Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આરકે બૅનર બનાવશે આવારાની રીમેક, ઋષિ-રણબીર તૈયાર

મુંબઈ, 21 મે : ઋષિ કપૂર અને તેમના અભિનેતા પુત્ર રણબીર કપૂર આવારા ફિલ્મની રીમેકમાં કામ કરવા તૈયાર છે. ફિલ્મમાં ઋષિ કપૂર પોતાના દાદા પૃથ્વીરાજ કપૂર અને રણબીર કપૂર પોતાના દાદા રાજ કપૂરની ભૂમિકા ભજવશે. આ સાથે જ આરકે ફિલ્મ્સ પણ પુનઃ ફિલ્મ નિર્માણમાં સક્રિય થશે.

rishi-ranbir-neet-besharam

આવારા પહેલાં ઋષિ કપૂર અને તેમના કુશળ પત્ની અભિનેત્રી નીતૂ સિંહ પહેલી વાર પોતાના પુત્ર રણબીર કપૂર સાથે બેશરમ ફિલ્મમાં સ્ક્રીન શૅર કરશે. અનુભવ કશ્યપની આ ફિલ્મને ઐતિહાસિક ક્ષણ બનાવવા આતુર છે. તેમણે જણાવ્યું કે બેશરમ પિતા-પુત્ર માટે ટેસ્ટિંગ ગ્રાઉન્ડ હતી અને અમે હવે કંઈક ઉંડાણપૂર્ણ કરવા તૈયાર છીએ. ઋષિએ જણાવ્યું - મારા પિતાની આવારા ફિલ્મની રીમેક બનાવવાનું આયોજન છે. જો બધુ બરાબર રહ્યું, તો આરકે બૅનર હેઠળ આ ફિલ્મ બનશે.

શું ઋષિ કપૂર દિગ્દર્શન કરશે? ઋષિએ આ સવાલના જવાબમાં જણાવ્યું - નો થૅંક્સ. દિગ્દર્શન થૅંકલેસ જૉબ છે. આ અબ લૌટ ચલેં ફિલ્મનું દિગ્દર્શન કરી ચુકેલા ઋષિ કપૂરે જણાવ્યું - હું અભિનેતા તરીકે સહજ અને ખુશ છું. હું માત્ર અભિનય કરવા માંગુ છું. હું મારામાં સંતુષ્ટ છું. મને ઔરંગઝેબ ફિલ્મમાં મારા અભિનય માટે અનેક શુભેચ્છા સંદેશા મળ્યાં છે. ખાસ તો યશ ચોપરાના પત્ની પૅમ ચોપરા તરફથી સંદેશ મળ્યો છે.

તેમણે જણાવ્યું કે બેશરમ ફિલ્મમાં હું અને નીતૂ રણબીર સાથે કામ કરી બહુ ખુશ થયાં. હું પોતે પણ પત્ની અને પુત્ર સાથે કામ કરી ખુશ છું. જોકે હું માનુ છું કે બેશરમમાં અમારા માટે વધુ સ્પેસ હોવો જોઇતો હતો. દિગ્દર્શકે મારા અને નીતૂના રોલને વધારવાનો પ્રયત્ન કર્યો. હું અને રણબીર ફિલ્મના ક્લાઇમૅક્સમાં દેખાઇએ છીએ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X