For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'લવ આજ કલ' ફિલ્મ રિવ્યુઃ ઈમ્તિયાઝ અલી, હવે તમે અમને હેરાન કરવા લાગ્યા છો

ઈમ્તિયાઝ અલીની ફિલ્મોનો સૌથી મજબૂત પક્ષ હોય છે - સ્ક્રીનપ્લે, અભિનય, સંગીત, સિનેમેટોગ્રાફી. લવ આજકલ (2020)માં આ બધા પાસાં નબળા છે.

|
Google Oneindia Gujarati News

{rating}

એક દ્રશ્યમાં જોઈ(સારા) આંખોમાં આંસુ સાથી વીર(કાર્તિક)ને કહે છે - 'હવે તુ મને હેરાન કરવા લાગ્યો છે...' ફિલ્મ ખતમ થતાં થતાં આ સંવાદ તમે નિર્દેશકને કહેવા ઈચ્છશો. ફિલ્મ ખતમ થતા જ સૌથી પહેલા એક સવાલ તમારા દિમાગમાં આવે છે - શું આ ફિલ્મનુ નિર્દેશન સાચે ઈમ્તિયાઝ અલીએ જ કર્યુ છે? વિચાર્યુ નહોતુ, જબ વી મેટ, લવ આજ કલ, તમાશા, રૉક સ્ટાર જેવી ફિલ્મો બાદ એ વિશ્વાસ કરવો થોડો અઘરો થઈ જાય છે. ઈમ્તિયાઝ અલીની ફિલ્મોનો સૌથી મજબૂત પક્ષ હોય છે - સ્ક્રીનપ્લે, અભિનય, સંગીત, સિનેમેટોગ્રાફી. લવ આજ કલ (2020)માં આ બધા પાસાં નબળા છે. વર્ષ 2009માં આ નામથી આવેલી ફિલ્મની જેમ જ લવ આજ કલ (2020) પણ આગળ વધે છે. આ વખતે 1990 અને 2020નો સમય લેવામાં આવ્યો છે. પ્રેમ કહાની અલગ છે, જોડી અલગ છે અને તેમની મુશ્કેલીઓ અલગ છે.

ફિલ્મની કહાની

ફિલ્મની કહાની

વીર(કાર્તિક આર્યન) અને જોઈ (સારા અલી ખાન) પહેલી નજરમાં એકબીજાથી આકર્ષિત થઈ જાય છે. બંને એકબીજાની નજીક આવી જાય છે. પરંતુ જ્યાં વીર માટે પ્રેમ એક સુદર અનુભવુ છે ત્યાં જોઈ કરિયર અને પ્રેમમાં માપીતોલીને આગળ વધવા ઈચ્છે છે તેની પાસે આવનારા 5 વર્ષોનો પ્લાન છે કે... તેણે પોતાની ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીને એક મુકામ પર લઈ જવાની છે અને પછી કોઈ ગંભીર રિલેશનશિપમાં જવાનુ છે. તેણે પોતાની માને કહેતા સાંભળી છે કે કરિયર સૌથી મહત્વપૂર્ણ હોય છે, જિંદગીમાં માત્ર તમે પોતે જ પોતાનો સાથ આપો છો બીજુ કોઈ નહિ. આ છે પ્રેમ કહાની 2020ની. આને સમાંતર બીજી પ્રેમ કહીની ચાલે છે - રઘુ (કાર્તિક) અને લીના(આરુષિ)ની જે 1990ના સમયની છે. અહીં બંને વચ્ચે પ્રગાઢ પ્રેમ છે. બંને પરિવાર, કરિયરને દાવ પર લગાવીને એકબીજાનો સાથ ઈચ્છે છે. એક સમય પર આવીને બંને કહાનીઓ ટકરાય છે અને પાત્રોને ભાવનાત્મક રીતે પ્રભાવિત કરે છે. શું રઘુ-લીના અને વીર-જોઈને એકબીજાનો સાથ મળી શકે છે? આની આસપાસ ઘૂમે છે આખી કહાની.

અભિનય

અભિનય

રઘુ અને વીરની ભૂમિકામાં કાર્તિક આર્યને ભાવનાત્મક રીતે પોતાનુ સર્વશ્રેષ્ઠ આપવાની કોશિશ કરી છે પરંતુ તેનુ બેસ્ટ આ ભૂમિકા માટે પૂરતુ નહોતુ. સારા અલી ખાન ખૂબ જ સુંદર લાગે છે પરંતુ પોતાની ભૂમિકામાં સંપૂર્ણપણે અપરિપક્વ લાગી છે. ઈમોશનલ દ્રશ્યોમાં તેની ઓવર એક્ટિંગ થોડી કંટાળાજનક લાગે છે. એક સીનમાં જ્યારે વીરના માતાપિતા સે જોઈ ઈમોશનલી તૂટી જાય છે અને વીરથી દૂર રહેવાની વાત કરે છે.. સારા અલી ખાન પાસે પોતાની અભિનય ક્ષમતા બતાવવાનો સારો મોકો હતો, પરંતુ તે નબળી રહી. ફિલ્મનો મજબૂત પક્ષ રહ્યા છે રણદીપ હુડ્ડા અને આરુષિ શર્મા. થોડા સીનમાં રહીને પણ આ બંને કલાકારોએ ધ્યાન આકર્ષિત કર્યુ છે અને પોતાની ભૂમિકા સાથે પૂરો ન્યાય કર્યો છે. ઋષિ કપૂરવાળી ભૂમિકામાં રણદીપ હુડ્ડાને ફિટ કરવા ઈમ્તિયાઝ અલી દ્વારાઆ ફિલ્મ માટે લેવામાં આવેલો બેસ્ટ નિર્ણય રહ્યો છે.

નિર્દેશન

નિર્દેશન

ઈમ્તિયાઝ અલીની પ્રેમ કહાનીઓની અલગ જ ફેન ફૉલોઈંગ રહી છે. તેમની કહાનીઓ સીધી દિલને સ્પર્શે છે પરંતુ લવ આજકલ (2020)માં તે ચૂકી ગયા છે. દિલને સ્પર્શવાનુ તો દૂર આ કહાની દિમાગ સુધી પણ પહોંચી શકી નથી. ફિલ્મનુ નિર્દેશન ખૂબ જ નબળુ છે. અમુક દ્રશ્યોને છોડીને ફિલ્મમાં ક્યાંય પણ ઈમ્તિયાઝ અલીની છાપ જોવા મળતી નથી. તે પોતાની કહાની દ્વારા શું કહેવા ઈચ્છે છે, એ તો સમજી શકાય છે... પરંતુ કેમ કહેવા ઈચ્છે છે, તે એ એક યક્ષ પ્રશ્ન છે. જટિલ પાત્રોને તેમણે આ પહેલા પણ પોતાની ફિલ્મોમાં રચ્યા છે, પરંતુ તેમના વિચારો પાછળ એક તર્ક રહેતો હોય છે. અહીં કોઈ પણ પાત્રને નિખારવામાં આવ્યુ નથી, ના કોઈ રૂપરેખા આપવામાં આવી છે. બધા ઉલઝાયેલા છે અને અમુક દ્રશ્યો બાદ તમને પણ ઉલઝાવી દે છે.

ટેકનિકલ પક્ષ

ટેકનિકલ પક્ષ

ફિલ્મની પટકથા પણ ઈમ્તિયાઝ અલીએ જ લખી છે. માટે ઢીલી પટકથાનુ પરિણામ છે નબળુ નિર્દેશન. જ્યાં ઈમ્તિયાઝ અલીની પહેલાની ફિલ્મોના સંવાદ આજે પણ યુવાનોને મોઢે યાદ છે, લવ આજકલ(2020)ના સંવાદ માથાનો દુઃખાવો કરે ચે. અમિત રૉયની સિનેમેટેગ્રાફી અમુક જગ્યાએ સારી રહી છે પરંતુ પ્રભાવી નથી. 90ના દશકને બતાવવા માટે ક્યાં સલમાન ખાનની મેને પ્યાર કિયાના ગીતોને ફિટ કરવામાં આવ્યા છે, તો ક્યાંક આમિર ખાનની કયામત સે કયામત તકને. પરંતુ સેટ ડિઝાઈન વિશ્વસનીય નથી લાગતી. વળી, આરતી બજાજ દ્વારા કરવામાં આવેલ એડિટિંગથી ફિલ્મને ઘણી હદે બચાવવાની કોશિશ કરવામાં આવી છે.

સંગીત

સંગીત

ફિલ્મનુ સંગીત આપ્યુ છે પ્રીતન અને ગીતો લખ્યા છે ઈરશાદ કામિલે કે જે એવરેજ છે. અરિજિત સિંહના અવાજમાં શાદ અને હાં મે ગલત ચર્ચિત રહ્યા છે પરંતુ ફિલ્મની કહાનીમાં જીવ નથી રેડતા. એમ કહી લો કે ફિલ્મ જોયા બાદ કોઈ પણ ગીત તમારા દિલ-દિમાગમાં રોકાતુ નથી.

જોવી કે ન જોવી

જોવી કે ન જોવી

ઈમ્તિયાઝ અલીના નિર્દેશનમાં બનેલી લવ આજકલ(2020) દરેક પાસાંમાં નબળી ફિલ્મ છે. એના કરતા સારુ છે કે ‘લવ આજકલ'ને વેલેન્ટાઈન ડેના દિવસે ફરીથી જોઈ લો. વન ઈન્ડિયા તરફથી લવ આજકલને 2 સ્ટાર.

આ પણ વાંચોઃ બિગ બૉસ ફાઈનલિસ્ટ રશ્મિ દેસાઈના લેટેસ્ટ હૉટ અને બોલ્ડ વીડિયો, જુઓ અહીં

English summary
Kartik Aaryan and Sara Ali Khan starring Love Aaj Kal is a boring affair about dysfunctional relationships.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X