MovieReview: અર્જુનની ફિલ્મને ઝક્કાસ બનાવી અનિલ કપૂરે

Written By:
Subscribe to Oneindia News

ફિલ્મ: મુબારકાં

સ્ટારકાસ્ટ: અનિલ કપૂર, અર્જુન કપૂર, ઇલિયાના ડી'ક્રૂઝ, આથિયા શેટ્ટી, નેહા શર્મા, કરણ કુંદ્રા, રત્ના પાઠક શાહ, પવન મલ્હોત્રા

ડાયરેક્ટર: અનિસ બઝમી

પ્રોડ્યૂસર: અશ્વિન વર્ડે, મુરાદ ખેતાની, સુવિદેશ શિંગડે

લેખક: રાજેશ ચાવલા

પ્લસ પોઇન્ટ: અનિલ કપૂર

માઇનસ પોઇન્ટ: સેકન્ડ હાફ થોડો લાંબો છે, વાર્તાની પકડ જતી રહે છે અને અમુક સિનમાં પંજાબી કોમેડીનો ઓવરડોઝ લાગે છે.

કેટલા સ્ટાર: 2.5

પ્લોટ

પ્લોટ

વર્ષ 1990, ઇંગ્લેન્ડ. એક ભાયનક કાર એક્સિડન્ટમાં ટ્વીન્સ બાળકો કરણ અને ચરણના માતા-પિતાનું મૃત્યુ થાય છે. તેમના કાકા કતાર સિંહ(અનિલ કપૂર) આ બંન્નેને મોટા કરવાની જવાબદારી સ્વીકારે છે. પરંતુ ટૂંક સમયમાં જ તેને ખ્યાલ આવે છે કે, તે આ કામ નહીં કરી શકે. આથી કરણની એક દૂરની માસી(રત્ના પાઠક શાહ) તેને એડોપ્ટ કરી લે છે, તો બીજી બાજુ ઇન્ડિયામાં રહેતાં એક અંકલ(પવન મલ્હોત્રા) ચરણને દત્તક લે છે. આમ, આ બે જોડીયા બાળકો લીગલી એકબીજાના કઝિન બને છે.

પ્લોટ

પ્લોટ

લંડનમાં ઉછરેલ કરણ(અર્જુન કપૂર) એક પંજાબી યુવતી સ્વીટી(ઇનિયાની ડી'ક્રુઝ)ના પ્રેમમાં છે, તો બીજી બાજુ ચરણ(અર્જુન કપૂર) એક મુસ્લિમ યુવતી નફિસા(નેહા શર્મા)ના પ્રેમમાં છે. ચરણની ફેમિલી તેના લગ્ન બિંકલ(આથિયા શેટ્ટી) સાથે નક્કી કરી છે. આથી ચરણ કતાર સિંહ સાથે મળીને એવો પ્લાન બનાવે છે, જેથી બિંકલ જાતે જ લગ્ન કરવાની ના પાડી દે. પરંતુ પ્લાન ફ્લોપ જાય છે અને ફેમિલીમાં કડવાશ આવી જાય છે. આ ઓછું હોય એમ, એકસરખા દેખાવને કારણે કરણ અને ચરણ બંન્નેની લવ-લાઇફમાં મિસઅંડરસ્ટેન્ડિંગ ઊભી થાય છે. આ બધી મુશ્કેલીઓ વચ્ચે કરણ અને ચરણના તારણહાર એક જ છે, કતાર સિંહ. શું કતાર આ બંન્ને યુવકોને તેમની લવ-લાઇફ સેટ કરવામાં મદદ કરી શકશે?

ડાયરેક્શન

ડાયરેક્શન

ટ્વીન્સ પર આધારિત આવી અનેક ફિલ્મો બોલિવૂડમાં પહેલાં પણ આવી ચૂકી છે અને આમાં કોઇ નવીનતા નથી, પરંતુ અનિસ બઝમીનું ડારેક્શન તમને સીટ પર જકડી રાખવા માટે પૂરતું છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ સુપર-એન્ટરટેઇનિંગ છે. સેકન્ડ હાફમાં ફિલ્મની વાર્તા થોડી ધીમી પડે છે, કોમેડી સાથે મેલોડ્રામા ઉમેરાય છે. ક્લાઇમેક્સમાં પણ ખાસ મજા નથી.

પર્ફોમન્સ

પર્ફોમન્સ

અનિલ કપૂરની એક્ટિંગ હંમેશની માફક ઝક્કાસ છે, સ્ક્રિન પર અનિલ કપૂર આવતાં જ તમારા મોઢા પર હાસ્ય પણ આવશે. અર્જુન કપૂર પોતાની એક્ટિંગ સ્કિલ્સથી હજુ સુધી ક્રિટિક્સને ઇમ્પ્રેસ નથી કરી શક્યો, પરંતુ અહીં ચરણના રોલમાં કેટલાક સિનમાં તેણે સરસ એક્ટિંગ કરી છે. ઇલિયાનાની કેમેસ્ટ્રી અર્જુન સાથે જામે છે, પરંતુ કેટલીક જગ્યાઓએ તે પંજાબી એક્સેન્ટમાં ડાયલોગ ડીલિવર નથી કરી શકી. ફર્સ્ટ હાફમાંથી આથિયા શેટ્ટી લગભગ ગાયબ જ છે. ફિલ્મમાં ઇલિયાના અને આથિયાને ભાગે કશું ખાસ કરવાનું આવ્યું નથી. રત્ના પાઠક શાહની એક્ટિંગ હંમેશની જેમ વખાણવા યોગ્ય છે.

ટેક્નિકલ આસ્પેક્ટ, સંગીત

ટેક્નિકલ આસ્પેક્ટ, સંગીત

આ ફિલ્મ મેઇનલી લંડન અને ચંડીગઢ એમ બે લોકેશન્સ પર શૂટ થઇ છે, જેમાં હિમ્માન ધમિજાની સિનેમેટોગ્રાફી અત્યંત સુંદર છે. રામેશ્વર ભગતનું એડિટિંગ સારું છે. વીએફએક્સ ટીમનું કામ પણ અત્યંત સુંદર છે, જુડવા અર્જુન કપૂરના સિનમાં ક્યાંય કોઇ ખામી જોવા નથી મળી.

સોંગ્સમાં પંજાબી શબ્દોનો ઉપયોગ ઘણો વધારે છે, આથી ગીતો દર્શકોને મોઢે ચડવા થોડા મુશ્કેલ છે. 'હવા હવા' અને ફિલ્મના ટાઇટલ સોંગ સિવાય ભાગ્યે જ કોઇ ગીત દર્શકોને યાદ રહેશે.

ફિલ્મ જોવી કે નહીં?

ફિલ્મ જોવી કે નહીં?

અનિલ કપૂરની કોમેડી પસંદ હોય, અર્જુન કપૂરની ઓકે-ઓકે એક્ટિંગ સામે વાંધો ન હોય અને મગજ બાજુએ રાખીને માત્ર મનોરંજન માટે ફિલ્મ જોવા જવું હોય, તો 'મુબારકાં' ચોક્કસ જોઇ શકાય.

English summary
Mubarakan: Movie Review in Gujarati. Read about the plot and ratings of Mubarakan in Gujarati.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.