Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Film Review સ્ટ્રીટ ડાંસર: ડાંસ જબરદસ્ત, કહાની બકવાસ

Film Review સ્ટ્રીટ ડાંસર: ડાંસ જબરદસ્ત, કહાની બકવાસ

Rating:
2.5/5

જેવા પ્રભુદેવા ડાંસ ફ્લોર પર આવી "મુકાબલા" પર ડાસ કરવો શરૂ કરે છે કે તમે તેની સ્ટાઈલ અને કોરિયોગ્રાફીમાં મગ્ન થઈ જશો. 1994માં આવેલ આ ગીત આજે પણ એટલું જ ઉત્સાહિત કરે છે. આ ફિલ્મનો બેસ્ટ પાર્ટ છે તે કહેવું કંઈ ખોટું નથી.

કોઈ બે મંતવ્ય નથી કે આ સ્તરના ડાંસ કોરિયોગ્રાપી કોઈ બૉલીવુડ ફિલ્મમાં નહિ જોઈ હોય. પરંતુ આ ઉપરાંત, કહાનીથી લઈ અભિનય સુધી ફિલ્મ દરેક પક્ષમાં કમજોર છે. કહાનીમાં ગીત અને ડાંસ મુકાબલાની સાથેસાથે એટલા મુદ્દા, એટલા ટ્વિસ્ટ આપવાની કોશિશ કરવામા આવી કે એક સમય બાદ આ બહુ કંટાળાજનક થઈ જાય ચે. ગંભીર સામાજિક મુદ્દાઓ સાથે ડાંસ ટ્રેક બિલકુલ મેળ નથી ખાતો.

ફિલ્મની કહાની

ફિલ્મની કહાની

લંડનમાં રહેતા સહજ (વરુણ ધવન) અને ઈનાયત (શ્રદ્ધા કપૂર)ની પોતાનું અલગ ડાંસ ગ્રુપ છે, રૂલ બ્રેકર્સ અને સ્ટ્રીટ ડાંસર્સ. જ્યાં ઈનાયતની ટીમ રૂલ બ્રેકર્સમાં બધા પાકિસ્તાની છે, જ્યારે સહજની ટીમમાં ભારતીયો જ છે. સ્પષ્ટ છે કે બંને ટીમ વચ્ચે બિલકુલ નથી બનતી અને સમયે સમય તેમની વચ્ચે ડાંસ મુકાબલા થતા રહે છે. બંને એકબીજને નીચા દેખાડવાની કોશિશો કરવામાં લાગ્યા રહે ચે. એવામાં તેમને માલૂમ પડે છે કે લંડનમાં એક ડાંસ કોમ્પિટિશન થનાર છે, જ્યાં દુનિયાભરની સર્વશ્રેષ્ઠ ડાંસ ટીમો ભાગ લેશે. પરંતુ ડાંસ મુકાબલાની સાથોસાથ તેમના અંગત જીવનમાં પણ કેટલીય ચીજો બદલાતી જતી હતી. ઈનાયતને લંડનમાં રહેતા ભારતીય-પાકિસ્તાની અપ્રવાસિઓ વિશે જાણકારી મળે છે, જે માંડ કરીને પોતાનો ગુજારો કરે છે, પરંતુ પરત પોતાના દેશ નથી જઈ શકતા. જે બાદ ઈનાયતનો ઉદ્દેશ્ય મુકાબલો જીતી તેવા લોકોની મદદ કરવાનો હોય છે. બીજી તરફ ટીમના બાકી સભ્યોને પણ અહેસાસ થાય છે કે ડાંસ એક બીજાને નીચા દેખાડવાને બદલે કંઈક સારું કરવા માટે, સમાજમાં બદલાવ લાવવા માટે પણ કરવામાં આવી શકે છે. પરંતુ શું મુકાબલામાં સહજ તેમને જીતવા દેશે? તેની આજુબાજુમાં જ આખી કહાની ફર્યા કરે છે.

અભિનય

અભિનય

સહજ અને ઈનાયતના કેરેક્ટરમાં વરુણ ધવન-શ્રદ્ધા કપૂર સારા લાગે છે. ડાંસ મુકાબલામાં બંને કલાકારોની મહેનત સાફ દેખાય છે, પરંતુ ઈમોશનલ સીન્સમાં બંને કમજોર જોવા મળે છે. નોરા ફતેહીએ આ ફિલ્મમાં સરપ્રાઈઝ આપ્યું છે. માત્ર ડાંસ જ નહિ પણ પોતાના સંવાદોમાં પણ નોરાએ સારું કર્યું. પ્રભુદેવાએ સીટી વગાડવાના કેટલાય મોકા આપ્યા છે, તેમનો ડાંસ એક દ્રશ્યને કંઈક અલગ જ ઉંચાઈ પર લઈ જાય છે. જ્યારે અપારશક્તિ ખુરાનાએ પોતાની નાની એવી ભૂમિકા પૂરી સચ્ચાઈ સાથે નિભાવી છે. ડાંસર્સથી એક્ટર્સ બનેલા પુનીત પાઠક, ધર્મેશ, સલમાન યુસુફ, રાઘવ વગેરેએ વખાણવાલાયક કામ કર્યું છે. ક્લાઈમેક્સ ડાંસ મુકાબલામાં આ ખૂબ ચમક્યા છે.

નિર્દેશન

નિર્દેશન

એબીસીડી અને એબીસીડી 2 બાદ આ ડાંસ ફિલ્મને એલગ જ સ્તરે લઈ જવામાં રેમો ડિસૂજાએ કોઈ કસર છોડી નથી. પોતાના ઓપનિંગ સીન સાથે જ ફિલ્મ આ સ્પષ્ટ કરી દે ચે કે અહીં તમને શું મળશે. જેવો જ મુકાબલો વધે છે, ડાંસનું સ્તર પણ ઉંચું થઈ જાય ચે અને દરેક પ્રકારના ડાંસ ફોર્મને ફિલ્મમાં દેખાડવાની કોશિશ કરવામાં આવી છે. ભાંગડાથી લઈ લૉકિંગ પૉપિંગ, સ્લો મોશન સુધી. કોરિયોગ્રાફીમાં રેમોની કોઈ બરાબરી નથી, પરંતુ જ્યાં વાત કહાનીમાં ઈમોશનની આવે છે.. ત્યાં ફિલ્મ નબડી પડી જાય છે.

ટેક્નિકલ પક્ષ

ટેક્નિકલ પક્ષ

ફિલ્મ 3ડી ફોર્મેટમાં રિલીઝ કરવામાં આવી છે. અમુક ડાંસ સીન્સને છોડી ફિલ્મ માટે 3ડી કંઈક અસરદાર નથી. તુષાર હીરાનંદાનીની લચર પટકથા ફિલ્મનો સૌથી કમજોર પક્ષ છે. એક જ કહાનીમાં ડાંસ, રોમાંસ, મુકાબલો, દેશભક્તિ અને સામાજિક મુદ્દા દેખાડવા ફિલ્મને કમજોર કરી ગયો. યૂકેમાં રહેતા અપ્રવાસિઓનો મુદ્દો ઈમોશનલ કરતા કરતા રહી જાય છે. ફિલ્મના સંવાદ બેઅસર છે. વિજય કુમાર અરોરાની સિનેમેટોગ્રાફી સારી છે. જ્યારે મનન સાગર એડિટિંગ થોડી વદ ચુસ્ત થઈ શકતી હતી.

સંગીત

સંગીત

ફિલ્મમાં સચિન-જિગર, તનિષ્ક બાગચી, બાદશાહ અને ગુરુ રંધાવાએ સંગીત આપ્યું છે. જે એવરેજ છે. જો કે તમામ ગીતની કોરિયોગ્રાફી એટલી જબરદસ્ત છે કે તમારું ધ્યાન તે તરફ જ લાગ્યું રહી જાય ચે. પ્રભુદેવા પર ફિલ્માવવામાં આવેલ "મુકાબલા" ગીત જોવું જબરદસ્ત રહ્યું.

જોવી કે ના જોવી

જોવી કે ના જોવી

સિલ્વર સ્ક્રિન પર જબરદસ્ત ડાંસ બેટલની મજા લેવા માંગો છો, તો સ્ટ્રીટ ડાસર જરૂર જુઓ. રેમો ડિસૂજાના નિર્દેશનમાં બનેલ આ ફિલ્મ જબરદસ્ત ડાંસનો વાયદો પૂરો કરે ચે. આ ઉપરાંત કહાનીથી લઈ અભિનય સુધી ફિલ્મ એવરેજ છે. વનઈન્ડિયા તરફથી ફિલ્મ સ્ટ્રીટ ડાંસરને 2.5 સ્ટાર.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X