મસ્ત અને ઝક્કાસ ફિલ્મ છે સ્ટુડન્ટ ઑફ ધ ઈયર
બૅનર : ધર્મા પ્રોડક્શન્સ, રેડ ચિલી એંટરટેનમેંટ
નિર્માતા : કરણ જૌહર
સંગીત : વિશાલ-શેખર
કલાકાર : સિદ્ધાર્થ મલ્હોત્રા, વરુણ ધવન, આલિયા ભટ્ટ, ઋષિ કપૂર, મહેમાન કલાકાર બોમન ઈરાની, ફરાહ ખાન, કાજોલ.

સમીક્ષા : જો આપ ફન અને મસ્તીના મૂડમાં છો તો આપે એક વાર કરણ જૌહર નિર્મિત ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ ઈયર એટલે કે એસઓટીવાય જરૂર જોઈ લેવી જોઇએ, કારણ કે તેનો હળવો અંદાજ આપને જરૂર ગમશે. કરણની નવોદિત કલાકારો ધરાવતી આ ફિલ્મ બહુ દાવા તો નથી કરતી, પરંતુ આપને મનોરંજન જરૂર કરાવશે. ફિલ્મની વાર્તા આપને આપના કૉલેજના દિવસોમાં જરૂર લઈ જશે. કરણની આ ફિલ્મને બૉક્સ ઑફિસે શાનદાર ઓપનિંગ મળી છે.
કૉલેજ સ્ટોરી પર બનેલી 3 ઈડિયટ્સ ફિલ્મની જેમ એસઓટીવાય ઇતિહાસ તો નહિં રચી શકે, પરંતુ એટલું તો કહી શકાય કે તે આપને મજા જરૂર કરાવશે. ફિલ્મમાં નવા કલાકારોએ પોતાના તરફથી શ્રેષ્ઠ આપવાના પ્રયત્નો કર્યાં છે, પરંતુ સિદ્ધાર્થ મલ્હોત્રા વરુણ ધવન તેમજ આલિયા ભટ્ટ ઉપર હાવી રહ્યાં છે. વરુણ અને આલિયાએ હજુ અભિનયમાં ઘણું શીખવાનું બાકી છે. ફિલ્મની વાર્તા આપને ઘણી જૂની ફિલ્મોની યાદ અપાવશે, પરંતુ ફિલ્મના કલાકારો નવા હોવાથી આપને ફિલ્મમાં તાજગી અનુભવાશે.
કૉલેજના દિવસો દરમિયાન જે રીતે લોકોમાં જોશ, મસ્તી, કઈંક કરી બતાવવાની ધગશ હોય છે, તે તમામ ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ ઈયરમાં દર્શાવાયું છે. નવા કલાકારો ઉપર પૈસા લગાવી કરણ જૌહરે ભૂલ નથી કરી. નવા કલાકારો લોકોને સારું મનોરંજન આપવામાં સફળ નિવળ્યાં છે. કદાચ આ જ વાત કરણને અન્ય દિગ્દર્શકો કરતાં તારવે છે. ફિલ્મમાં આલિયા, વરુણ, સિદ્ધાર્થ ઉપરાંત ઋષિ કપૂર, બોમન ઈરાની, રામ કપૂર પણ છે, જે આપને ગમશે.
ગીતો એવા તો નથી કે યાદગાર કહી શકાય, પરંતુ આપને નાચવા જરૂર પ્રોત્સાહન આપશે. સરવાળે એક મસ્ત અને ઝક્કાસ ફિલ્મ છે સ્ટુડન્ટ ઑફ ધ ઈયર, જે આપને ખુશ કરી શકે છે. આશા ખે કે આ ફિલ્મ વીકેન્ડે સારો બિઝનેસ કરશે.












Click it and Unblock the Notifications
