ઋષિ કપૂરના બીફ ખાવાના નિવેદન વિરુદ્ધ બજરંગ દળનું પ્રદર્શન

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડના સીનિયર એક્ટર ઋષિ કપૂર ઘણીવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનો અને ટ્વીટને લઇને ચર્ચામાં રહે છે. આ વખતે ફરી એકવાર ઋષિ કપૂર તેમના એક નિવેદનને લઇને વિવાદોમાં સપડાયા છે. ઋષિ કપૂરે ગત વર્ષે એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું કે, હા મેં બીફ ખાધું છે.

rishi kapoor

હવે બજરંગ દળ ના સભ્યોએ આ એક્ટર વિરુદ્ધ નારા લગાવી તેમના પૂતળા બાળ્યા છે, તો ઘણા લોકો કાળા ઝંડા બતાવી વિરોધ દર્શાવ્યો છે. પ્રદર્થનકર્તાઓનું કહેવું છે કે, તેઓ આ એક્ટરના નિવેદનથી ખૂબ દુઃખી થયા છે અને આ માટે તેમણે જનતા સામે માફી માંગવી પડશે.

પ્રદર્શનકર્તાઓ હોશંગાબાદના નહેરુ પાર્કમાં સંગઠિત થયા હતા અને ઋષિ કપૂર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. અભાવિપના નગર મંત્રી કૃતિક શિવહરેએ જણાવ્યું કે, ઋષિ કપૂરે માંસ ખાવા અંગે વિવાદિત નિવેદન કર્યું છે. આ નિવેદનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમણે પાર્ક સામે ઋષિ કપૂરનું પૂતળું પણ બાળ્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન રાજદીપ હાડા, વિવેક માંડવી, અતુલ જાટ, અભિનય ઠાકરે, અમિતાભ શર્મા પણ હાજર રહ્યાં હતા.

અહીં વાંચો - લેકમે ફેશન વિક 2017માં બોલિવૂડ એક્ટ્રેસિસનો જલવો

English summary
Rishi Kapoor faces cow vigilantes’ ire for tweets on eating beef last March.
Please Wait while comments are loading...