રિયા ચક્રવર્તીએ ખરીદ્યો 84 લાખનો ફ્લેટ, ઈડીને કહ્યુ - બધુ મારા પૈસાથી ચૂકવ્યુ છે સુશાંતના નહિ
સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ અંગે રિયા ચક્રવર્તીની ઈડીએ શુક્રવારે 9 કલાક સુધી પૂછપરછ કરી. જાણો શું કહ્યુ.
સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ અંગે રિયા ચક્રવર્તીની ઈડીએ શુક્રવારે 9 કલાક સુધી પૂછપરછ કરી. સુશાંતના પિતાએ રિયા પર કરોડોની હેરાફેરી કરવાનો આરોપ લગાવ્યો હતો. પૂછપરછમાં રિયાની સંપત્તિ વિશે સવાલ કરવામાં આવ્યા જેના પર રિયાએ જણાવ્યુ કે બધુ તેણે પોતાના પૈસાથી ખરીદ્યુ છે, સુશાંતના પૈસાની કોઈ હેરફેર કરવામાં આવી નથી. ઈડીની તપાસમાં સામે આવ્યુ છે કે ખારનો ફ્લેટ રિયાએ 84 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. સુશાંતના પિતાએ રિયા અને તેના પરિવાર પર સુશાંતના અકાઉન્ટમાંથી 15 કરોડ રૂપિયાની હેરફેર કરવાનો આરોપ લગાવ્યો છે એટલા માટે મની લોન્ડ્રીંગ કેસમાં ઈડી તપાસ કરી રહી છે. ઈડીએ પૂછપરછ દરમિયાન રિયાને લગભગ 50 સવાલ કર્યા.

મુંબઈમાં ફ્લેટ ખરીદવા માટે તેણે બેંકમાંથી લોન લીધી
રિયા શુક્રવારે સવારે 11.50 વાગે ઈડી કાર્યાલય પહોચી હતી જ્યારે રાતે 8.45 વાગે ત્યાંથી પાછી નીકળી. રિયા સાથે તેનો ભાઈ શોવિત, સુશાંતની મેનેજર શ્રુતિ મોદી અને સીએ રિતેશ શાહની પણ ઈડીએ પૂછપરછ કરી. આ કડીમાં આજે સુશાંતા રુમમેટ રહેલા સિદ્ધાર્થ પિઠાનીની પણ પૂછપરછ થશે. ઈડીની પૂછપરછમાં રિયાએ કહ્યુ કે પોતાના ઈન્વેસ્ટમેન્ટમાં તેણે સુશાંતના પૈસાનો ઉપયોગ નહોતો કર્યો. મુંબઈમાં ફ્લેટ ખરીદવા માટે તેણે બેંકમાંથી લોન લીધી હતી.

85 લાખનો ફ્લેટ
શુક્રવારે રિયાની ખારમાં આવેલી સંપત્તિ વિશે પૂછપરછ માટે ઈડીની એક ટીમ તેમના ઘરે પહોંચી. ત્યાં રિયાનો વન બીએચકે ફ્લેટ છે. સૂત્રો અનુસાર જીએસટી સથે આ ફ્લેટની કિંમત લગભગ 84 લાખ રૂપિયા જણાવાઈ રહી છે. આ ફ્લેટને રિયાએ વર્ષ 2018માં બુક કર્યો હતો અને આના માટે લગભગ 60 લાખ રૂપિયાની લોન લીધી હતી. પૂછપરછમાં રિયાએ જણાવ્યુ કે તેણે ખારમાં 84 લાખ રૂપિયાનો ફ્લેટ ખરીદ્યો છે જેના માટે તેણે બેંક લોન લીધી હતી. આ ફ્લેટને ખરીદવામાં 25 લાખ રૂપિયા તેણે પોતાની સેવિંગ્ઝમાંથી લગાવ્યા છે જે રિયાના જણાવ્યા મુજબ તેણે કટકે કટકે આપ્યા હતા.

મે પણ ફિલ્મોમાં કામ કર્યુ છે, પૈસા કમાયા છે
રિયાએ એ વાતનો પણ ઈનકાર કર્યો છે કે તેણે પોતાના અંગત ખર્ચા માટે સુશાંતના પૈસાનો ઉપયોગ કર્યો. તેણે દાવો કર્યો છે કે તે પોતાની કમાણીથી જ પોતાનો ખર્ચ ચલાવી રહી હતી. વળી, બીજુ ઘર રિયાના પિતાના નામ પર લીધુ છે. જેને તેમણે વર્ષ 2012માં 60 લાખ રૂપિયામાં ખરીદ્યુ હતુ. રિયાએ સુશાંતના અકાઉન્ટમાંથી 15 કરોડ રૂપિયા કાઢવાની વાતને મનગઢંત ગણાવી. તેેણે કહ્યુ કે મે પણ 7 ફિલ્મોમાં કામ કર્યુ છે અને તેનાથી પૈસા કમાયા છે. ઈડી રિયાની 3 તબક્કામાં પૂછપરછ કરશે અને સવાલોનુ લાંબુ લિસ્ટ તૈયાર છે. ઈડીએ સુશાંત સિંહ રાજપૂતના રૂમમેટ સિદ્ધાર્થ પિઠાનીને પણ 8 ઓગસ્ટે બોલાવ્યો છે. જ્યારે રિયાને બીજા રાઉન્ડની પૂછપરછ માટે આગલા સપ્તાહે ફરીથી બોલાવવામાં આવી શકે છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો









Click it and Unblock the Notifications
