Review : કેબલ વચ્ચે ગુંચવાઈ સોનાલી...
ફિલ્મ : સોનાલી કેબલ
દિગ્દર્શક : ચારુદત્ત આચાર્ય
કલાકાર : રિહા ચક્રવર્તી, અલી ફઝલ, સ્મિતા જયકર, અનુપમ ખેર
પેલી કહેવાત તો આપે સાંભળી જ હશે કે દરિયામાં સામાન્ય રીતે મોટી માછલીઓ નાની માછલીઓને ગળી જાય છે. કંઇક આવા જ વિષય પર આધારિત છે રિહા ચક્રવર્તી તથા અલી ફઝલ અભિનીત ફિલ્મ સોનાલી કેબલ. ફિલ્મમાં દિગ્દર્શક ચારુદત્ત આર્યે એમ દર્શાવવાની કોશિશ કરી છે કે કઈ રીતે મહાનગરોમાં નાના-નાના ધંધાર્થીઓને મોટા વ્યવસાયી ગળી જવાનો પ્રયત્ન કરે છે.
સોનાલી કેબલની વાર્તા સોનાલી (રિહા ચક્રવર્તી)ની આજુબાજુ ફરે છે. સોનાલી અને તેના કેટલાક મિત્રો મળી મુંબઈ શહેરમાં એક નાનકડા ભાગે કેબલ નેટવર્કિંગનો વ્યવસાય કરે છે. આ વ્યવસાયમાં તેમની મદદ કરે છે ધારાસભ્ય મીના તાઈ (સ્મિતા જયકર) અને તેનો દીકરો રઘુ. રઘુ અને સોનાલી બાળપણના મિત્ર છે અને એક-બીજાને પ્રેમ કરે છે.
ફિલ્મની વાર્તામાં ટ્વિસ્ટ ત્યારે આવે છે કે જ્યારે એક બહુ મોટી કમ્પનીનો માલિક વાઘેલા (અનુપમ ખેર) મુંબઈના નાના-નાના કેબલ વ્યવસાયો ખરીદવા લાગે છે. તેની નજર સોનાલી કેપલ પર પણ પડે છે. સોનાલી હાર નથી માનતી અને રઘુ સાથે મળી વાઘેલા સામે ટક્કર લે છે.

વાર્તા
સોનાલી કેબલની વાર્તા ખૂબ જ રોચક તથા ગંભીર છે, પણ વાર્તાને પડદે કંડારતી વખતે ઘણી ત્રુટિઓ રહી ગઈ કે જેથી ફિલ્મ લોકોને ઇમ્પ્રેસ કરવામાં નિષ્ફળ નિવડી.

દિગ્દર્શન
દિગ્દર્શક ચારુદત્ત આચાર્યે ફિલ્મના દિગ્દર્શનમાં ખામીઓ છોડી દીધી. ફિલ્મ વધુ બહેતર રીતે બની શકી હોત. સોનાલી કેબલમાં અનેક વિષયો પર ધ્યાન આપવાના ચક્કરમાં એક પણ વિષય પર ગંભીરતાથી ધ્યાન નથી આપી શકાયું. તેથી દર્શકો ફિલ્મ સાથે ઇમોશનલી જોડાતા નથી.

અભિનય
સોનાલી કેબલમાં રિહા ચક્રવર્તી તથા અલી ફઝલ લીડ રોલમાં છે. ચાલો જોઇએ બંનેએ કેવું કામ કર્યું છે.

રિહા ચક્રવર્તી
રિહાની આ પહેલી ફિલ્મ છે. તેમણે પૂરી કોશિશ કરી, છતાં લોકોને નિરાશ જ સાંપડી. જોકે પડદા પર રિહા સુંદર અને ચંચળ નજરે પડ્યાં, પણ અભિનયની બાબતમાં શીખવાની જરૂર છે.

અલી ફઝલ
અલી ફઝલ થોડાક સમય અગાઉ રિલીઝ થયેલી બૉબી જાસૂસ ફિલ્મમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી લોકોને ચોંકાવ્યા હતાં, પરંતુ સોનાલી કેબલમાં આટલા સારા અભિનેતાને વેસ્ટ કરી દેવાયાં. અલી બિલ્કુલ બિનઅસરકારક દેખાયાં.

અનુપમ ખેર
અનુપમ ખેર જેવા બહેતરીન કલાકાર પાસે પણ સોનાલી કેબલમાં કરવા જેવુ કંઈ જ નહોતું.

સંગીત
સોનાલી કેબલનું સંગીત ખાસ નથી. તે વાર્તા સાથે મૅચ પણ નથી થતું.

જોવી કે કેમ?
સોનાલી કેબલ ફિલ્મ એમ તો ખાસ નથી કે તેને જોવા જઈ શકાય. આ તેવી ફિલ્મોમાંની એક છે કે જેને જોઈ બહાર આવ્યા બાદ આપ ફિલ્મ વિશે વિચારવા નહીં ઇચ્છો. જોકે વીકેન્ડે સમય હોય તો બે કલાક સોનાલી કેબલ ખાસ રિહા ચક્રવર્તીને જોવા માટે જોઈ શકાય છે.












Click it and Unblock the Notifications
