રિવ્યૂ : નહીં લાગ્યો સન્ની લિયોનનું જૅકપૉટ
ફિલ્મ : જૅકપૉટ
નિર્માતા : ઉર્વશી શર્મા
દિગ્દર્શક : કૈઝાદ ગુસ્તાદ
કલાકારો : સન્ની લિયોન, સચિન જોશી, નસીરુદ્દીન શાહ
સંગીત : શારિબ શબરી, તોશિબ શબરી
સ્ટાર : 1.5
સન્ની લિયોન કે જે પોતાની ફિલ્મ જૅકપૉટની રિલીઝનો આતુરતાપૂર્વક ઇંતેજાર કરતા હતાં, તેઓ કદાચ પોતાની ફિલ્મને મળતા ફીકા પ્રતિસાદના કારણે થોડાક નિરાશ હશે. જૅકપૉટ ફિલ્મની રિલીઝને જેટલી હાઇપ કરાઈ હતી, પણ ફિલ્મની રિલીઝ એટલી જ ઠંડી રહી. જૅકપૉટ વડે નથી સન્ની કે નથી સચિન જોશીના કૅરિયરમાં જૅકપૉટ લાગ્યો. ફિલ્મની વાર્તા ખૂબ જૂની અને ચીલાચાલુ છે અને સાથે જ ફિલ્મમાં સન્ની લિયોન ઉપરાંત કંઈ પણ જોવા જેવું નથી. નસીરુદ્દીન શાહે પોતાના તરફથી પુરતા પ્રયત્નો કર્યા છે કે ફિલ્મને પોતાનો ટેસ્ટ આપવાની, પણ કદાચ ક્યાંકને ક્યાંક દિગ્દર્શનમાં ખામી રહી જતાં નસીરુદ્દીનની યોગ્યતાનો બરાબર યૂઝ ન કરી શકાયો.

જ્યાં સુધી એંટરટેનમેંટની વાત છે, તો જૅકપૉટ ફિલ્મમાં એંટરટેનમેંટના નામે સન્ની લિયોનના બોલ્ડ એક્ટ્સ, કેટલાંક બહેતરીન ગીત તેમજ સન્ની લિયોનના પતિ ડેનિયલ વેબરની કૅમિયો એન્ટ્રી છે. ઉપરાંત ફિલ્મમાં બીજુ કંઈ ઇંટરેસ્ટિંગ નથી. ફિલ્મની વાર્તા ખૂબ જ જૂની અને બેકાર છે, તો સન્નીએ કંઈ પણ નવુ નથી કર્યું. થ્રિલરના નામે માત્ર એક મજાક કરાઈ છે.












Click it and Unblock the Notifications
