For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Review : રજની સરના ફૅન્સ માટે ટ્રીટ છે કોચાદઇયાં

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 24 મે : રજનીકાંતના દીકરી સૌંદર્યા દ્વારા ભારતની પ્રથમ ફોટોરિયલિસ્ટિક 3ડી ફિલ્મ કોચાદઇયાંએ આખરે આટલા લાંબા ઇંતેજાર બાદ 23મી મેના રોજ દેશભરમાં બૉક્સ ઑફિસે દસ્તક આપી દીધી. ફિલ્મ અંગે લોકોનો લાંબો ઇંતજાર ટિકિટ બારીઓ પર લાગેલા હાઉસફુલના બોર્ડ તથા લાંબી કતારો તરીકે સ્પષ્ટ નજરે પડ્યો, પરંતુ આમ છતાં કોચાદઇયાં અંગે જેટલી ઉત્સુકતા દક્ષિણના લોકોમાં જોવા મળી, ઉત્તરમાં ન મળી. કોચાદઇયાં અંગે છેલ્લા ઘણા વખતથી લોકો ઉત્સુક હતાં અને જે રીતે ફિલ્મનું પ્રચાર કરાઈ રહ્યુ હતું, તે જોઈને તો લોકોની ઉત્સુકતા ઓર વધતી જતી હતી, પરંતુ ફિલ્મ જોયા બાદ ક્યાંકને ક્યાંક લોકોની આશાઓ પર થોડુંક પાણી ફરતુ જણાયું.

વાર્તા : કોચાદઇયાંની વાર્તા છે એક મહાન યોદ્ધા રાણા (રજનીકાંત)ની કે જે પોતાના રાષ્ટ્રના શત્રુઓને ખરાબ રીતે હરાવ્યા બાદ પોતાના રાજ્યમાં પરત ફરે છે. તે વખતે રાજા (નસર) પોતાના પુત્ર (આર સરથકુમાર) અને પુત્રી વધના (દીપિકા પાદુકોણે) સાથે રાણાનું સ્વાગત કરે છે અને તેમને પોતાની સેનાનો સેનાપતિ જાહેર કરે છે, પરંતુ રાણાનો ઉદ્દેશ કંઇ ઓર જ હોય છે કે જે તેના શક્તિશાળી પિતા કોચાદઇયાં સાથે જોડાયેલો છે. હવે આગળ શું થાય છે, તે જાણવા માટે તો આપે કોચાદઇયાં ફિલ્મ જોવા થિયેટર્સમાં જવું જ પડે.

આવો તસવીરો સાથે જોઇએ રજનીકાંત અને દીપિકા પાદુકોણે અભિનીત કોચાદઇયાં ફિલ્મ જોવા-નહીં જોવાના પાંચ કારણો :

દિગ્દર્શન

દિગ્દર્શન

સૌંદર્યાની મહેનત કોચાદઇયાંના અનેક દૃશ્યોમાં સ્પષ્ટ દેખાય છે, પરંતુ તેમણે રજનીકાંત, નસર તથા નાગેશના લુક્સ પર જેટલુ ધ્યાન આપ્યું છે, તેટલું ધ્યાન દીપિકા અને જૅકી શ્રૉફ પર નથી આપી શક્યાં. કોચાદઇયાં લોકોને કાર્ટૂન નેટવર્ક પર આવતી 2ડી-3ડી ફિલ્મોની યાદ અપાવી દેશે કે જે થોડાક સમય માટે તો એંટરટેનિંગ લાગે છે, પણ પાછળથી બોર કરે છે.

અભિનય

અભિનય

રજનીકાંતના ફૅન્સ માટે કોચાદઇયાં એક બહેતરીન અનુભવ રહેશે. રાણા તથા કોચાદઇયાં તરીકે રજનીકાંત ખૂબ બહેતરીન નજરે પડ્યાં છે, તો દીપિકા અને જૅકી પોતાના પાત્રોમાં ખૂબ જુદા અને થોડાક ઢીલા નજરે પડ્યાં છે.

સ્ક્રીનપ્લે

સ્ક્રીનપ્લે

જ્યાં સુધી ફિલ્મની વાર્તાની વાત છે, તો કોચાદઇયાંની વાર્તા ખૂબ રોમાંચક છે, પરંતુ ફિલ્મની ઝડપ બહુ ધીમી છે. ફિલ્મની વાર્તા અનેક જૂની ફિલ્મો સાથે મળતી આવી છે. વાર્તા પર મહેનત ઘણી કરાઈ છે, પરંતુ સ્ક્રીનપ્લે ખાસ નથી. એક્શન સિક્વંસ બહુ જ બહેતરીન છે અને અનેક સિક્વંસ તો આપને સ્ક્રીન ઉપરથી નજર સુદ્ધા નહીં ખસેડવા દે.

સંગીત

સંગીત

કોચાદઇયાંમાં ઑસ્કાર વિજેતા એ આર રહમાને સંગીત આપ્યું છે, પરંતુ કોચાદઇયાંનો પણ રહમાનની એવરેજ સંગીત ધરાવતી ફિલ્મોમાં સમાવેશ થયો છે. ફિલ્મમાં અનેક ગીતો અકારણે જ નાંખેલા અનુભાવય છે. જાણે આ ગીતોની કોઈ જરૂર જ ન હોય.

જોવી કે નહીં?

જોવી કે નહીં?

કોચાદઇયાં ફિલ્મ રજનીકાંતના ફૅન્સ માટે એક શ્રેષ્ઠ અનુભવ રહેશે. રજની સરને એક નવા રૂપે જોઈ તેમને બહુ ખુશી થશે. રજની સરના એક્શન સિક્વંસ ખૂબ જ બહેતરીન છે અને લોકોને રજની સરનો આ નવો રૂપ ગમવાના પુરતા ચાંસિસ છે.

English summary
Rajinakanth starer Kochadaiyaan is getting lots of positive receives from people. Kochadaiyaan movie was supposed to break all the records of Rajinikanth earlier movies.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X