રાજકુમાર હિરાની પર લાગ્યા #MeTooના આરોપો, જાણો ઋચા ચઢ્ઢા શું બોલી
રાજકુમાર હિરાની પર લાગ્યા #MeTooના આરોપો
મુંબઈઃ પાછલા દિવસોમાં ફિલ્મમેકર રાજકુમાર હિરાની વિરુદ્ધ મીટૂ કેમ્પેઈન અંતર્ગત યૌન શોષણના આરોપ લાગ્યા. એવામાં ઈન્ડસ્ટ્રી અને બાહરી લોકો તરફથી આના પર પ્રતિક્રિયા આવવી શરૂ થઈ ગઈ છે. જો કે કેટલાય લોકો એવા પણ છે જેમણે મુદ્દા પર કોઈને કોઈ મંતવ્ય નથી આપ્યો. અગાઉ પણ મીટૂ અંતર્ગત કેટલીય મોટી હસ્તીઓ પર આરોપ લાગી રહ્યો છે. જેમાં સૌથી પહેલા નાના પાટેકરનું નામ સામે આવ્યું હતું. તનુશ્રી દત્તાએ તેમના પર દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો હતો. રાજકુમાર હિરાની પર આરોપોને લઈ ઋચા ચઢ્ઢાએ પોતાનું નિવેદન આપ્યું છે.

શું બોલી ઋચા ચઢ્ઢા
બૉલીવુડની જાણીતી એક્ટ્રેસ ઋચા ચઢ્ઢાનું કહેવું છે કે લોકો રાજકુમાર હિરાનીના મામલામાં કોઈ પ્રકારની કોઈ ટિપ્પણી નથી કરી રહી કેમ કે તેમને કોઈપણ પ્રકારના તથ્યો વિશે કોઈ જાણકારી નથી. આ ઉપરાંત કરિશ્મા તન્ના હાલમાં જ હિરાનીના પક્ષમાં સામે આવી હતી. જણાવી દઈએ કે કેટલાક સમય પહેલા જાવેદ અખ્તરે આના પર નિવેદન આપતા કહ્યું હતું કે રાજકુમાર હિરાની બહુ સજ્જન વ્યક્તિ છે. તેમણે કહ્યું હતું કે વધારે પડતું સારું થવું પણ ખતરનાક હોય છે.

રાજકુમાર હિરાની પર લાગ્યા આ આરોપ
જણાવી દઈએ કે ફિલ્મ સંજૂમાં હિરાનીને આસિસ્ટ કરનાર એક મહિલાનો આરોપ છે કે હિરાનીએ વર્ષ 2018માં માર્ચથી સપ્ટેમ્બર સુધી તેનું યૌન શોષણ કર્યું. તેમણે હફિંગ્ટન પોસ્ટના એક આર્ટિકલમાં હિરાની વિરુદ્ધ આ બધી વાતો કહી. એવામાં ઋચા ચઢ્ઢાએ કહ્યું કે એવું નથી. હકિકત એ છે કે લોકો મામલા વિશે કંઈ જાણતા જ નથી તો બોલે શું.

આ લોકો પર લાગ્યા આરોપ
નાના પાટેકર પર આરોપો બાદ એક પછી એક કેટલીય બૉલીવુડ હસ્તીઓ પર મીટૂના આરોપ લાગી રહ્યા છે. જેમાં આલોકનાથ પણ સામેલ હતા. આલોકનાથ પર રાયટર વિંતા નંદાએ 20 વર્ષ પહેલા રેપ કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. ઉપરાંત વિકાસ બહલ, એમજે અકબર, સાજિદ ખાન સહિત કેટલાય મોટા નામ મીટૂની લપેટમાં આવી ગયાં.












Click it and Unblock the Notifications
