કુશ્તીબાજ ખશાબા જાધવ પર ફિલ્મ બનાવેશ રીતેશ
મુંબઈ, 25 મે : બૉલીવુડ અભિનેતા રીતેશ દેશમુખ પોતાના પ્રોડક્શન મુંબઈ ફિલ્મ કમ્પની એટલે કે એમએફસી હેઠળ બીજી ફિલ્મ બનાવવા તૈયાર છે. પૉકેટ ડાયનૅમો શીર્ષક ધરાવતી આ ફિલ્મ ભારતના પ્રથમ ઓલિમ્પિક મેડલ વિજેતા કુશ્તીબાજ ખશાબા જાધવ પર આધારિત હશે.

રીતેશ દેશમુખે આ સમાચારની પોતે અધિકૃત પુષ્ટિ કરતાં જણાવ્યું - અમે ખશાબા જાધવના જીવન ઉપર ફિલ્મ બનાવવા અંગેના રાઇટ્સ મેળવી લીધાં છે. મને ગર્વ છે રણજીત જાધવ ઉપર કે જેમણે પોતાના પિતાનું જીવનવૃત્ત સ્ક્રીન ઉપર લાવવા માટેની રજા આપી.
રીતેશ દેશમુખે ઉમેર્યું કે ખશાબા જાધવે આપણાં દેશ માટે પ્રથમ આંતરરાષ્ટ્રીય પદક મેળવ્યુ હતું, પરંતુ તેમનું નામ અને તેમને ભુલાવી દેવામાં આવ્યું. તેઓ હીરો તરીકે યાદ રાખવા અને સન્માનને પાત્ર છે. ફિલ્મની પટકથા મરાઠી અને હિન્દીમાં લખાઈ રહી છે. ફિલ્મના નિર્માણમાં લાઇન.એક્સ પ્રોડક્શન્સ સહ-નિર્માતા તરીકે સહકાર આપશે.
નોંધનીય છે કે રીતેશ દેશમુખની પોતાના હોમ પ્રોડક્શનની પ્રથમ ફિલ્મ બાલક પાલક હતી કે જેણે સારાએવા વખાણ મેળવ્યા હતાં.












Click it and Unblock the Notifications
