MovieReview: ઇત્તેફાક છે જબરજસ્ત થ્રિલર, પરંતુ...

Written By:
Subscribe to Oneindia News

ફિલ્મ: ઇત્તેફાક

સ્ટાર કાસ્ટ: અક્ષય ખન્ના, સોનાક્ષી સિન્હા, સિદ્ધાર્થ મલ્હોત્રા

ડાયરેક્ટર: અભય ચોપરા

પ્રોડ્યૂસર: શાહરૂખ ખાન, કરણ જોહર, ગૌરી ખાન, રેણુ રવિ ચોપરા, હીરૂ યશ જોહર

લેખક: અભય ચોપરા, શ્રેયસ જૈન, નિખિલ મલ્હોત્રા(યશ ચોપરાની ફિલ્મ 'ઇત્તેફાક' પર આધારિત)

કેટલા સ્ટાર? 3

શું છે ખાસ? અક્ષય ખન્ના

શું છે બકવાસ? ફિલ્મના ક્લાઇમેક્સમાં રાખવામાં આવેલ ટ્વીસ્ટ વધુ રસપ્રદ થઇ શક્યો હોત. પ્લોટમાં અનેક ખામીઓ છે અને કેટલાક સવાલો વણઉકલ્યા જ રહી જાય છે.

પ્લોટ

પ્લોટ

મુંબઇની વરસાદી રાતના એક સિન સાથે આ ફિલ્મ શરૂ થાય છે, જેમાં એક વ્યક્તિ પોતાની કારમાં પોલીસથી ભાગતો જોવા મળે છે. તેની કારનો એક્સિડન્ટ થાય છે, પરંતુ તે એક્સિડન્ટમાંથી ઉગરી જાય છે અને પોલીસનો પીછો છોડાવવામાં પણ સફળ થાય છે. એ જ રાત્રે રસ્તા પર દોડતી એક મહિલા પોલીસ વાન સાથે અથડાય છે અને પોલીસની મદદ માંગે છે. સિન બદલાય છે અને પોલીસની મદદ માંગતી મહિલાના ઘરે ઘટેલ ક્રાઇમ સિન પડદા પર જોવા મળે છે, જેમાં તેના ફ્લેટમાં સોફા પર મહિલાના પતિ શેખરની ડેડ-બોડી પડી છે અને ડેડ-બોડીની બાજુમાં વિક્રમ સેઠી(સિદ્ધાર્થ મલ્હોત્રા) ઊભેલો જોવા મળે છે. વિક્રમ એ જ માણસ છે, જે પોલીસથી ભાગી રહ્યો હતો, તે એક બેસ્ટ સેલિંગ ઓથર છે અને તેની પર તેની પત્નીના મર્ડરનો પણ આરોપ છે.

પ્લોટ

પ્લોટ

પોલીસની મદદ માંગી રહેલ મહિલાનું નામ છે માયા(સોનાક્ષી સિન્હા). આ ઘટનાને કારણે માયાના પતિ શેખરના મર્ડર કેસમાં પણ મુખ્ય આરોપી તરીકે વિક્રમ(સિદ્ધાર્થ મલ્હોત્રા)નું નામ આવે છે. જો કે, થોડી તપાસ બાદ શંકાની સોઇ માયા ભણી પણ તણાય છે. આ મૂંઝવણ વચ્ચે એન્ટ્રી થાય છે ઇન્વેસ્ટિગેશન પોલીસ ઓફિસર દેવ વર્માની(અક્ષય ખન્ના). વિક્રમ અને માયા બંને કહે છે કે, તેઓ નિર્દોષ છે, બંને દોષનો ટોપલો એકબીજા પર નાંખે છે. આ ડબલ મર્ડર કેસમાં બંને આરોપીઓની સ્ટોરીના બે અલગ વર્ઝન છે, એમાંથી સાચું કોણ એ દેવ વર્મા શોધી શકશે?

ડાયરેક્શન

ડાયરેક્શન

યશ ચોપરાએ બનાવેલ ફિલ્મ 'ઇત્તેફાક'માં રાજેશ ખન્ના જોવા મળ્યા હતા. એ બંને ફિલ્મમાં બતાવવામાં આવેલ ટેન્શન એકદમ આબેહૂબ છે. ડેબ્યૂ ડાયરેક્ટર અભય ચોપરા એક થ્રિલર ફિલ્મ બનાવવામાં સફળ થયા છે. કેટલીક જગ્યાઓએ રાઇટિંગ નબળું પડે છે. કેટલાક ઇમોશનલ સિન, જે દર્શકોનું કન્ફ્યૂઝન વધારવા તથા સ્ટોરીમાં તેમનો રસ વધારવાના હેતુથી નાંખવામાં આવ્યા છે, એને કારણે ઉલટાની ફિલ્મ ધીરી અને નીરસ બની છે. ફિલ્મનો ક્લાઇમેક્સ પણ થોડો વધારે રસપ્રદ બનાવી શકાયો હોત.

પર્ફોમન્સ

પર્ફોમન્સ

આગળ જણાવ્યું તેમ, આ ફિલ્મનો પ્લસ પોઇન્ટ છે અક્ષય ખન્ના. અક્ષય ખન્નાના પાત્ર પર જ લેખક અને ડાયરેક્ટરે ખૂબ મહેનત કરી હોય એમ લાગે છે અને તેમની એ મહેનત સફળ પણ થઇ છે. અક્ષયની નેચરલ અને ધારદાર એક્ટિંગ અને ચોટદાર વનલાઇનર્સનું કોમ્બિનેશન અમેઝિંગ છે. ફિલ્મની શરૂઆતમાં સિદ્ધાર્થ અને સોનાક્ષી થોડા નબળા લાગે છે, પરંતુ ફિલ્મની સાથે જ તેમણે પણ પોતાના પાત્રો પર ગ્રિપ જમાવી છે. સરપ્રાઇઝિંગલી, સિદ્ધાર્થ અને સોનાક્ષીમાં સિદ્ધાર્થ વધુ માર્ક્સ લઇ જાય છે.

ટેક્નિકલ આસ્પેક્ટ, મ્યૂઝિક

ટેક્નિકલ આસ્પેક્ટ, મ્યૂઝિક

માઇકલની સિનેમેટોગ્રાફી મૂડ લાઇટિંગ પર આધારિત પરંતુ અસરકારક છે અને ફિલ્મની થિમ સાથે પરફેક્ટ ફિટ બેસે છે. નીતિન બૈદનું એડિટિંગ પણ સરસ છે. 'ઇત્તેફાક'માં કોઇ ગીત નથી અને એ ફિલ્મનો પ્લસ પોઇન્ટ છે. ફિલ્મનું પ્રમોશનલ સોંગ 'રાત બાકી' ફિલ્મમાં બતાવવામાં નથી આવ્યું, પંરતુ આ સોંગ ઇમ્પ્રેસિવ છે.

ફિલ્મ જોવી કે નહીં?

ફિલ્મ જોવી કે નહીં?

ફિલ્મ ખરેખર સુંદર બની છે, જો મેકર્સે 'રાત ગઇ બાત ગઇ'ની કહેવતને ગંભીરતાથી ન લેતા ફિલ્મના અમુક ભાગ પર વધુ મહેનત કરી હોત તો આ બોલિવૂડની શ્રેષ્ઠ થ્રિલર ફિલ્મોમાંની એક બની શકી હોત. જો કે, ફિલ્મ દર્શકોને 108 મિનિટ સુધી સીટ પર જકડી રાખવામાં સમર્થ છે. અક્ષય ખન્નાની એક્ટિંગ માટે આ ફિલ્મ ચોક્કસ જોઇ શકાય.

English summary
Ittefaq movie review in Gujarati. Read story, plot and ratings of the latest movie Chef in Gujarati

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.