રિવ્યૂ : પ્રેમ વડે પત્થરને પિગળાવતી રમૈયા વસ્તાવૈયા
મુંબઈ, 19 જુલાઈ : કહે છે કે પ્રેમ પત્થર ઉપર પણ પુષ્પો ખિલાવી શકે છે. સામાન્ય રીતે શાહરુખ ખાન અને સલમાન ખાનનો પ્રેમ ફિલ્મોમાં એટલું જ જોરદાર દર્શાવાય છે કે જે પત્થર દિલને પિગળાવી દે છે. પ્રભુ દેવાની ફિલ્મ રમૈયા વસ્તાવૈયામાં પણ કંઇક આવા જ પ્રેમની વાર્તા બતાવાઈ છે કે જેમાં એક યુવાનના પ્રેમ આગળ યુવતીના ભાઈનું પત્થર દિલ પણ પિગળી જાય છે.
કુમાર તૌરાનીએ પોતાના પુત્ર ગિરીશ કુમારને રમૈયા વસ્તાવૈયા દ્વારા એક સારી શરુઆત આપી છે. ફિલ્મ એંટરટેનિંગ છે અને પ્રભુ દેવાએ પોતાની તમામ ફિલ્મોની જેમ રમૈયા વસ્તાવૈયા ફિલ્મને બિઝનેસ કરાવવાના તમામ મસાલા ઠોકી-ઠોકીને ભર્યાં છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ થોડોક બોરિંગ લાગી શકે, પણ સેકેંડ હાફમાં ફિલ્મ ઝડપ પકડે છે. સરવાળે કહી શકાય કે રમૈયા વસ્તાવૈયા એક ફૅમિલી ડ્રામા છે અને કૉલેજ ગોઇંગ યુવા વર્ગને ગમી શકે છે. ગીતો સુપરહિટ છે અને પિક્ચરાઇઝેશન પણ ઉમ્દા છે.
પ્રભુ દેવા દિગ્દર્શિત રમૈયા વસ્તાવૈયા જોયા બાદ ભલે આપના મગજમાં ફિલ્મ ન રહે, પણ આખી ફિલ્મ દરમિયાન ક્યાંય કંટાળો નહિં આવે. પ્રભુ દેવાનું દિગ્દર્શન અને તેમનો ડાન્સ તો તેમની ફિલ્મની યૂએસપી હમેશા રહેતાં જ આવ્યાં છે. જોકે આ ફિલ્મમાં ડાન્સ ઉપર એટલો ધ્યાન નથી અપાયું, પણ પ્રભુએ એક ડાન્સ નંબર જરૂર કર્યું છે કે જે દર્શકોને નિરાશ નહીં કરે.
ફિલ્મમાં શ્રુતિ હસનનું કામ પણ સારૂં છે, જોકે શ્રુતિ હસન વધુ બહેતર કરી શક્યા હોત. ગિરીશ કુમારને આ રમૈયા વસ્તાવૈયા બાદ વધુ બે બૉલીવુડ ફિલ્મોની ઑફર મળી છે અને શક્ય છે કે તેઓ શૂટિંગ પણ ટુંકમાં જ શરૂ કરી દેશે. પ્રભુ દેવાના દિગ્દર્શનનો ફાયદો ગિરીશને મળ્યો છે. રમૈયા વસ્તાવૈયા સાઉથ ઇન્ડિયન ફિલ્મની રીમેક છે અને તે ફિલ્મ દિગ્દર્શક તરીકે પ્રભુ દેવાની પ્રથમ ફિલ્મ હતી કે જેણે રેકૉર્ડ બ્રેક કમાણી કરી હતી. રમૈયા વસ્તાવૈયા ફિલ્મ પાસે પણ પ્રથમ દિવસે સારી ઓપનિંગની આશા સેવાઈ રહી છે.
રમૈયા વસ્તાવૈયાની વાર્તા જાણવા સ્લાઇડ્સ ઉપર ક્લિક કરો :

ભાઈ પાસે ઉછરી સોના
સોના એટલે કે શ્રુતિ હસનનો એક ભાઈ છે સોનૂ સૂદ. સોનાના પિતા તેની માતાને છોડી બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લે છે અને આ દુઃખમાં સોનાની માતા મરી જાય છે. પછી તેનો ભાઈ જ તેને ઉછેરે છે. સોનૂ પોતાની બહેન સોનાને બહુ પ્રેમ કરે છે અને તેને દુનિયાની તમામ ખુશીઓ આપવા માંગે છે.

સોના-રામનો પ્રેમ
સોના પોતાની ખાસ બહેનપણીના લગ્નમાં તેના ઘરે રહેવા જાય છે અને ત્યાં તેની મુલાકાત રામ સાથે થાય છે કે જે વિદેશથી આવેલ છે. રામને તેના માતા-પિતાએ બહુ લાડથી ઉછેર્યો છે અને તેની માતા તેના લગ્ન એક બહુ મોટા અને પૈસાદાર કુટુમ્બમાં કરવા માંગે છે, પણ રામને સોનાની સાદગી એટલી ગમી જાય છે કે તે તેની સાથે પ્રેમ કરી બેસે છે.

સોના પણ રામને પ્રેમ કરે છે
પહેલા તો સોનાને લાગે છે કે રામ પણ વિદેશમાં રહેનાર છોકરાઓની જેમ બદતમીજ અને ખરાબ છોકરો છે, પણ ધીરે-ધીરે તે રામને ઓળખતી થાય છે અને તેને પણ તેની સાથે પ્રેમ થઈ જાય છે. બંનેના પ્રેમ અંગે રામની માતાને જાણ થાય છે અને તે સોનાને અપમાનિત કરી તેના ઘરે પાછી મોકલી દે છે. ત્યાર બાદ સોનાનો ભાઈ પણ ત્યાં આવી જાય છે અને ગુસ્સામાં સોનાને લઈને ઘરે આવી જાય છે.

રામ સોનાને ગામ જાય છે
સોના જતા રહ્યા બાદ રામ તેના ગામે આવે છે તેના ભાઈ પાસે માફી માંગવા. ત્યાં સોનૂ સૂદ તેને સોનાના કહેવા પર એક તક આપે છે અને તેને ગામમાં રહી ખેડૂતની જેમ ખેતી કરવા કહે છે. રામ બધુ કરે છે અને સોનૂ સૂદનું દિલ જીતી લે છે.

રામ-સોનાનું લગ્ન
પણ એટલી સરળ નથી આ પ્રણય-કથા. સોનૂ સૂદ રામ અને સોનાના લગ્ન માટે માની તો જાય છે, પણ તે પછી કેટલાંક બનાવો એવા બને છે કે જેથી સોનૂએ જેલ જવું પડે છે. હવે વાર્તામાં આ ટ્વિસ્ટ શું છે, તે જાણવા જુઓ રમૈયા વસ્તાવૈયા.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
