે જ્યાં તેણે છોકરીની અવાજમાં લોકોનું મનોરંજન કરવાનું હોય છે. કોલ સેંન્ટરના માલિક (રાજેશ શર્મા) પણ કરમનો અવાજ સાંભળી આશ્ચર્યચકિત થઈ જાય છે અને તેને નોકરી પર રાખી લે છે.

કરમ પૂજા

કરમ પૂજા

અહીં કરમ પૂજા બની જાય છે. પૂજાના અવાજનો જાદુ આખા શહેરમાં ચાલી જાય છે. ઈસ્પેક્ટર, ડ્રાઈવર બધા જ પૂજાના નામની માળા જાપવા લાગે છે. પૂજા બધાની એકલતા દૂર કરે છે. જો કે પૂજાની અંદરનો કરમ પોતાને આ જંજાળમાંથી બહાર કાઢવા ઈચ્છે છે. તે પોતાની પ્રિય માહી (નુસરત ભરૂચા) ને ચાહીને પણ બધી વાત કહી શકતો નથી. આ બધી વાત વચ્ચે કરમને અહેસાસ થાય છે કે દુનિયામાં લોકો કેટલા એકલા છે. તેમને પોતાની વાત કહેવા માટે પણ એક પૂજાની જરૂર પડે છે. જ્યારે પૂજાના બધા જ ચાહનારા તેની સાથે લગ્ન કરવા ઈચ્છે છે અને તેને મળવાની જીદ કરે છે. ત્યારે પૂજાની મુશ્કેલી વધી જાય છે. હવે કરમ આ મુશ્કેલીમાંથી કઈ રીતે નીકળે છે અને તેના જીવનમાં કયો મોડ આવે છે, તે જોવા માટે તમારે સિનેમાઘરો સુધી જવું પડશે.

એક્ટિંગ

એક્ટિંગ

પૂજા ઉર્ફે કરમના કેરેક્ટરમાં આયુષ્યમાને લોકોના દિલ જીતી લીધા છે. તેના અવાજ સાથે તેના હાવભાવ પણ અત્યંત મોહક રહ્યા છે. ફિલ્મ એવી છે કે જેને લોકો જોતા જ રહી જાય. સીતા અને રાધાના વેષમાં આયુષ્યમાન મેકઅપ અને કોસ્ચ્યુમનું ખાસ ધ્યાન રખાયુ છે. અને નિર્દેશકે આ માટે ખૂબ મહેનત કરી છે. એમાં જરાય બે મત નથી કે આયુષ્યમાન પોતાની દરેક ફિલ્મ બાદ લોકોને આશ્ચર્યમાં નાખી દે છે. માહીના કેરેક્ટરમાં નુસરત ભરુચા સારી દેખાય છે. આયુષ્યમાન સાથે જેની જોડી જામે છે. ત્યાં જ સહાયક કલાકારોમાં અન્નુ કપૂર, મનજોત સિંહ, વિજય રાય, રાજેશ શર્મા, નિધિ બિષ્ટ વગેરેની ભૂમિકા પણ પ્રભાવશાળી રહી. ખાસ કરીને કરમના પિતા બનેલા અન્નુ કપૂરે પોતાના કેરેક્ટરને શરૂથી અંત સુધી મજબૂતાઈથી પકડી રાખ્યુ છે. નિર્દેશકે બધા જ કેરેક્ટરને પોતાની કળા દેખાડવાની પૂરીં તક આપી છે.

નિદર્શન અને ટેક્નીકલ પક્ષ

નિદર્શન અને ટેક્નીકલ પક્ષ

કપિલ શર્મા માટે અનેક સ્ક્રિપ્ટ લખી ચૂકેલા રાજ શાંડિલ્યએ પોતાની પહેલી ફિલ્મથી જ લોકોને જણાવી દીધુ છે કે તેમના લેખનમાં કેટલો દમ છે. રાજ શાંડિલ્યએ ફિલ્મની સ્ક્રીન પ્લે, ડાયલોગ્સ અને નિદર્શન ત્રણેમાં ખૂબ સારુ કામ કર્યુ છે. ફિલ્મના એકે એક ડાયલોગ મજાના અને વ્યંગ ભરેલા છે. જે ફિલ્મ શરૂ થતાની સાથે જ દર્શકોને પોતાની સાથે જોડી લે છે. ફિલ્મમાં ભરપૂર મનોરંજન છે, સાથે જ એવી ઘણીવાતો છે કે તત્કાળ પરિસ્થિતિમમાં એકદમ બંધબેસે તેવી છે. લોકોના જીવનમાં સોશ્યલ મિડિયાનો હસ્તક્ષેપ હોય કે એકાકી જીવનનું દુઃખ તમામ વાતોને આ ફિલ્મમાં શામેલ કરાઈ છે. એક સીનમાં કરમ કહે છે-માત્ર દારુ કે સિગરેટ પીવાથી તમે કોઈના ચરિત્ર પર સવાલ ઉઠાવી ન શકો. ફિલ્મ અનેક સામાજીક-માનસિક મુદ્દાઓને અડકીને નીકળી જાય છે. ફિલ્મને સારી રીતે સેનેમોટોગ્રાફી માટે અસીમ મિશ્રાના વખાણ કરવા પણ જરૂરી છે.

જોવી કે નહિં

જોવી કે નહિં

રાજ શાંડિલ્યના નિર્દર્શનમાં બનેલી ડ્રીમ ગર્લ એક કૌટુંબિક કથા ધરાવતી ફિલ્મ છે. જે લોકોનું ભરપૂર મનોરંજન કરે છે. એક નવી કહાણી, એક મજબૂત મેસેજ અને આયુષ્માન ખુરાના-અન્નુ કપૂરની ઉત્તમ કલાકારી માટે આ ફિલ્મ જોવા જરૂર જાવ. અમારા તરફથી ડ્રિમ ગર્લને મળે છે 4 સ્ટાર.

આ પણ વાંચો: 'ડ્રીમ ગર્લ' નો જબરદસ્ત ક્રેઝ, આયુષ્માનની સૌથી મોટી ઓપનર બનશે

English summary
Dream Girl Movie Review
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X