• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Review : પૉલિટિક્સ-મીડિયાની સાંઠગાંઠ ઉઘાડી પાડતી ઓ તેરી!

|

મુંબઈ, 28 માર્ચ : ભારત દેશમાં રાજકારણ અને મીડિયાની સાંઠગાંઠ, એકને સત્તાનો લાલચ, તો બીજાને પૈસા અને શહોરતનો. કંઇક આ જ આધાર છે અતુલ અગ્નિહોત્રીની આજે રિલીઝ થયેલી ફિલ્મ ઓ તેરીનો. ઓ તેરી ફિલ્મમાં પુલકિત સમ્રાટ તથા બિલાલ અમરોહીએ મુખ્ય ભૂમિકા ભજવી છે.

અતુલ અગ્નિહોત્રી નિર્મિત અને આકાશદીપ દિગ્દર્શિત ઓ તેરી ફિલ્મમાં એક બાજુ પુલકિત સમ્રાટ સમ્પૂર્ણપણ સલમાન ખાનનો અવતાર નજરે પડે છે, તો બીજી બાજુ બિલાલ અમરોહીના પાત્રમાં સોહેલ ખાનની ઝલક દેખાય છે. ફિલ્મને કૉમેડી બનાવવાની ઘણી કોશિશ કરાઈ છે. અહીં સુધી કે કૉમેડીના બહેતરીન એક્ટર વિજય રાજને ફિલ્મમાં ઉમેરવામાં આવ્યાં છે, પરંતુ વિજયની કૉમેડી ટાઇમિંગને ફિલ્મના દિગ્દર્શક સારી રીતે યૂઝ નથી કરી શક્યાં. મંદિરા બેદી તથા અનુપમ ખેર જેવા સીનિયર અને બહેતરીન અભિનેતાઓની હાજરી છતાં ફિલ્મમાં કોઈ પણ સીન સારૂ ન બની શક્યું.

વાર્તા : ઓ તેરી ફિલ્મની વાર્તા બે રિપોર્ટરો આનંદ ઈશ્વરમ દેવદત્ત સુબ્રમણિયન ઉર્ફે એડ્સ (બિલાલ અમરોહી) અને પ્રંતાભ પ્રતાપ ઉર્ફે પીપી (પુલકિત સમ્રાટ)ની આસપાસ ફરે છે. બંને એક રાષ્ટ્રીય કક્ષાના રિપોર્ટર બનવા અને વહેલામાં વહેલી તકે પ્રસિદ્ધિ પામવાના લોભે પોતે જ એવી-એવી વાર્તાઓ શૂટ કરી લાવે છે કે જે ખૂબ જ બકવાસ અને ધડ-માથા વગરની હોય છે. ક્યારેક આદૂમાં ભગવાન, તો ક્યારેક તે ભગવાન દ્વારા દૂધ પીવાની કહાણી. તેમની અણઘડ કહાનીઓથી ત્રાસી તેમની બૉસ મૉનસૂન (સારા જેન ડિયાઝ) તેમને નોકરીમાંથી કાઢી મૂકે છે. પછી પીપી અને એડ્સ મળી કોઈ મોટા સ્કૅમને શોધવા અને પોતાની નોકરી પરત મેળવવાની કોશિશમાં શહેરના સૌથી મોટા સ્કૅમ (પુલ તુટી પડવાના) સાથે ટકરાઈ જાય છે અને ત્યાંથી શરૂ થાય છે તેમની મુસીબતો. આ સ્કૅમમાં ફસાયા બાદ બંનેને સમજાય છે કે મીડિયાનું અસલી કામ લોકો સુધી સત્ય પહોંચાડવાનું છે. દર્શકો સાથે ખોટુ બોલી તેમની સાથે વિશ્વાસઘાત કરી મીડિયા ખોટુ કરે છે. અંતે પીપી અને એડ્સ બંને મળી આખી દુનિયા સામે આ સ્કૅમનો પર્દાફાશ કરે છે અને બની જાય છે સૌથી જાણીતા જર્નલિસ્ટ.

ચાલો તસવીરો સાથે કરીએ ફિલ્મની સમીક્ષા :

પરફૉર્મન્સ

પરફૉર્મન્સ

ઓ તેરી ફિલ્મમાં પરફૉર્મન્સના નામે પુલકિત સમ્રાટે પોતાના તરફથી પુરતી કોશિશ કરી પોતાના પાત્ર સાથે ન્યાય કરવાની. જોકે તેઓ આખી ફિલ્મમાં સલમાનથી પ્રેરિત જ જણાયા. ઉપરાંત બિલાલ અમરોહીએ પણ પોતાની પ્રથમ ફિલ્મના હિસાબે સારી કોશિશ કરી. અનુપમ ખેર એક રાજનેતાના રોલમાં સારા લાગ્યાં. મંદિરા બેદી સુંદર લાગ્યાં અને અલ્પાવધિના પાત્ર સાથે ન્યાય કરતા જણાયાં. સારા જેન ડિયાઝ વગર કોઈ એક્સપ્રેશને માત્ર ડાયલૉગ બોલતા નજરે પડ્યાં. વિજય રાજે કેટલાક સીન્સ બહુ બહેતરીન આપ્યાં. ખાસ તો તેમનો ગાળો સાથે એક્સપેરિમેંટ મજાનો હતો.

સંગીત

સંગીત

ફિલ્મમાં અનેક ગીતો પરાણે ઉમેરાયેલા જણાયા. ગીતો અને સીન્સ વચ્ચે કોઈ પ્રકારનો તાલમેત નથી જણાતો. ક્યારેય કોઈ પણ સીન સિચ્યુએશન વચ્ચે ગીત આવી જાય છે. જોકે ફિલ્મનું છેલ્લુ ટાઇટલ સૉંગ ફિલ્મની એકમાત્ર યૂએસપી રહી. સલમાન ખાનનું સ્મિત કરવું અને તેમનું ડાન્સ પરફૉર્મન્સ થિયેટરમાંથી નિકળતા દર્શકો માટે યાદગાર બની રહેશે.

ડાયલૉગ

ડાયલૉગ

ઓ તેરી ફિલ્મમાં ડાયલૉગ તો કંઈ ખાસ નથી. જોકે અનુપમ ખેરે રાજનેતા તરીકે થોડાક રાજકીય અને મીડિયા, યુવા લોકો અંગે થોડાક ડાયલૉગ બોલ્યા છે જે સારા લાગે છે.

દિગ્દર્શન

દિગ્દર્શન

દિગ્દર્શનની બાબતમાં ઓ તેરી ખૂબ જ ઢીલી ફિલ્મ રહી. ફિલ્મમાં બે દૃશ્યો વચ્ચે, દૃશ્યો અને ગીતો વચ્ચે કોઈ પણ જાતનો તામલેત જણાતો નથી. એડિટિંગ પણ કંઈ ખાસ નથી. સીન્સને શૂટ કરતી વખતે લોકેશન, આસપાસના લોકોનું કોઈ ધ્યાન રાખવામાં આવ્યું નથી. કન્ટીન્યુટીમાં અનેક જગ્યાએ ઉણપો જણાય છે.

ઇમોશન, કૉમેડી અને એક્શન

ઇમોશન, કૉમેડી અને એક્શન

ઓ તેરી જોઈને કહી શકાય કે જતા હતા જાપાન ને પહોંચી ગયા ચીન. કંઈક આ જ હાલ થયો. આરંભે લાગ્યું કે ફિલ્મને કૉમેડી બનાવવાની કોશિશ કરાઈ છે, પણ કૉમેડી સીન્સ કંઈક ખાસ નજરે નથી પડ્યાં. પછી પુલકિત અને બિલાલના કેટલાંક એક્શન સિક્વંસ છે કે જે ઓવર, પણ સારા છે. ઇમોશનલ સીન્સ કંઇક વધુ નથી.

English summary
O Teri movie revolves around PP (Pulkit Samrat) and Aids (Bilal Amrohi).Both are reported and in attempt to achieve the success and money in short period of time they get into biggest scam of the city. O Teri movie shows how in India Media and Politics uses each other to get money and success.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more