Review : શ્રેષ્ઠ કૉન્સેપ્ટ છતા ઇમ્પ્રેસિવ નથી જલ
મુંબઈ, 4 એપ્રિલ : અમોલ ગુપ્તેની ફિલ્મ જલ આજે રિલીઝ થઈ છે. જોકે દર્શકો માટે આ અઠવાડિયે બૉક્સ ઑફિસે મુખ્ય આકર્ષણ મૈં તેરા હીરો જ રહેશે, પણ જલ ફિલ્મના કૉન્સેપ્ટના પગલે અનેક લોકો આ ફિલ્મ જોવા જરૂર સિનેમા હૉલમાં જશે. જલ ફિલ્મનો પ્રારંભિક કૉન્સેપ્ટ ખૂબ જ શાનદાર છે. સાથે જ ફિલ્મનો પ્રારંભ તથા અંત લીક સે હટકે શૂટ કરાયો છે, પરંતુ વચ્ચે ફિલ્મ પોતાના ટ્રૅક ઉપરથી ઉતરી પડે છે અને થોડાક સમય માટે સમજાતુ જ નથી કે ફિલ્મમાં થઈ શું રહ્યું છે.
જલ ફિલ્મમાં પૂરબ કોહલી, તનિષ્ઠા ચૅટર્જી અને કીર્તિ કુલ્હારી મુખ્ય ભૂમિકામાં છે, તો મુકુલ દેવ, યશપાલ શર્મા, રાહુલ સિંહ, રવિ ગોસેન અને રોહિત પાઠક પણ મહત્વની ભૂમિકાઓમાં છે. ગુજરાતની પાણી કકળાટ પૃષ્ઠભૂમિ પર આધારિત જલમાં પાત્રો ને અભિનેતાઓની પસંદગી ખૂબ જ સમજી-વિચારીને કરાઈ છે. અભિનેતાઓએ પોત-પોતાના પાત્રો સાથે પુરતો ન્યાય પણ કર્યો છે, પરંતુ ક્યાંકને ક્યાંક ફિલ્મના દિગ્દર્શનમાં એટલી નબળાઈ નજરે પડી કે આ કલાકારો પણ પોતાના સારા અભિનય છતા ફિલ્મના કૉન્સેપ્ટના લેવલ સુધી પહોંચાડી ન શક્યાં.
ચાલો તસવીરો સાથે જાણીએ જલ ફિલ્મની વાર્તા અને કરીએ સમીક્ષા પણ :

પાણી પર આધારિત જલ
જલ ફિલ્મની વાર્તા શરૂ થાય છે કચ્છના બે ગામોથી કે જ્યાં દૂર-દૂર સુધી પાણીનું નામોનિશાન સુદ્ધા નથી. પાણીને લઈને લોકો વચ્ચે મારઝૂડ થતી રહે છે. બકા (પૂરબ કોહલી)ને પાણીનો દેવ કહેવામાં આવે છે, કારણ કે તે જમીનમાં કાન ધરી સાંભળીને બતાવી આપે છે કે કઈ જગ્યાએ ખોદાણ કરતા પાણી નિકળશે અને 10માંથી 6 વખત તેની આગાહી સાચી પડે છે.

ખારા પાણીનો ત્રાસ
ગામમાં દરિયા કરતા ઘણા સમય અગાઉ આવેલ પાણીના પગલે ખારા પાણીનું એક મોટુ તળાવ જેવુ બનેલુ હોય છે કે જ્યાં દર વર્ષે ફ્લૅમિંગો પક્ષીઓ પાણીની શોધમાં આવે છે, પણ આ ખારા પાણીમાં સ્વચ્છ પાણી ભળતા પાણીમાં વધેલ મીઠાના પગલે પક્ષીઓ તે પાણી પી મરી જાય છે.

રશિયન વૈજ્ઞાનિક યુવતીનું આગમન
એક દિવસ રશિયામાંથી એક પક્ષી વૈજ્ઞાનિક યુવતી ગામમાં પોતાની ટીમ સાથે આવે છે અને આ પક્ષીઓને મરતા બચાવવા કચ્છમાં કૂવા તથા તળાવ બનાવવાનો નિર્ણય કરે છે. બકા પણ તેમનો સાથ આપે છે અને કચ્છમાં કૂવા તથા તળાવ બની જાય છે, પરંતુ બકાના ગામે કૂવો નથી ખોદાતો.

દાગીના વેચી દેતા ગામના લોકો
આખુ ગામ મળી બકાને કહે છે કે તે આ વૈજ્ઞાનિકો સાથે વાત કરી તેમનુ મશીન ભાડે લઈ ગામમાં આવે અને કૂવો ખોદે. જ્યારે સરકાર ગાડી આપવાનો ઇનકાર કરી દે છે, ત્યારે બકા ગાડી ચોરી કરી ગામમાં લઈ આવે છે. ગામના લોકો મશીનના ડીઝલ માટે પોતાના ઘરના તમામ દાગીનાઓ પણ વેચી દે છે. મશીનમાં કંઈક ગરબડના પગલે તે તુટી જાય છે અને પરત કરી દેવાય છે.

બકાની હકાલપટ્ટી
દરમિયાન બકાના મિત્રનું ખૂન થઈ જાય છે અને આખા ગામના લોકો દ્વારા આપવામાં આવેલ દાગીના પણ ચોરાઈ જાય છે. ગામના લોકો ગુસ્સામાં બકા અને તેની પત્નીને ગામમાંથી કાઢી મૂકે છે. પછી બકા પોતાના માટે કૂવાની શોધ કરે છે, પરંતુ જ્યાં સુધી તે કૂવો ખોદે છે, ત્યાં સુધી તો તેના જીવનની દરેક ખુશી છિનવાઈ ચુકી હોય છે.

કૉન્સેપ્ટ શ્રેષ્ઠ, દિગ્દર્શન ખરાબ
જલ ફિલ્મમાં કચ્છમાં વર્ષોથી ચાલી આવતી પાણીની સમસ્યાની વાર્તા દર્શાવાઈ છે, પરંતુ ફિલ્મમાં નથી કોઈ ફ્લો દેખાતો કે નથી દિગ્દર્શકે પાત્રોનો વ્યવસ્થિત ઉપયોગ કર્યો, પરંતુ આટલુ જરૂર છે કે પહેલી વાર કોઇએ આટલા જુદા વિષય પર ફિલ્મ બનાવવાનો જોખમ ઉઠાવ્યો છે, જો ફિલ્મનું દિગ્દર્શન વ્યવસ્થિત કરાયુ હોત, તો તે વધુ બહેતર બની શકી હોત. સંગીત પણ થોડુક આઉટડેટેડ જ છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
