હાફ ગર્લફ્રેન્ડ Review: અર્જૂન અને શ્રદ્ધાનો કન્ફ્યૂઝ રોમાન્સ

Posted By:
Subscribe to Oneindia News

ડાયરેક્ટર મોહિત સૂરીની ફિલ્મ હાફ ગર્લફ્રેન્ડ આજે રિલિઝ થઇ ગઇ છે. એકતા કપૂરના બેનર સાથે અર્જૂન કપૂર અને શ્રદ્ધા કપૂર સ્ટાર્ર આ ફિલ્મ સમીક્ષકોને ઓછી પસંદ પડી છે. ફિલ્મની સ્ટોરી માધવ અને રિયાના નામના બે પાત્રની આસપાસ ફરે છે. માધવનું પાત્ર અર્જૂન કપૂરે અને રિયાનું પાત્ર શ્રદ્ઘા કપૂરે ભજવ્યું છે. તેમની આ કન્ફ્યૂઝ લવ સ્ટોરી દર્શકોને કંઇ કંઇ અંશે કંટાળો લાવે તેવી છે.

Half Girlfriend

જો કે જે લોકોએ આ નોવેલ વાંચી છે તે લોકો આ ફિલ્મ જોડે ચોક્કસથી જોડાઇ શકશે. વળી નવલકથા કરતા આ ફિલ્મ તમને વધુ સારી લાગી શકે છે. જો કે આ ફિલ્મનું સંગીત પણ જોઇએ તેટલું લોકપ્રિય નથી થયું. શ્રદ્ધા અને અર્જૂન કપૂરની એક્ટિંગ પણ ઠીક ઠાક જ છે. જો કે અર્જૂન કપૂરનું બિહારી સ્ટાઇલનું અંગ્રેજી તમને જરૂરથી હસાવશે. તો આ ફિલ્મ જોવી કે નહીં તે અંગે ખાલી એટલું જ કહીશું કે જો તમે અર્જૂન કે શ્રદ્ધા કપૂરના ફેન હોવ તો આ ફિલ્મ જોવા જઇ શકો છો. બાકી આ ફિલ્મ મહદ અંશે બોરિંગ લાગી શકે છે.

English summary
Half Girlfriend movie review story plot and rating, Know how the movie is.
Please Wait while comments are loading...