આમિર, સલમાન, વિદ્યા...બેંક ચોરની નજરમાંથી કોઇ છટકી ન શક્યું

Written By:
Subscribe to Oneindia News

થોડા દિવસો પહેલાં જ રિતેશ દેશમુખ અને વિવેક ઓબરોયની આગામી ફિલ્મ 'બેંક ચોર'નું ટ્રેલર રિલિઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં રિતેશ પોતાના બે સાથીઓ સાથે બેંક લુંટવા જાય છે, ટ્રેલર અનુસાર આ કોઇ બેકાર ચોરો નથી. ફિલ્મમાં વિવેક ઓબરોય સીબીઆઇ ઓફિસર અમજદ ખાન બન્યા છે, જે કોઇ પણ સંજોગોમાં આ ચોરોને રોકવા માંગે છે.

આ ફિલ્મના ત્રણ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યા છે, પહેલું ટ્રેલર ધૂમ સિરિઝ સાથે મિક્સ કરીને બનાવાયું છે, બીજું બાહુબલી સાથે અને ત્રીજુ ડેડપુલ સાથે મિક્સ કરીને બનાવાયું છે. આ ટ્રેલર અત્યંત મજેદાર છે, હવે આના કેટલાક રસપરદ પોસ્ટર પણ સામે આવ્યા છે. પોસ્ટર્સ ખૂબ મજેદાર છે, જે રિતેશે પોતાના ઓફિશ્યલ ટ્વીટર એકાઉન્ટ પર સુંદર મેસેજ સાથે પોસ્ટ કર્યા છે.

ટ્યૂબલાઇટ

ટ્યૂબલાઇટ

સલમાન ખાનના ટ્યૂબલાઇટના આ પોસ્ટરમાં સલમાનની જગ્યાએ રિતેશનો ચહેરો જોવા મળે છે અને ફિલ્મની ટેગલાઇન બદલીને 'ઇનકી ટ્યૂબલાઇટ તો કભી નહીં જલેગી..' લખેલી જોવા મળે છે. આ પોસ્ટર સાથે રિતેશે લખ્યું છે, 'અબ જા કે ટ્યૂબલાઇટ જલી હે...હમ આ રહે હે...EID...કે એક હફ્તે પહલે'

દંગલ

દંગલ

આમિરના દંગલના પોસ્ટર સાથે પણ કંઇક આવા જ કારસ્તાન થયા છે. અહીં આમિરની જગ્યાએ રિતેશ દેશમુખ જોવા મળી રહ્યાં છે. ફિલ્મની ટેગ લાઇન 'મારે જાનવર ઓર બેંક ચોર સે કમ ના હે' કરવામાં આવી છે. આ પોસ્ટર શેર કરતાં રિતેશે લખ્યું છે 'ચીનમાં દંગલની સફળતા બાદ હવે ત્યાં બેંક ચોર ફિલ્મ રિલીઝ થવા જઇ રહી છે.'

લાઇફ ઓફ પાઇ

લાઇફ ઓફ પાઇ

ફિલ્મ 'લાઇફ ઓફ પાઇ'નું પોસ્ટર તો અત્યંત મજેદાર છે, આ પોસ્ટરમાં રિતેશની સાથે ટાઇગર શ્રોફ જોવા મળી રહ્યાં છે. પોસ્ટર પર લખ્યું છે, 'અમારી ફિલ્મમાં ટાઇગર નથી, આથી અમારા મિત્ર ટાઇગર શ્રોફ આ પોસ્ટરનો ભાગ બનવા તૈયાર થયા છે.'

સોનમ બેવફા હે

સોનમ બેવફા હે

યાદ છે, ગત વર્ષે નોટબંધી બાદ ઘણી ચલણી નોટો પર 'સોનમ બેવફા હે' લખેલું જોવા મળ્યું હતું. 'ધ ડાર્ક નાઇટ'ના પોસ્ટરની થિમને લઇને એક પોસ્ટર તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં લખ્યું છે, 'વિવેક ઓબરોય બેવફા હે.'

બેગમ જાન

બેગમ જાન

આ પોસ્ટર સૌથી ફની છે, વિદ્યાની જગ્યાએ રિતેશનો ચહેરો જોઇ ચોંકી ન ઉઠશો. આ ફિલ્મની ટેગ લાઇ હતી, My Body. My House. My Country. My Rules. જે બદલીને Mah Life. Mah Bank. Mah Rulez કરવામાં આવી છે. રિતેશે આ પોસ્ટર સાથે લખ્યું છે, બેંક ચોરીની વિદ્યા મેળવવા માટે આ રૂપ ધારણ કર્યું છે.

English summary
Ritesh Deshmukh shares Bank Chor poster same as Tubelight.
Please Wait while comments are loading...