Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Review : રિવૉલ્વર રાણીનો પ્રેમ પણ બહુ ખતરનાક છે!

મુંબઈ, 25 એપ્રિલ : ક્વીન બાદથી કંગના રાણાવતની ફિલ્મો પાસે લોકોની અપેક્ષાઓ વધી ગઈ છે. આજે રિલીઝ થયેલી રિવૉલ્વર રાણી પાસે પણ લોકો ઘણી બધી આશાઓ સેવી રહ્યાં છે, પરંતુ ક્યાંકને ક્યાંક આ ફિલ્મ લોકોની બહુ વધેલી અપેક્ષાઓ સામે ઉણી ઉતરવાની શંકા છે. જોકે કંગનાનો અભિયન તો દરેક ફિલ્મમાં ગઝબનો રહે છે. તે પછી ફ્લૉપ રજ્જો હોય કે હિટ ક્વીન કે પછી રિવૉલ્વર રાણી.

રિવૉલ્વર રાણીની વાર્તા અને વગર વિચાર્યે કરાયેલી દૃશ્યોની કાપણીએ ફિલ્મને થોડીક ઢીલી બનાવી દીધી છે. ફિલ્મના દિગ્દર્શક સાઈ કબીર છે. તેમણે પોતાની રીતે પુરતી કોશિશ કરી છે કે જેથી રિવૉલ્વર રાણીના પાત્રને સારી પક્કડ આપી શકાય. આમ છતાં ક્યાંકને ક્યાંક દિગ્દર્શકના હાથેથી ફિલ્મની ડોરી ફિલ્મના અંતે ઢીલી થઈ જતી હોય, તેવું લાગે છે. રિવૉલ્વર રાણી ફિલ્મમાં કંગના રાણાવત ઉપરાંત હીરો વીર દાસ પણ છે.

ચાલો તસવીરો સાથે જાણીએ ફિલ્મની વાર્તા અને કરીએ સમીક્ષા પણ :

ચંબલની રાણી અલકા

ચંબલની રાણી અલકા

રિવૉલ્વર રાણીની વાર્તા શરૂ થાય છે ચંબલના ગામથી કે જ્યાં અલકા (કંગના રાણાવત)નો જ સિક્કો જ ચાલે છે.

પ્રજા વચ્ચે લોકપ્રિય

પ્રજા વચ્ચે લોકપ્રિય

અલકા ચંબલની દરેક ચૂંટણી જીતે છે. પ્રજા વચ્ચે તે ખૂબ લોકપ્રિય છે.

મામાની કઠપૂતળી

મામાની કઠપૂતળી

અલકા પોતાના મામા (પિયૂષ મિશ્રા)ના હાથોની કઠપૂતળી છે. જોકે અલકાને ગુસ્સે આવે, તો તે પોતાના મામાને પણ નથી છોડતી, પરંતુ તે મામાની કહ્યાગરી છે.

પતિની ખૂની

પતિની ખૂની

અલકા કુરૂપ છે અને પોતાના જ પતિનું ખૂન કરી ચુકી છે.

વાંઝણી છે અલકા

વાંઝણી છે અલકા

તબીબોના જણાવ્યા મુજબ અલકા વાંઝણી પણ છે.

રોહન સાથે મુલાકાત

રોહન સાથે મુલાકાત

એક દિવસ અલકાની મુલાકાત રોહન કપૂર (વીર દાસ) સાથે થાય છે કે જે એક સ્ટ્રગલિંગ એક્ટર છે.

રોહનનો સ્વાર્થ

રોહનનો સ્વાર્થ

રોહન અલકાનો યૂઝ કરી તેના પૈસા પોતાની ફિલ્મમાં રોકાવા માંગે છે. તે અલકાની નજીક આવે છે, પરંતુ આ પ્રણય-કથા સીધી-સાદી નથી.

સંબંધને લગ્નનું નામ

સંબંધને લગ્નનું નામ

અલકા અને રોહનના સંબંધોની માહિતી અલકાના મામા જાહેર થવામાંથી બચાવે છે, તો અલકા પોતાના આ સંબંધને લગ્નનું નામ આપવા માંગે છે.

પૂરી થશે અલકાની ખ્વાઇશ

પૂરી થશે અલકાની ખ્વાઇશ

હવે અલકાની આ ખ્વાઇશ તેના મામા પૂરી થવા દે છે? શું રોહન આ સ્વાર્થી સંબંધને નિભાવવા પોતાની જાતને તૈયાર કરે છે? જવું પડશે થિયેટર અલકાના પ્રેમનો અંત જાણવા માટે તો આપે નિકટના થિયેટરમાં જ જવું પડશે કે જ્યાં રિવૉલ્વર રાણી ફિલ્મ લાગેલી હોય.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X