શિમલા મિર્ચી ફિલ્મ રિવ્યુઃ રાજકુમાર રાવ-હેમા માલિનીની અધકચરી લવ સ્ટોરી
શિમલા મિર્ચી એક પ્રણય ત્રિકોણ છે – રાજકુમાર રાવ, હેમા માલિની અને રકુલ પ્રીત વચ્ચે. આ ફિલ્મ રિલીઝ થતા પહેલા પાંચ વર્ષ સુધી ડબ્બામાં બંધ રહી. વાંચો ફિલ્મ રિવ્યુ
ડાયરેક્ટર રમેશ સિપ્પીની શિમલા મિર્ચીના એક સીનમાં રુકમિણી (હેમા માલિની) પોતાની દિકરી (રકુલ પ્રીત સિંહ)ને કહે છે - આરામથી રહે, આટલુ ઉત્સાહિત થવાની જરૂર નથી. આ રીતે ફિલ્મની કહાની માટે પણ બહુ ઉત્સાહમાં આવવા જેવુ કંઈ નથી. જેમને નથી ખબર તેમની જાણ માટે શિમલા મિર્ચી એક પ્રણય ત્રિકોણ છે - રાજકુમાર રાવ, હેમા માલિની અને રકુલ પ્રીત વચ્ચે. આ ફિલ્મ રિલીઝ થતા પહેલા પાંચ વર્ષ સુધી ડબ્બામાં બંધ રહી પરંતુ આ પાંચ વર્ષોમાં પણ શું આ શિમલા મિર્ચી પાકી શકી છે કે નહિ જાણો ફિલ્મ રિવ્યુમાં.

શું છે સારુ
ફિલ્મમાં અમુક સીન સારા છે અને તેને જોઈને તમને હસવુ આવશે.
શું છે ખરાબ - ફિલ્મની કહાની ઠંડી છે અને ઉંધા મોઢે પટકાઈ છે જેને સારા એક્ટર્સ પણ સંભાળી શક્યા નથી.

કહાની
અવિનાશ એટલે કે અવી (રાજકુમાર રાવ) હંમેશા યુવતીઓને પોતાના દિલની વાત કહેવામા કાચો રહ્યો છે. તે પોતાના પરિવારની સાથે એક ફેમિલી ટ્રીપ પર શિમલા જાય છે જ્યાં તેને પહેલી નજરમાં પ્રેમ થઈ જાય છે ચુલબુલી અને બિન્દાસ નૈના (રકુલ પ્રીત સિંહ) સાથે. તેની નજીક જવા માટે અવી, નૈનાની કેફેમાં નોકરી કરી લે છે.

હેમા માલિનીની એન્ટ્રી
બધુ બરાબર ચાલી રહ્યુ છે અને અવી નૈનાને એક ચિઠ્ઠી લખે છે પરંતુ પોતાનુ નામ નથી લખતો. પરંતુ તે ચિઠ્ઠી પહોંચી જાય છે નૈનાની મા રુકમિણી (હેમા માલિની) પાસે જે પોતાના પતિ (કંવલજીત સિંહ)થી અલગ થવાની યાદોમાંથી બહાર નીકળવા ઈચ્છે છે.

શરૂ થાય છે ખિચડી
અવિનાશના પ્રેમને પોતાના માટે લગાવ સમજીને રુકમિણી પાછળના વાતો ભૂલાવીને અવિનાશ સાથે જિંદગી આગળ વધારવાનુ વિચારે છે. હવે ત્યારબાદ આ એક કન્ફ્યુઝન કેવી રીતે આખી ફિલ્મને ફેરવશે એ જ ફિલ્મમાં હસવાની બે-ચાર પળ લઈને આવે છે.

નિર્દેશન
શોલે, સીતા અને ગીતા જેવી ફિલ્મો બનાવનાર રમેશ સિપ્પી પાસે આવી ઢીલી ફિલ્મ આવવાની અપેક્ષા કોઈને નહિ હોય. શિમલા મિર્ચીની કહાનીમા કોઈ દમ નથી અને સ્ક્રીનપ્લે નબળુ છે. રમેશ સિપ્પી 25 વર્ષ બાદ નિર્દેશનમાં પાછા આવ્યા છે અને તેમની કલા ખોવાઈ ગઈ હોય એવુ લાગી રહ્યુ છે. ફિલ્મના અમુક સીન જોઈને તો તમે ખુદને થિયેટર છોડવા માટે મજબૂર અનુભવશો.

અભિનય
રાજકુમાર રાવ જેવા સશક્ત અભિનેતા પણ આ ઢીલી ફિલ્મમાં કોઈ જીવ રેડી શક્યા નથી. પરંતુ ક્યાંક ક્યાંક તો તે પોતાની અંદરના શાહરુખ ખાનને જગાડવાની કોશિશ કરે છે જે ફિલ્મને વધુ બગાડી દે છે. હેમા માલિની જેવી અભિનેત્રી પાસે ઓવર એક્ટિંગની અપેક્ષા ઓછી જ હોય પરંતુ તે આ ફિલ્મમાં પૂરી થશે. આખી ફિલ્મમાં જોવા લાયક માત્ર રકુલ પ્રીત સિંહ છે જો કે તે પણ બહુ કોશિશ કરે છે.

સહયોગી કલાકાર
સહયોગી ભૂમિકાઓમાં શક્તિ કપૂર અને કંવલજીત સિંહના હાથે ફિલ્મમાં કંઈ પણ લાગ્યુ નથી.

ટેકનિકલ પક્ષ
હરમીત સિંહના કેમેરાથી શિમલાની સુંદરતા પણ દેખાઈ શકતી નથી. ફિલ્મનુ બેકગ્રાઉન્ડ મ્યૂઝિક કોઈ અસર છોડતુ નથી. વિજય વેંકટરમનની એડિટિંગ પણ કાચી છે.

સંગીત
ઈશ્ક દી ફીલિંગ જેવુ ગીત જ્યારે ફિલ્મની શરૂઆતમાં વાગે છે ત્યારે તે પહેલા જ સીન બાદ ભૂલી શકાય તેવુ છે. મિર્ચી શિમલે દી પણ તમને ડાંસ ફ્લોર પર ખેંચી નહિ શકે. ગીતો માત્ર ફિલ્મનો સમય વધારે છે.

નિર્ણય
ઈશ્ક દી ફીલિંગ ન્યૂ ન્યૂ હે, એક ગીતના બોલ છે પરંતુ રાજકુમાર રાવ-હેમા માલિની રકુલ પ્રીત સિંહની આ ફિલ્મમાં કંઈ પણ નવુ નથી. તમને ત્યારે જ સમજમાં આવી જશે કે ફિલ્મમાં જોવા જેવુ કંઈ નથી જ્યારે આખી ફિલ્મમાં માત્ર ધર્મેન્દ્રનો કેમિયો જ યાદ રાખવા લાયક રહી જશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
