For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Review: 'નિર્મલ પાઠકકી ઘર વાપસી' સીરિઝની લાજવાબ કહાની સીધી દિલ પર દે છે દસ્તક

ઓટીટીનુ દુનિયામાં હાલમાં ગ્રામ્ય કહાનીઓનો જમાવડો લાગ્યો છે. આ ક્રમમાં સોની લિવની નવી સીરિઝ નિર્મલ પાઠક કી ઘર વાપસી છે.

|
Google Oneindia Gujarati News

Rating:
3.0/5

વેબસીરિઝ - નિર્મલ પાઠક કી ઘર વાપસી

ક્યાં જોવી - સોની લિવ

કલાકાર - વૈભવ તત્વવાદી, આકાશ મખીજા, વિનીત કુમાર, પંકજ ઝા, ગરિમા સિંહ

ઓટીટીનુ દુનિયામાં હાલમાં ગ્રામ્ય કહાનીઓનો જમાવડો લાગ્યો છે. આ ક્રમમાં સોની લિવની નવી સીરિઝ નિર્મલ પાઠક કી ઘર વાપસી છે. નિર્મલ પાઠક જ્યારે 24 વર્ષ પછી પોતાના પૈતૃક ગામ બિહારમાં આવે છે તો કેવી રીતે તે ગામની દુનિયાથી ઉત્સાહ અને પીડા અને મુશ્કેલીઓનો સામનો કરે છે. બિહારના એક નાનકડા ગામમાં જ્યારે નિર્મલ પાઠકની શહેરમાંથી વાપસી થાય છે તો તેનુ સ્વાગત એક સ્ટારની જેમ થાય છે.

જાતિ પ્રથા, ભેદભાવ અને ઉંચ-નીચના વિચારો

જાતિ પ્રથા, ભેદભાવ અને ઉંચ-નીચના વિચારો

પરિવાર અને ગામમાંથી સમ્માન મેળવીને નિર્મલ પાઠક એક તરફ જ્યાં પોતાનુ કદ વધેલુ જુએ છે ત્યાં જાતિ પ્રથા, ભેદભાવ અને ઉંચ-નીચના વિચારો જોઈને આશ્ચર્ય પણ પ્રગટ કરે છે. પોતાની વિચારધારાથી તે ગામની જડોમાં સમાયેલ જાતિવાદ, લિંગવાદ, પિતૃસત્તાને ખતમ કરવા માટે કેવી સ્થિતિનો સામનો કરે છે તેની આસપાસ ફરે છે નિર્મલ પાઠક કી ઘર વાપસી. શું નિર્મલ પાઠક પોતાની જન્મભૂમિમાં ફેરફાર લાવી શકશે આ વિચારને દર્શાવે છે આ સીરિઝ.

ભારતની હકીકતને ચરિત્ર કરવામાં આવી

ભારતની હકીકતને ચરિત્ર કરવામાં આવી

એક ગંભીર કહાની હોવા છતાં પણ નિર્મલ પાઠકના પાત્રો અને પરિવાર ભાવુકતા, હાસ્ય અને મનોરંજનની સફરે લઈ જશે. આ સીરિઝમાં મહિલા સશક્તિકરણ, જનસંખ્યા, નિયંત્રણ, અંધ વિશ્વાસ, દહેજપ્રથા અને ગામના રાજકારણને એક જ પાણીમાં ભેળવીને સ્વાદ અનુસાર પીવડાવવાની કવાયત કરી છે. 5 એપિસોડની સીરિઝમાં ગ્રામીણ ભારતની હકીકતને ચરિત્ર કરવામાં આવી છે. લેખક રાહુલ પાંડેનુ લેખન સ્ક્રીન પર દેખાય છે. મરાઠી સિનેમાનો મોટો ચહેરો વૈભવ તત્વવાદીએ નિર્મલ પાઠકની ભૂમિકા સાથે પૂરો ન્યાય કર્યો છે.

સીરિઝને 3 સ્ટારનુ રેટિંગ

સીરિઝને 3 સ્ટારનુ રેટિંગ

વિનીત કુમાર, પંકજ ઝા, કુમાર સૌરભ તેમના પાત્રોને નિભાવે છે. અભિનેત્રી અલકા અમીન પણ વાર્તાને અનુકૂળ છે. પટકથા હૃદયને સ્પર્શી જાય છે જે વાર્તાને સંપૂર્ણ રીતે ખીલવાની તક આપે છે. સંવાદોમાં ગામડાની સુગંધ ઓગળતી સંભળાય છે. રાહુલ પાંડે અને સતીશ નાયર દ્વારા નિર્દેશિત, આ વેબ સિરીઝમાં સક્ષમ કલાકારોની લાંબી યાદી છે. વૈભવ તત્વવાદી, આકાશ માખીજા, વિનીત કુમાર, પંકજ ઝા, ગરિમા સિંહ અને ઈશિતા ગાંગુલી મુખ્ય ભૂમિકામાં છે.

શા માટે જોવી - નિર્મલ પાઠકનુ ઘરે પરત ફરવુ એ ગામના મેઘધનુષ્યના રંગોની સાથે સમાજ માટે દર્પણ છે. નિર્મળ પાઠકનુ ગામ અને પરિવાર મનમાં વસી જશે. વન ઈન્ડિયા ગુજરાતી તરફથી સીરિઝ માટે 3 સ્ટારનુ રેટિંગ.

English summary
Review Sony Liv Web series Nirmal pathak ki Ghar wapsi, strong script with fantastic cast
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X