For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિયા ચક્રવર્તીની જામીન અરજી પર બૉમ્બે હાઈકોર્ટ કાલે કરશે સુનાવણી

રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિકની જામીન અરજી પર આજે બૉમ્બે હાઈકોર્ટમાં સુનાવણી થવાની હતી પરંતુ હવે આ સુનાવણી ગુરુવારે 24 સપ્ટેમ્બરે થશે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિકની જામીન અરજી પર આજે બૉમ્બે હાઈકોર્ટમાં સુનાવણી થવાની હતી પરંતુ હવે આ સુનાવણી ગુરુવારે 24 સપ્ટેમ્બરે થશે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB)એ સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે ડ્રગ તપાસના તેની ધરપકડ કર્યા બાદ ચક્રવર્તી ભાઈ-બહેન હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીની ન્યાયિક કસ્ટડી 6 ઓક્ટોબર સુધી લંબાવી દેવામાં આવી છે.

rhea

તમને જણાવી દઈએ કે જામીન અરજી, જેની આજે બૉમ્બે હાઈકોર્ટમાં સુનાવણી હતી, તે શહેરમાં ભારે વરસાદના કારણે થઈ શકી નહિ. રિયાના વકીલ સતીશ માનશિંદેએ આ માહિતી આપી. તેમણે જણાવ્યુ કે રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીએ બૉમ્બે હાઈકોર્ટમાં જામીન માટે અરજી આપી હતી. રિયા અને શોવિક બંનેની ન્યાયિક કસ્ટડી જે 22 સપ્ટેમ્બરે સમાપ્ત થવાની હતી તેને 6 ઓક્ટોબર સુધી લંબાવી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે રિયા ચક્રવર્તી છેલ્લા 14 દિવસોથી મુંબઈની ભાયખલ્લા જેલમાં બંધ છે.

ચીફ જસ્ટીસે બૉમ્બે હાઈકોર્ટ માટે આજે રજા જાહેર કરવામાં આવી છે અને આજનુ બોર્ડ કાલે એટલે કે 24 સપ્ટેમ્બરે લેવામાં આવશે. આની પહેલા રિયાના વકીલ સતીશ માનશિંદેએ બૉમ્બે હાઈકોર્ટને જામીન અરજી વિશે જણાવતા કહ્યુ હતુ, 'રિયા ચક્રવર્તી અને શોવિક ચક્રવર્તીએ બૉમ્બે હાઈકોર્ટમાં એનડીપીએસ કેસમાં જામીન માટે અરજી દાખલ કરી છે.'

તમને જણાવી દઈએ કે મંગળવારે વિશેષ એનડીપીએસ અદાલતે અભિનેત્રી રિયા ચક્રવર્તીની જામીન અરજી ફગાવી દીધી અને તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધી. અભિનેત્રી હવે 6 ઓક્ટોબર સુધી જેલમાં રહેશે. રિયાની જામીન અરજી વિશેષ અદાલતે એમ કહીને ફગાવી દીધી હતી કે રિયા એ લોકોને સતર્ક કરી શકે છે જેમન નામ તેણે એનસીબી સમક્ષ આપેલા નિવેદનમાં લીધા છે.

પંજાબમાં કૃષિ બિલનો જોરદાર વિરોધ, ખેડૂતોના સમર્થનમાં આવ્યા નવજોત સિંહ સિદ્ધુપંજાબમાં કૃષિ બિલનો જોરદાર વિરોધ, ખેડૂતોના સમર્થનમાં આવ્યા નવજોત સિંહ સિદ્ધુ

English summary
Rhea Chakraborty's bail plea rescheduled for September 24 at Bombay HC
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X