#FilmReview : હાઉસફૂલ 3 જોવી કે નહી?
સૌથી પહેલા તો ચેતવણી ધ્યાનથી વાંચો કે આ ફિલ્મ જોતી વખતે દિમાગ ચલાવવું નહી. જો તમે દિમાગ ચલાવશો તો ફિલ્મ જોવાની મજા નહી આવે અને ફિલ્મ તમારાથી બિલકુલ બરદાસ્ત નહી થાય.
પરંતુ તો પણ તમારે હાઉસફૂલ 3 જોવી જોઈએ અને તેનું કારણ છે અક્ષય કુમાર. 45 વર્ષની ઉમરમાં પણ અક્ષય કુમાર અજીબો ગરીબ હાવભાવ બનાવીને તમને ખુબ જ સારી રીતે હસાવી શકે છે.
હાઉસફૂલ 3 ફિલ્મમાં કોઈ જ કહાની નથી એટલે આ ફિલ્મ આખી નિર્ભર છે તેના વન લાઈનર પંચ પર. કેટલાક તમને સમજમાં આવશે તો કેટલાક તમને પહેલાથી જ સાંભળા હશે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન અને રીતેશ દેશમુખ પણ છે. રીતેશની કોમિક ટાઈમિંગ ખુબ જ સુંદર છે.
જો તમે અક્ષય કુમાર ના ફેન હોવ તો તમને આ ફિલ્મ ચોક્કસ પસંદ આવશે...

કહાની
હમેશાની જેમ આ ફિલ્મમાં પણ કોઈ જ કહાની નથી. એક બાપ, 3 દીકરી અને તે દીકરીઓના 3 બોયફ્રેન્ડ.

હાસ્ય મીટર
ફિલ્મમાં હાસ્ય મીટરની વાત કરીએ તો અભિષેક બચ્ચનના કરિયરથી લઈને ને છોકરીઓ સુધીના જોક્સ છે જેમાં હસવું આવશે અને નહી પણ આવે.

અભિનય
અક્ષય કુમારને ખરેખરમાં સલામી આપવી પડે કારણ કે ફિલ્મ ઐરલીફ્ટ અને બેબી બાદ એક શાનદાર કોમેડી અભિનય કર્યો છે.

3 હસીના
ફિલ્મમાં 3 હસીનાની વાત કરવામાં આવે તો કોઈએ પણ સારું કામ નથી કયું. નથી તો સારા પંચ માર્યા કે નથી સારા ડાયલોગ બોલ્યા.

મ્યુઝીક
પાછલી 2 ફિલ્મના મુકાબલે આ ફિલ્મનું મ્યુઝીક ખુબ જ બેકાર છે.

નિર્દેશન
સાજીદ ફરહાદે સારી કોમેડી ફિલ્મો આપી છે પરંતુ આ ફિલ્મ વિશે કઈ જ કહી શકાઈ તેમ નથી

સારી વાત
ફિલ્મની સારી વાત એ છે કે આ ફિલ્મમાં અક્ષય કુમાર છે.

ખરાબ વાત
ખરાબ વાત એ છે કે મોટા બેનરની ફિલ્મ હોવા છતા પણ ફિલ્મમાં ખુબ જ ખરાબ ગ્રાફિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
