For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Review : પ્રેમમાં કમિટમેંટ વગર ન થઈ શકે હૅપ્પી એન્ડિંગ...

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 21 નવેમ્બર : આ સંબંધ ક્યાં જઈ રહ્યો છે યૂડી... ક્યાંક જવું કેમ છે... જ્યાં છીએ, ત્યાં જ બરાબર છીએ ને. હૅપ્પી એન્ડિંગના ડાયલૉગની જેમ આજકાલના યુવાઓની વિચારસરણી છે. આજની પેઢીને સંબંધ માત્ર બનાવતા આવડે છે, પછી તે ક્યાં જઈ રહ્યો છે, તેને ક્યાં સુધી લઈ જવો છે, તે અંગે તેઓ વિચારવા જ નથી માંગતાં કે પછી આવા સવાલોને તેઓ ઇગ્નોર કરી દે છે. સંબંધ બનાવતી વખતે બધુ સારૂં અને સુંદર જ નજરે પડે છે. મુશ્કેલી ત્યારે આવે છે કે જ્યારે સંબંધમાં કમિટમેંટની માગ ઊભી થાય. કંઇક આવા સવાલો અને જવાબો સામે ઝઝૂમે છે હૅપ્પી એન્ડિંગ.

વાર્તા : હૅપ્પી એન્ડિંગની વાર્તા યૂડી જેટલી/યોગી (સૈફ અલી ખાન)ની આજુબાજુ ફરે છે. તે એક શ્રેષ્ઠ લેખક છે, પરંતુ તેનું કૅરિયર ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. યૂડીનું અંગત જીવન પણ બહુ મુશ્કેલીઓમાં છે. તેનું તેની ગર્લફ્રેન્ડ રિયા (કલ્કી કોચલીન) સાથે બ્રેક-અપ થયું છે. અરમાની (ગોવિંદા) એક સુપર સ્ટાર છે. તેનું કૅરિયર પણ નીચે આવી રહ્યું છે. અરમાની યૂડીને કહે છે કે તે તેના માટે એક ફિલ્મની સ્ક્રિપ્ટ લખે. યૂડી માટે આ છેલ્લી તક છે પોતાનું કૅરિયર બચાવવાની.

સ્ક્રિપ્ટ માટે પ્રેરણની શોધમાં યૂડીની મુલાકાત થાય છે. આંચલ (ઇલિયાના) સાથે. આંચલ રોમાંટિક નવલકથાકાર છે. શું યૂડી આંચલ સાથે મળ્યા બાદ પોતાની સ્ક્રિપ્ટ પૂરી કર શકે છે? શું યૂડી પ્રેમમાં કમિટમેંટ કરી શકવામાં સફળ થાય છે? જાણવા માટે જોવી જ રહી હૅપ્પી એન્ડિંગ. સરવાળે ફિલ્મની વાર્તામાં ઘણુ નવાપણુ લાવવાની કોશિશ કરાઈ છે અને મહદઅંશે સફળતા પણ મળી છે.

તસવીરો સાથે વાંચો રિવ્યૂ :

દિગ્દર્શન

દિગ્દર્શન

રાજ નિધિમોરૂ અને કૃષ્ણા ડીકેએ હૅપ્પી એન્ડિંગની શરુઆત તથા અંત સારા રાખ્યાં છે. પહેલો ભાગ શ્રેષ્ઠ છે. દરેક દૃશ્ય આપના ચહેરા પર સ્મિત લઈ આવશે, પણ બીજા ભાગમાં થોડોક ઠહેરાવ છે. જોકે ફિલ્મનો અંત જોરદાર છે. સરવાળે દિગ્દર્શનની બાબતમાં રાજ-ડીકે ફરી બાજી મારી ગયા છે.

અભિનય

અભિનય

સૈફ માટે હૅપ્પી એન્ડિંગ કમબૅક જેવી ગણાય. સૈફ ફરી એક વખત પોતાના મનપસંદ અને કમ્ફર્ટ ઝોનમાં આવી ગયાં છે અને તેથી તેઓ આખી ફિલ્મમાં સહજ અને સામાન્ય દેખાયાં છે.

ઇલિયાના

ઇલિયાના

ઇલિયાના ફિલ્મમાં ખૂબ જ સુંદર નજરે પડ્યાં છે. સૈફ સાથે તેમની કેમેસ્ટ્રી પણ એંટરટેન કરશે.

ગોવિંદા

ગોવિંદા

ગોવિંદા પોતાના પાત્રમાં જામે છે. ગોવિંદનું બૉલીવુડમાં શાનદાર કમબૅક થઈ રહ્યું છે.

પ્રીતિ, કરીના, રણવીર

પ્રીતિ, કરીના, રણવીર

પ્રીતિ ઝિંટા લાંબા સમય બાદ સૈફ સાથે નજરે પડ્યાં છે. એક જ સીનમાં પ્રીતિ દર્શકોને ગમી જશે, તો કરીના કપૂરે પણ સૈફ સાથે મળી મજાનું કામ કર્યું છે. રણવીર શૌરી પોતાના અભિનય વડે પ્રાણ પૂરવામાં સફળ રહ્યાં છે.

સંગીત

સંગીત

કોઈ પણ રોમાંટિક કૉમેડી ફિલ્મની સફળતામાં સંગીતનો મોટો ફાળો હોય. હૅપ્પી એન્ડિંગના ગીતો પાજી તુસી સચ ઍ પુસી કૅટ..., મિલિયા મિલિયા..., જૈસે તેરા મૈં વૈસે મેરા તૂ... ગીતો દર્શકોને પસંદ પડી રહ્યાં છે.

જોવી કે નહીં

જોવી કે નહીં

ફિલ્મ સુંદર છે અને પ્રેમથી બનાવાઈ છે. ફિલ્મનું એક-એક સીન ક્યાંકને ક્યાંક આપના હૃદયને સ્પર્શી જશે. આપ પણ પોતાની જાતને ક્યાંકને ક્યાંક આ પાત્રોમાં પામશો.

English summary
Happy Ending is a romantic comedy directed by Raj and DK. Saif Ali Khan and Ileana Dcruz playing lead roles in Happy Ending.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X