ગ્રેટ ગ્રાન્ડ મસ્તી રિવ્યૂ : નો મસ્તી, ખાલી અશ્લીલ કોમેડી...
ઘણીવાર આગળ અને પાછળ થયા બાદ આખરે ઇન્દ્રકુમારની એડલ્ટ કોમેડી ફિલ્મ ગ્રેટ ગ્રાન્ડ મસ્તી રિલીઝ થઈ ચુકી છે. આ ફિલ્મ મસ્તી ફિલ્મનો ત્રીજો ભાગ છે. આ પહેલા લોકો સામે મસ્તી અને ગ્રાન્ડ મસ્તી ફિલ્મ આવી ચુકી છે. બંને ફિલ્મને અલગ અલગ વર્ગના લોકોએ પસંદ પણ કરી છે. પરંતુ ગ્રેટ ગ્રાન્ડ મસ્તી આટલી સારી નથી બની જેટલી તેની પાસે લોકોને અપેક્ષા હતી.
આ ફિલ્મમાં વિવેક ઓબેરોય, રિતેશ દેશમુખ અને આફતાબ શિવદાસાની છે. ગ્રેટ ગ્રાન્ડ મસ્તીની પ્રિન્ટ લીક થઈ જતા તેને એક અઠવાડિયા વહેલી રિલીઝ કરવી પડી છે.
તો જાણો શુ છે આ ફિલ્મમાં અને કેમ તેને જોવી જોઈએ કે નહીં તે વિશે વિસ્તૃત ચર્ચા નીચેની સ્લાઈડમાં...

કહાની
આ ફિલ્મની કહાની 3 દોસ્તો વચ્ચે ફરે છે. વિવેક ઓબેરોય, રિતેશ દેશમુખ અને આફતાબ શિવદાસાની જેઓ પોતાની સીધી સાદી લાઈફ અને પોતાની પત્નીથી કંટાળી ગયા છે.

કહાની
ત્રણે લોકો પ્લાન કરે છે અને એક ગામ જાય છે જેનું નામ છે દુધવાલા. અહીંથી શરૂ થઈ છે ગ્રેટ ગ્રાન્ડ મસ્તી. ત્રણે એક હવેલીમાં રહે છે જ્યાં તેમને મળે છે ઉર્વશી રૌતેલા, જે એક ભૂત છે અને તે પણ વર્જિન ભૂત.

કહાની
હવે આ ત્રણે ભૂતથી પોતાની જાન કઈ રીતે બચાવે છે અને તેમને પોતાની પત્નીની કદર કઈ રીતે થાય છે જે જોવા અને જાણવા માટે તમારે થેયેટર સુધી જવું પડશે.

અભિનય
વિવેક ઓબેરોય, રિતેશ દેશમુખ અને આફતાબ શિવદાસાનીનો અભિનય ઠીક ઠાક રહ્યો. મસ્તી ફિલ્મોની આગળની સિરીઝ કરતા આ ફિલ્મમાં તેમનું ટ્યુનીંગ થોડું ઓછું દેખાયું.

અભિનય
ભૂત રાગિણી એટલે કે ઉર્વશી રૌતેલા પાસે ગ્લેમર બતાવવા સિવાય કઈ હતું જ નહીં એટલે તેની એક્ટિંગ પર કોઈ જ ટિપ્પણી ના કરી શકાય.

અભિનય
રિતેશની પત્ની બની પૂજા બોસ, વિવેકની પત્ની બની મિસ્ટી અને આફતાબની પત્નીના રોલમાં શ્રદ્ધા દાસનો અભિનય ઠીક ઠાક રહ્યો.

મ્યુઝિક
ફિલ્મની મ્યુઝિક એવરેજ છે ભાગ્યે જ કોઈ ગીત તમારા મોઢા પર ચડ્યું હશે.

કેમ જોવી
જો તમે મસ્તી સિરીઝના ફેન હોવ તો તમારે જોવા જવી જોઈએ.

નેગેટિવ વાતો
ફિલ્મમાં કહાની જ નથી. આ ફિલ્મ તમને એક્ટિંગના મામલે પણ બોર કરશે. ફિલ્મ એડલ્ટ કોમેડી હોવા છતાં પણ કોમેડી ગાયબ છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
