For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇસક રિવ્યૂ : બજાતે રહોને ટક્કર, તો નશાનો પડકાર

|
Google Oneindia Gujarati News

ફિલ્મ : ઇસક
દિગ્દર્શક : મનીષ તિવારી
નિર્માતા : શૈલેષ આર. સિંહ, ધવલ ગાડા
કલાકારો : પ્રતીક બબ્બર, અમાયરા દસ્તૂર, નીના ગુપ્તા, રવિ કિશન, રાજેશ્વરી સચદેવ
સંગીત : સચિન, જિગર, કૃષ્ણા

પ્રતીક બબ્બર અને અમાયરા દસ્તૂરની ફિલ્મ ઇસક રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મનું જેટલું સુંદર અને શ્રેષ્ઠ છે, તેનાથી લોકોને ફિલ્મ અંગે આશાઓ હતી, પણ ફિલ્મ જોયા બાદ ક્યાંકને ક્યાંક આશાઓ નિષ્ફળ જતી દેખાઈ. પ્રતીક બબ્બરે બહેતરીન કામ કર્યું છે. તેમની એક્ટિંગ જોઈ કદાચ દર્શકો શૉક્ડ રહી જાય. સાથે અમાયરા દસ્તૂરે પણ બહેતરીન કામ કર્યું છે. તેમની અંદરનો આત્મવિશ્વાસ ફિલ્મમાં ઝળકી આવે છે. સરવાળે ઇસક ફિલ્મ રોમિયો-જૂલિયેના એક જૂના અને ચીલાચાલુ કૉન્સેપ્ટ પર આધારિત ફિલ્મ છે, પરંતુ જો ફિલ્મને થોડીક વધુ બહેતર રીતે દિગ્દર્શિત કરવામાં આવત, તો ફિલ્મ વધુ સુંદર રીતે બની શકી હોત.

પ્રતીક બબ્બરે એક્ટર તરીકે પોતાની જાતને ઘણો બદલ્યો છે. ઇસક ફિલ્મમાં આ બદલાવ સ્પષ્ટ દેખાઈ આવ્યો છે. રવિ કિશને પણ બહેતરીન કામ કર્યું છે. વિલનના રોલમાં રવિ કિશન રુચે છે. ઉપરાંત ઇસકના ગીતો ફિલ્મની યૂએસપી છે કે જે ફિલ્મ જોયા બાદ પણ કાને ગુંજતાં રહે છે. ફિલ્મની શરુઆત થોડીક ધીમી છે, પણ મધ્યાંતર બાદ ફિલ્મ પિક-અપ કરે છે.

ઇસક ફિલ્મ સાથે જ બજાતે રહો પણ રિલીઝ થઈ છે અને જ્યાં સુધી ક્રિટિક્સનું માનવું છે, તો ઇસક આગળ બજાતે રહો નહિં ટકી શકે, પણ પૂનમ પાન્ડે અભિનીત નશા જરૂર ઇસક ઉપર ભારે પડી શકે છે. પ્રતીક બબ્બરના કૅરિયર માટે ઇસક એક સારી શરુઆત બની શકે છે, કારણ કે દિગ્દર્શક મનીષ તિવારીએ આ વખતે એક ખૂબ જ સરળ અને ચાલી શકે તેવા ટૉપિક ઉપર કામ કર્યું છે. આ પ્રકારની ફિલ્મો સામાન્યતઃ સારો બિઝનેસ કરી લે છે, પણ હાલ તો કંઈ પણ કહેવું મુશ્કેલ છે.

આવો તસવીરો સાથે જાણીએ ઇસક ફિલ્મની વાર્તા :

પ્રતીક-અમાયરાનો પ્રેમ

પ્રતીક-અમાયરાનો પ્રેમ

પ્રતીક બબ્બરે ઇસક ફિલ્મમાં રાહુલ મિશ્રાનો રોલ કર્યો છે અને અમાયરાએ બચ્ચીનો. પ્રતીક અને અમાયરાના પરિવારજનો એક-બીજાના શત્રુ છે. હોળીના દિવસે પ્રતીક અમાયરાને જુએ છે અને તેને પ્રેમ કરવા લાગે છે. અમાયરા પણ પ્રતીકને પસંદ કરે છે.

રવિ છે વિરુદ્ધ

રવિ છે વિરુદ્ધ

રવિ કિશન ફિલ્મમાં અમાયરાના ચાચા બન્યાં છે. તેમને અમાયરા અને પ્રતીકના પ્રેમ વિશે ખબર પડી જાય છે. તેઓ અમાયરાના લગ્ન બીજા ઠેકાણે કરવાનું નક્કી કરે છે. બીજી બાજુ પ્રતીક અને અમાયરા ગુપચુપ લગ્ન કરી લે છે.

પ્રતીકના હાથે રવિનું ખૂન

પ્રતીકના હાથે રવિનું ખૂન

પ્રતીક-અમાયરાના પ્રેમ વિશે બધુ જાણ્યા બાદરવિ કિશન પ્રતીકને મળે છે અને તેને ધમકાવે છે, પણ પ્રતીક તેને કહી દે છે કે તેણે અમાયરા સાથે લગ્ન કરી લીધાં છે. તેથી રવિ અમાયરાને પણ મારી નાંખવાની ધમકી આપે છે અને ગુસ્સે ભરાયેલો પ્રતીક રવિને ગોળી મારી દે છે.

જુદા થઈ જાય છે પ્રતીક-અમાયરા

જુદા થઈ જાય છે પ્રતીક-અમાયરા

રવિના મોત બાદ તેનો પરિવાર પ્રતીક સામે બદલો લેવા આવે છે, પણ પ્રતીકના પિતા મંત્રી સાથે મળી પ્રતીકને ક્યાંક બહાર મોકલાવી દે છે. તેના ગયા બાદ અમાયરાની સાવકી માતા તેના લગ્નનું દબાણ કરે છે. તેને પણ ખબર પડી જાય છે કે અમાયરા-પ્રતીકના લગ્ન થઈ ચુક્યાં છે.

પ્રતીકનું મોત

પ્રતીકનું મોત

અમાયરા એક બાબા પાસે જાય છે આ પ્રશ્નના ઉકે માટે. બાબા તેને એક ઉકેલ બતાવે છે અને તે લગ્ન કરવાથી બચી જાય છે, પણ આ દરમિયાન અનેક એવા બનાવો બને છે કે જેમાં પ્રીતકનું મોત થઈ જાય છે. પરંતુ ફિલ્મનો અંત શો થાય છે? અમાયરા સાથે શું થાય છે? જાણવા માટે જુઓ ઇસક.

English summary
Issaq movie directed by Manish Tiwari is going to hit the screens today. Issaq movie has Prateik Babbar and Amyra Dastur in lead roles. Issaq movie is based on a famous Romeo Juliet novel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X