Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રિવ્યૂ : માત્ર સેક્સ, પીરિયડ, વૅક્સિંગની વાત કરતી ટીનેજ ગિપ્પી

ફિલ્મ : ગિપ્પી
દિગ્દર્શક : સોનમ નાયર
બૅનર : ધર્મા પ્રોડક્શન
નિર્માતા : કરણ જૌહર, હીરૂ જૌહર
કલાકાર : રિયા વિજ, તાહા શાહ, દિવ્યા દત્તા, જયતિ મોદી, દુર્વા ત્રિપાઠી, પંકજ ધીર, અરબાઝ કિડવાઈ, આદિત્ય દેશપાન્ડે

gippi

સમીક્ષા : કરણ જૌહરના ધર્મા પ્રોડક્શન હેઠળ નિર્મિત ગિપ્પી ફિલ્મ ઉપર ચર્ચા કરતાં અગાઉ અમે એક વાક્યમાં ફિલ્મનો સંદેશ આપને બતાવવા માંગીશું. આ સંદેશ છે - ટીનેજર્સ માટે સ્કૂલ માત્ર સેક્સ અને લવમેકિંગ ઉપર ચર્ચા કરવા માટે બન્યાં છે. આ ફિલ્મી ડ્રામા ભારતના ઉભરતા કલ્ચરની તસવીર રજૂ જરૂર કરે છે, પણ ક્યાંકને ક્યાં તેવા વર્ગને એવા માહોલ તરફ આકર્ષિત પણ કરે છે કે જે હજીય ભારતીય સંસ્કૃતિની આબોહવામાં ઉછરી રહ્યો છે. નિર્માતાઓ કહે છે કે આ ફિલ્મ ટીનેજર્ટ જ નહીં, પણ દરેક વયના લોકો માટે છે, પરંતુ અફસોસની વાત એ છે કે જે સંવાદો આ ફિલ્મમાં પ્રયોગ કરાયા છે, તે હાઈક્લાસ પરિવારોમાં પણ નથી હોતાં. સંવાદોમાં ટીનેજર છોકરીના શરીરમાં થતા ફેરફારો અંગે ખુલીને ચર્ચા કરાઈ છે. પીરિયડ એટલે કે માસિક ધર્મની વાત કરતી વખતે કોઈ પણ ભારતીય છોકરી ખચટાક અનુભવતી હોય છે. આ ફિલ્મે તે ખચકાટ તોડી દીધો. ખેર આરોગ્યની દૃષ્ટિએ સારી બાબત છે, પણ વાત જ્યારે વૅક્સિંગ તેમજ સ્તનોના આકાર ઉપર આવે છે, તો જો કોઈ પિતા પોતાની પુત્રી સાથે ફિલ્મ જોઈ રહ્યો હોય, તો તેને શરમ જરૂર આવશે. એટલું જ નહીં નૉનવેજ જોક્સ તેમજ ટીનેજર્સમાં અપોઝિટ સેક્સ પ્રત્યેના આકર્ષણની ચર્ચા એવી રીતે કરાઈ છે કે જાણે બાળકો સ્કૂલ માત્ર તે માટે જ જતાં હોય.

વાર્તા : ગિપ્પી ફિલ્મ એક સિંગલ મધર પપ્પી (દિવ્યા દત્તા)ની છે કે જે માત્ર પોતાની શરતોએ જીવવા માંગે છે. પપ્પી પોતાના પિતા પાજી (પંકજ ધીર)થી જુદી રહે છે અને એક બ્યૂટી પાર્લર ચલાવે છે. તેનો એક પુત્ર પણ છે. પુત્રી ગિપ્પી (રિયા વિજ) જ્યારે સ્કૂલમાં અભ્યાસાર્થે જાય છે, તો તમામ બાળકો તેની મજાક ઉડાવે છે. તે ઘરે આવી પોતાની માતાને પોતાની સમસ્યા અંગે જણાવે છે. આટલી જ વાતમાં માતા-પુત્રી એટલા ખુલી જાય છે કે તેમની વચ્ચે એવા સંવાદ થાય છે કે જે કદાચ માત્ર બંધ બારણે જ થવાં જોઇએ. સ્કૂલમાં ગિપ્પીની મૈત્રી કેટલાંક છોકરાઓ સાથે થાય છે. અહીંથી વાર્તામાં વળાંક આવે છે અને ગિપ્પીનું જીવન તાણગ્રસ્ત થઈ જાય છે. અંતે તે જ થાય છે કે જે દરેક બૉલીવુડ ફિલ્મમાં થતું હોય છે. હૅપ્પી એન્ડિંગ વિથ હૅપ્પી ફૅમિલી. ફિલ્મમાં અભિનયની વાત કરીએ તો રિયા વિજનો અભિનય લાજવાબ છે. સાથે તાહા શાહ તેમજ જયતિ મોદીએ પણ બહેતરીન અદાકારી દાખવી છે. દિવ્યા દત્તાએ સારું કામ કર્યું છે. દિગ્દર્શનની બાબતમાં સોનમ નાયર થોડા કાચા પડ્યાં છે. સંગીત યુવાઓની દૃષ્ટિએ લાજવાબ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X