બ્લેક બિકિનીમાં હોટ ફોટોશૂટ, બોલિવૂડ છે દંગ!

Written By:
Subscribe to Oneindia News

રિચા ચઢ્ઢા બોલિવૂડની એ જૂજ એક્ટ્રેસિસમાંની એક છે, જે નાના બજેટની ફિલ્મોમાં વધં જોવા મળી છે અને આમ છતાં પોતાના લૂક્સ કરતાં વધુ દમદાર પર્ફોમન્સને કારણે ચર્ચામાં રહે છે. ક્રિટિક્સ પણ રિચાના પર્ફોમન્સના વખાણ કરતા થાકતા નથી. જો કે, હાલ રિચા અન્ય કારણથી ચર્ચામાં છે. તેણે બ્લેક બિકિની માં હોટ ફોટોશૂટ કરાવ્યું છે.

બોલિવૂડમાં ગ્લેમર અનિવાર્ય

બોલિવૂડમાં ગ્લેમર અનિવાર્ય

રિચાની એક્ટિંગના ભલે ગમે એટલા વખાણ થતા હોય, પરંતુ બોલિવૂડમાં ટકી રહેવા માટે ગ્લેમર અનિવાર્ય છે. રિચા પણ હવે અન્ય હિરોઇનોની માફક એ જ રસ્તે ચાલી નીકળી છે. આમ તો તેણે આ પહેલા ફિલ્મોમાં પણ બોલ્ડ રોલ કર્યા છે, તથા તે આ પહેલાં પણ આવા હોટ ફોટોશૂટ કરાવી ચૂકી છે. તેણે આ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

Stay Tuned!

Stay Tuned!

રિચાએ શનિવારે આ તસવીરો પોસ્ટ કરતાં લખ્યું હતું, Big Day Tomorrow! Saty Tuned.. ઉલ્લેખનીય છે કે, રિચાની ફિલ્મ કેબરે 17 જૂનના રોજ રિલિઝ થઇ રહી છે. રિચા પોતે આ ફિલ્મ પ્રોડ્યૂસ કરી રહી છે. કહેવાઇ રહ્યું છે કે, આ ફિલ્મની વાર્તા હેલનની રિયલ લાઇફ સાથે મેળ ખાય છે.

દેવ ડી માટે આપ્યું હતું ઓડિશન

દેવ ડી માટે આપ્યું હતું ઓડિશન

30 વર્ષની આ હોટ એક્ટ્રેસ રિચાએ વર્ષ 2008માં ઓયે લક્કી! લક્કી ઓયે! ફિલ્મથી બોલિવૂડમાં ડગ માંડ્યા હતા. 2010માં આવેલી ગેંગ્સ ઓફ વાસેપુરથી તેને ઓળખાણ મળી, આ ફિલ્મમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. આ માટે તેને ફિલ્મફેર ક્રિટિક્સનો એવોર્ડ પણ મળ્યો હતો. જો કે, બહુ ઓછાને ખબર હશે કે ગેંગ્સ ઓફ વાસેપુર પહેલાં તેણે દેવ ડી ફિલ્મ માટે પણ ઓડિશન આપ્યું હતું.

ફિલ્મી કરિયર

ફિલ્મી કરિયર

રિચાએ મોડેલિંગ ક્ષેત્ર દ્વારા એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવ્યું હતું, ત્યાર બાદ તે નાટકો તરફ વળી અને એ પછી ફિલ્મોમાં આવી. તેની અપકમિંગ ફિલ્મોમાં 'ઔર દેવદાસ', પૂજા ભટ્ટની 'કેબ્રે' તથા એક ઇન્ડો-અમેરિકન ફિલ્મ ફિલ્મ 'લવ સોનિયા'નો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં તેની સાથે ફ્રીડા પિન્ટો પણ જોવા મળશે.

ભોલી પંજાબણ

ભોલી પંજાબણ

રિચાનો અન્ય એક યાદગાર રોલ છે, ભોલી પંજાબણનો. વર્ષ 2012માં આવેલી ફિલ્મ 'ફૂકરે'માં રિચાએ ભોલી પંજાબણ નામની ફીમેલ ડોનનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મને મિશ્ર પ્રતિભાવો મળ્યા હતા, પરંતુ રિચાના અભિનયના ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા.

ઇટાલિયન બૂકમાં રિચાનું નામ

ઇટાલિયન બૂકમાં રિચાનું નામ

રિચા ચઢ્ઢાએ બોલિવૂડમાં પોતાનું એક અલગ સ્થાન તો બનાવ્યું જ છે, સાથે જ ઇન્ટરનેશનલ લેવલ પર પણ નામના મેળવી છે. સિનેમા અંગે લખાઇ રહેલી એક ઇટાઇયન બૂકના રાઇટર્સ દ્વારા રિચાનો એપ્રોચ કરવામાં આવ્યો છે, આ પુસ્તકમાં આખા વિશ્વના સિલેક્ટેડ એક્ટર્સ અને સિનેમામાં તેમના મહત્વપૂર્ણ યોગદાન અંગે વાત કરવામાં આવશે. આ માટે બોલિવૂડમાંથી રિચા ચઢ્ઢાની પસંદગી થઇ છે. આ બૂકનું ટાઇટલ હજુ નક્કી થયું નથી. આ બૂક આવતા વર્ષે રિલિઝ થશે તથા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ્સમાં પણ જોવા મળશે.

એવોર્ડ્સ

એવોર્ડ્સ

રિચાને 'ગેંગ્સ ઓફ વાસેપુર' માટે વર્ષ 2013માં ફિલ્મફેરનો બેસ્ટ એક્ટ્રેસ ક્રિટિક્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 'ફૂકરે' ફિલ્મ માટે તેને બેસ્ટ પર્ફોમન્સ ઇન અ કોમિક રોલનો સ્ક્રીન એવોર્ડ એનાયત થયો હતો. વર્ષ 2015માં તેને ફિલ્મ 'મસાન' માટે એડિટર્સ ચોઇસ પરર્ફોમર ઓફ ધ યરનો સ્ટારડસ્ટ એવોર્ડ મળ્યો હતો.

English summary
Richa Chadha sizzles in a black swimsuit, see her pics.
Please Wait while comments are loading...