Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રિવ્યૂ : ફૅમિલી સાથે 50-50 ન કરી શકાય ઝિંદગી 50-50

ફિલ્મ : ઝિંદગી 50 50
કલાકારો : વીણા મલિક, રાજન વર્મા, રિયા સેન તથા આર્ય બબ્બર
સંગીત : અમઝદ, નવીન તથા વિવેક
ગાયકો : રાહત ફતેહ અલી ખાન, બપ્પી લહિરી તથા રેખા ભારદ્વાજ

ઝિંદગી 50 50 ફિલ્મ અંગે વીણા મલિક જેટલા ઉત્સાહિત હતાં, તેના કરતાં વધુ ઉત્સાહિત તો તેમના ફૅન્સ હતાં. ફિલ્મ રિલીઝ થતાં લોકો વીણા મલિક નામે ફિલ્મ જોવા પહોંચ્યા. જોકે ફિલ્મમાં અનેક એવી વાતો છે કે ભારતીય દર્શકોને રુચી નથી રહી. જેમ કે વીણા મલિકનું ખુલ્લેઆમ દરેક વાત બોલવું, ખુલીને સ્કિન શો કરવો તથા બીજું પણ ઘણું બધું છે ફિલ્મમાં કે જે લોકોને પોતાના પરિવાર સાથે ન જોવા મજબૂર કરે છે. વીણા મલિકે પોતાની ફિલ્મના પ્રમોશન માટે ખૂબ મહેનત કરી છે. તેઓ રેડલાઇટ એરિયા પણ જઈ આવ્યાં. સરવાળે કહી શકાય કે ઝિંદગી 50 05 ફિલ્મ ફૅમિલી ફિલ્મ તો નથી જ. જો જોવી જ હોય, તો એકલા જ જવાય.

વાર્તા : વીણા મલિક ફિલ્મમાં એક સેક્સ વર્કર માધુરીના રોલમાં છે. વાર્તા ત્રણ છોકરીઓની આજુબાજુ ફરે છે કે જેમાં એક છે રૂપા (સુપ્રિયા કુમાર). તે એક હાઉસ વાઇફ છે અને પોતાના પતિ બિરજૂ (રાજન વર્મા) સાથે મુંબઈમાં પોતાના એક ઘરની શોધમાં છે. ઘરનું સપનું પૂર્ણ કરવા બિરજૂ રાત-દિવસ મહેનત કરે છે અને પત્નીને સમય નથી આપી શકતો. રૂપા પણ પતિનું સપનું પૂર્ણ કરવા કંઇક કરવા માંગે છે. રૂપા પોતાના પાડોસી પી. કે. લૈલે (રાજપાલ યાદવ) પાસે ઘર માટે મદદ માંગે છે. તેને મદદ મળે પણ છે, પરંતુ તેના બદલામાં તેને એક મોટી કિંમત ચુકવવી પડે છે. બીજી છોકરી નૈના (રિયા સેન) એક સ્ટ્રગલિંગ એક્ટ્રેસ છે. તે એક સફળ અભિનેત્રી બનવા માંગે છે. તે પણ પોતાના સપન પૂરા કરવા કોઈ પણ હદે જઈ શકે છે. ત્રીજી છોકરી છે માધુરી (વીણા મલિક) કે જે એક સેક્સ વર્કર છે. આ પ્રોફેશન તેણે પોતે પસંદ કર્યો છે, પરંતુ હવે તે પરત ફરવા માંગે છે. પોતાનું એક પરિવાર ચાહે છે. હવે શું આ ત્રણે છોકરીઓના સપના પૂરા થશે? જાણવા માટે જોવી પડે ફિલ્મ.

સાર : ઝિંદગી 50 50 ફિલ્મ એક 50-50 ફિલ્મ જ કહી શકાય. સંગીત ખાસ નથી. રાહત ફતેહ અલી ખાન, રેખા ભારદ્વાજ જેવા સિંગરોએ ગીતો ગાયા છે, પરંતુ ખાસ નથી. સરવાળે સરેરાશ સંગીત છે. દિગ્દર્શકે ફિલ્મમાં મન મૂકીને ખુલ્લાપણું બતાવ્યું છે કે જે ક્યાંકને ક્યાંક ઑક્વર્ડ લાગે છે. વીણા મલિકે તો પોતાને એક્સપોઝ કરવાનું સપનું મન મૂકીને જીવ્યું છે. દરેક સીનમાં તેમણે પ્રાણ પૂરી દીધાં છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X