For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

FilmReview: મેરી પ્યારી બિંદુ, બિલકુલ હટકે લવ સ્ટોરી..પરંતુ....

પરિણીતિની ફિલ્મ 'મેરી પ્યારી બિંદુ' રિલીઝ થઇ ચૂકી છે. ફિલ્મનો પ્લોટ, રેટિંગ અને રિવ્યૂ વાંચો અહીં..

|
Google Oneindia Gujarati News

ફિલ્મ - મેરી પ્યારી બિંદુ

સ્ટાર કાસ્ટ - આયુષ્માન ખુરાના, પરિણીતિ ચોપરા

ડાયરેક્ટર - અક્ષય રૉય

પ્રોડ્યૂસર - આદિત્ય ચોપરા, મનીષ શર્મા

લેખક - સુપ્રોતિમ સેન ગુપ્તા

પ્લસ પોઇન્ટ - આયુષ્માન ખુરાના, સ્ટોરી, ઇમોશનલ ફેક્ટર

માઇનસ પોઇન્ટ - નબળો સ્ક્રિન પ્લે, પરિણીતિ ચોપરાના ઇમોશનલ સિન

સ્ટાર - 3

પ્લોટ

પ્લોટ

અભિમન્યુ ખુરાના એક રાઇટર છે, જે થ્રિલર અને હોરર વાર્તાઓ લખે છે. પરંતુ પોતાના નવા પુસ્તક માટે તે એક લવ સ્ટોરી લખવાનું નક્કી કરે છે. એવામાં કલકત્તાથી તેના પેરેન્ટ્સનો ફોન આવે છે, જેઓ પોતાના ઝગડાની ખોટી વાર્તા ઘડી તેને કલકત્તા બોલાવે છે. કલકત્તા સાથે અભિમન્યુ અને તેની મિત્ર બિંદુ, જેને તે આફત કહી બોલાવે છે, એ બંન્નેની અનેક ખાટી-મીઠી યાદો જોડાયેલી છે. આજ કાલની કન્ટેમ્પરરી ફિલ્મોની માફક જ અહીં પણ વાર્તા પાસ્ટ અને પ્રેસન્ટ વચ્ચે ઝોલા ખાય છે.

પ્લોટ

પ્લોટ

અભિમન્યૂ બિંદુને યાદ કરતાં-કરતાં અને તેમના ફેવરિટ જૂના સોંગ્સ સાંભળતા-સાંભળતા બિંદુ વિશે લખવાની શરૂઆત કરે છે. બિંદુ અને અભિની સ્ટોરી દર્શકો સાથે કનેક્ટ કરે છે, તેમની સ્ટોરીમાં ફ્રેન્ડશિપ, પ્રેમ, ડ્રામા બધું જ છે, જે આજ-કાલની ફિલ્મોમાં જોવા મળે છે અને છતાં તેમની લવ સ્ટોરી હટકે છે.

ડાયરેક્શન

ડાયરેક્શન

ડાયરેક્ટર અક્ષય રૉયની આ પહેલી ફિલ્મ છે, તેમણે સ્ટોરીમાં યુનિકનેસ જાળવી રાખી છે. ફિલ્મના પાત્રો અભિ અને બિંદુ પોતાની જ દુનિયામાં રહે છે અને વાત તેઓ પડદા પર ખૂબ સારી રીતે રજૂ કરી શક્યા છે. જો કે, ઇન્ટરવલ પછીની વાર્તા અને કેટલાક સિન તમને લાંબા લાગશે. ફિલ્મના અંતે બિંદુના કેરેક્ટર સાથે ડાયરેક્ટર ન્યાય નથી કરી શક્યાં, જે કારણે દર્શકો માટે આખી વાત પચાવવી થોડી મુશ્કેલ થઇ પડે છે.

પર્ફોમન્સ

પર્ફોમન્સ

ફિલ્મનું ટાઇટલ ભલે 'મેરી પ્યારી બિંદુ' હોય, પરંતુ આ સંપૂર્ણપણે આયુષ્માનની ફિલ્મ છે. તેનું પાત્ર તમારા મન પર ઊંડી છાપ છોડશે. આયુષ્માનની એક્ટિંગ ખરેખર વખાણવા લાયક છે. બિંદુના કેરેક્ટરનમાં જીવ રેડવાનો પરિણીતિએ પૂરો પ્રયાસ કર્યો છે, પરંતુ ઇમોશનલ સિનમાં તે માર ખાઇ ગઇ છે. આયુષ્માન અને પરિણીતિની કેમેસ્ટ્રિ ઠીક-ઠાક છે.

ટેક્નિકલ પોઇન્ટ

ટેક્નિકલ પોઇન્ટ

તૃષારે ઓલ્ડ કલકત્તા અને પ્રેઝન્ટ મુંબઇને ખૂબ સારી રીતે કેમેરામાં કેદ કર્યું છે. સેનગુપ્તાનું લેખન ફ્લોલેસ નથી, પરંતુ તે સ્ટોરીમાં ઇમોશન એડ કરવામાં સફળ રહ્યાં છે. એડિટિંગ વધારે શાર્પ થઇ શક્યું હોત. ઘણા ડાયલોગ્સ પોએટિક રાખવામાં આવ્યા છે, જે ફિલ્મની ફ્લેવર સાથે સુંદર રીતે ભળી જાય છે.

મ્યૂઝિક

મ્યૂઝિક

આ ફિલ્મમાં રેટ્રો સોંગ્સ ખૂબ સરસ રીતે ઉમેરવામાં આવ્યા છે. સોનુ નિગમ અને પરિણીતિનું 'માના કે હમ યાર નહીં' પણ ખૂબ સરસ છે અને તે રિલીઝ પહેલાથી ચાર્ટ ટોપર્સમાં ઉમેરાઇ ગયું છે. અન્ય ગીતો ફિલ્મમાં જોવાના ગમે એવા છે.

વર્ડિક્ટ

વર્ડિક્ટ

આ કોઇ પરફેક્ટ રોમેન્ટિક ફિલ્મ નથી, પરંતુ આયુષ્માનની એક્ટિંગ અને ફિલ્મનું ઇમોશનલ ફેક્ટર દર્શકોને જકડી રાખવા માટે પૂરતા છે. એક હળવી રોમેન્ટિક ફિલ્મ તરીકે આ ફિલ્મ ચોક્કસ જોઇ શકાય.

{promotion-urls}

English summary
Meri Pyaari Bindu movie review is here. Directed by Akshay Roy featuring Ayushmann Khurrana and Parineeti Chopra, read on to know how the movie is!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X