રિયા ચક્રવર્તીએ ઈડીને કરી અપીલ, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવા સુધી ન નોંંધો નિવેદન

ફિલ્મ અભિનેત્રી રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂત મામલે ઈડી દ્વારા પૂછપરછને ટાળવાની અપીલ કરી છે.

ફિલ્મ અભિનેત્રી રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂત મામલે ઈડી દ્વારા પૂછપરછને ટાળવાની અપીલ કરી છે. રિયાના વકીલ સતીશ માનશિંદે તરફથી ઈડીને અપીલ કરવામાં આવી છે કે રિયાનુ નિવેદન સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલ અરજીની સુનાવણી સુધી ટાળી દેવામાં આવે. વાસ્તવમાં સુશાંત સિંહ રાજપૂતના બેંક ખાતામાંથી કરોડો રૂપિયાની લેવડ-દેવડ થઈ છે. આ વિશે ઈડી પહેલેથી જ તપાસ કરી રહી છે. ઈડી તરફથી આજે રિયા ચક્રવર્તીને સમન મોકલીને હાજર થવા માટે કહેવામાં આવ્યુ છે.

rhea

માહિતી મુજબ ઈડી મુંબઈ ઑફિસમાં રિયા ચક્રવર્તીની પૂછપરછ કરશે. જણાવવામાં આવી રહ્યુ છે કે રિયા ચક્રવર્તી સાથેના સવાલોનુ એક લાંબુ લિસ્ટ તૈયાર છે. ઈડીએ રિયા ચક્રવર્તીના મુંબઈ સ્થિત જૂના ઘરે પોસ્ટ દ્વારા અને ઈમેલના માધ્યમથી સમન મોકલ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર રિયાને સુશાંત સિંહ રાજપૂત સાથે વ્યક્તિગત અને વ્યાવસાયિક સંબંધો વિશે સવાલ પૂછવામાં આવી શકે છે.

તમને જણાવી દઈએ કે સુશાંતના પિતા કે કે સિંહે આરોપ લગાવ્યો છે કે રિયા ચક્રવર્તીએ તેમના દીકરાને ઈમોશનલી ટોર્ચર કર્યો, તેણે તેને પોતાની પ્રેમજાળમાં ફસાવીને તેની પાસેથી પૈસા પડાવ્યા. તે સુશાંત સાથે પૈસાા કારણે જ જોડાયેલી હતી, તે તેમના દીકરાની મેડિકલ રિપોર્ટ સાર્વજનિક કરવાની ધમકી આપતી હતી. તેણે જ સુશાંતને દવાઓનો ઓવરડૉઝ આપતી હતી. સુશાંતના અકાઉન્ટમાં 17 કરોડ રૂપિયા હતા જેમાંથી 15 કરોડ રૂપિયા રિયાએ ઉપાડ્યા. આ ઉપરાંત રિયા સુશાંતના મોતના થોડા દિવસ પહેલા જ તેનુ ઘર છોડીને જતી રહી અને સાથે પૈસા, લેપટૉપ, ઘરેણા, સુશાંતના બેંક કાર્ડ્ઝ, પિન અને મેડિકલ રિપોર્ટ પણ લઈ ગઈ. તેમણે રિયા પર સુશાંત વિરુદ્ધ ષડયંત્ર રચવા અને તેની મનોદશા ખરાબ કરવાનો આરોપ લગાવ્યો છે. કે કે સિંહે કહ્યુ છે કે રિયાએ સુશાંતની બિમારીનો ફાયદો ઉઠાવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X